પરીવારો માં લગ્ન નો પ્રસંગ હતો માહોલ ખુશીઓ થી ભરેલો હતો સગાંસંબંધીઓ નવ જોડાને આશીર્વાદ દેવા માટે આવેલા હતા. લગ્નની શરણાઈઓ વાગી રહી હતી દાંડીયારાસ મહેદી મૂકવાના પીઠી ચોરવાના તમામ રિવાજો પુરા થયા આંગણે જાન પણ આવી અને દીકરી આરતી ના લગ્ન મનોજ સાથે કરવામાં પણ આવ્યા.
જો તરફ ખુશીઓનો માહોલ છવાયેલો હતો એ વચ્ચે રાત્રિના લગ્ન બાદ સવારે જ્યારે જાન વિદાય થઈ અને દુલ્હન ઘેર પહોંચતા ગાડી માં ઉતરતા પહેલા જ ઢળી પડી અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી સારવાર હેઠળ તેનું દેહાતં થયુ આ સમગ્ર ઘટના બિહાર ના નાલંદા સોહસરાય વિસ્તારમાં થી સામે આવી છે.
ગોપાલ પંડીત ની દિકરી આરતી ના લગ્ન મનોજ પંડીત સાથે યોજવામાં આવ્યા હતા આરતીના ભાઈના જણાવ્યા અનુસાર આરતી ની બે દિવસ થી તબીયત થોડી ખરાબ હતી પણ દવા લેવાથી તે સ્વસ્થ પણ થઈ હતી આ દરમિયાન તેના લગ્ન રાજીખુશીથી યોજવામાં આવ્યા હતા લગ્ન રાત્રી ના સમયે.
યોજવામાં આવ્યા વહેલી સવારે જાન પ્રસ્થાન કરી ને દિકરીને વળાવવા મા પણ આવી મનોજ ના પરીવારજનો પોતાની નવી વહુ ને આવકારવા તૈયાર હતા આ દરમિયાન મનોજ ના ઘેર ગાડી માંથી આરતી ઉતરતા જ જમીન પર ઢળી પડી હતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા તેનું નિધન થયુ હતું.
હદય રોગના હુમલાના કારણે કદાચ આ એનું દેહાંત થયું હોય તેમ ડોક્ટરો એ જણાવ્યું હતું પરીવારજનો માંમો!તનું માતમ છવાયું હતું દિકરી આરતીના પરીવારજનો હૈયાફાટ રુદન કરતા હતા તો મનોજ પણ રડી રડી ને બેહાલ થયો હતો સમગ્ર વિસ્તારમાં આ ઘટના ના પગલે દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું હતું.