ગુજરાત કચ્છની કબરાઉ ની પાવન ધરતી પર આઈ શ્રી મણીધર વડવાળી માં મોગલ ના સાનિધ્ય માં લાખો શ્રદ્ધાળુઓ દેશ વિદેશમાં થી દર્શનાર્થે આવે છે માં મોગલ ના સાનિધ્ય માં કોઈ પણ પ્રકારનુ રુપીયા નું દાન લેવામાં આવતું નથી ભાવિકો ના દુઃખ ને પલવારમાં ભાંગી ભુક્કો કરતી માં મોગલ સાક્ષાત સ્વરૂપે બિરાજમાન છે.
માં મોગલ ના સાનિધ્ય માં લોકો પોતાની માનતા પૂરી થતાં લાખો રૂપિયાનું દાન આપવા માટે આવે છે પરંતુ એ રૂપિયા મંદિર માં નહીં પરંતુ દિકરીઓ ને આપી દેજો એમ જણાવતાં પરત આપી દેવામાં આવે છે મોગલધામના ગાદિપતી ચારણ ઋષિ શ્રી સામંત બાપુ વર્ષોથી માં મોગલ ની સેવા પુજા કરે છે લોકસેવાના કાર્યો થી સામંત બાપુ ખુબ લોકપ્રિયતા ધરાવે છે.
સામંત બાપુ ના શબ્દો તેમના બોલ નું હંમેશા ભાવિકો પાલન પણ કરે છે એ વચ્ચે તાજેતરમાં બે યુવાનો સામંત બાપુ પાસે આવીને જન્મદિવસ માં કેક કાપવાની વિશે વાત કરતા તેના પ્રત્યુત્તરમાં સામંતબાપુએ જણાવ્યું કે કેક માં મીણબત્તીઓ લગાવી તમારુ નામ લખી અને પછી એને કાપવાની એના પર તલવારુ ફેરવવાની.
તે મિણબત્તીઓ ને ફુંક મારીને ઓલવવાની આ વિદેશી સંસ્કૃતિ છે આપણી સંસ્કૃતિ નથી મીણબત્તી ના થતો પ્રકાસ ઓલવી આપણા જીવનને અંધકારમા ધકેલવાનો અને કેક કાપીને આપણું આયુષ્ય કાપવાનું આ અગ્રેજો લઈને આવ્યા આપણી સંસ્કૃતિ સભ્યતા એ છે જો તમારે જન્મદિવસન ઉજવવો હોય તો માટીના કોડિયામાં.
તમારી કુળદેવી ના નામના પાંચ દીવા કરો તાંબા ના તાસ માં રાખી તમારી કુળદેવી ની સામે બે હાથ જોડી નતમસ્તક નમન કરીને પ્રજ્વલિત કરો એને ફુકં ના મારો તે તમારા જીવનમાંથી અંધકાર દૂર કરશે અને જીવનને એ દિવાની જ્યોત ની જેમ નવી ઊર્જા નો સંચાર કરશે આ કેક ઉપર.
‘તલવારુ ફેરવી નામ ને કાપીને ફુકં મારીને ઓલવવાથી જન્મદિવસ નથી ઉજવાતો આ બેટા આપણી સંસ્કૃતિ સભ્યતા નથી આ વિદેશી સંસ્કૃતિ છે એમાં કેક કાપવામાં આવે છે સામંત બાપુએ કહ્યુ ગાયો ને ઘાસ ચારો ખવડાવો ગરીબો ને ભોજન કરાવો દિકરીઓ ને દાન કરો અને માતા પિતા વિનાની.
દિકરીઓ ને કન્યાદાન આપો એમા જ જ ધર્મ જ છે એમાં જ ભગવાન છે અંધશ્રદ્ધાથી દૂર રહો અને જ્યાં પૈસા લઈને ધુણતા હોય એવા ભુવા ભોપાળાં થી દુર રહો માતાજી ના નામે પૈસા લેનારા ને પ્રાધાન્ય ના આપો એમા કદાપી ધર્મ હોતો નથી કોઈ જગ્યાએ પૈસા ના આપો દિકરીઓ ને આપો.