કહેવાય છે કે પરિવારથી મોટું કોઈ નથી હોતું. પરિવારના સહકારથી કોઈપણ વ્યક્તિ મોટામાં મોટા દુઃખમાંથી બહાર આવી શકે છે અને પરિવારના સહકાર વિના નાનામાં નાનું દુઃખ પણ વ્યક્તિ માટે મોટું બની જતું હોય છે.
સામાન્ય રીતે આ બધી વાતો આપણે ફિલ્મોમાં સાંભળતા હોઈએ છીએ. પરંતુ હાલમાં રાજુલાનો એક કિસ્સો સામે આવ્યો છે જેને વ્યક્તિના જીવનમાં પરિવારનું મહત્વ સમજાવ્યું છે. સૌરાષ્ટ્રના રાજુલામાં એક કિસ્સો સામે આવ્યો છે.
જેમાં લગભગ 28 વર્ષીય યુવાન પરિવાર હોવા છતાં રસ્તે રઝળતું જીવન ગાળી રહ્યો હોવાનું જોવા મળ્યું છે. એક જ શહેરમાં રહેવા છતાં આ યુવાન પરિવાર સાથે રહેવાને બદલે બે વર્ષથી ઝાડીઓ વચ્ચે જીવન જીવતો જોવા મળ્યો છે.
તમને થશે આવું તો કેવું? પરિવારના લોકો સંભાળ નહિ લેતા હોય? તો જણાવી દઇએ કે રાજુલાના આ યુવાન જેનુ નામ વિક્રમ છે તેના બે ભાઈ અને મા છે. પરંતુ આસપાસના લોકોના જણાવ્યા અનુસાર વિક્રમની કોઈ કારણસર માનસિક હાલત થોડી ખરાબ થતા પરિવારમાં ઝઘડા થતા હતા.
જેને કારણે પરિવાર તેની કોઈ સંભાળ લેતો નથી. જો કે વિક્રમની માનસિક સ્થતિ ખરાબ થવાનું કોઈ ચોક્કસ કારણ સામે નથી આવ્યું પરંતુ તેના હાથ પર દોરેલ દિલની આકૃતિ અને ડી અક્ષર પરથી પ્રેમની બાબતમાં આ હાલત થઈ હોવાનું અનુમાન લગાવી શકાય છે.
ઉલ્લેખનિય છે કે હાલમાં જ પોપટભાઈ ફાઉન્ડેશન દ્વારા વિક્રમને રહેવા,ખાવાની સુવિધા આપી,નવા કપડા આપી જીવનની નવી શરૂઆત કરવા મદદ કરવામાં આવી છે.જેનો હાલમાં એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં તમે વિક્રમની હાલત જોઈ શકો છો તે અવિરત એક જ શબ્દ બોલતો જોવા મળી રહ્યો છે.બંદૂક મારી દો.