આજના યુગમાં ધર્મના નામે થતા વિવાદ કેટલા વધી ગયા છે એ તો તમે જાણતા જ હશો પરંતુ શું તમે જાણો છો કે આ ધર્મના નામે વિવાદ કરતા લોકોની વચ્ચે કેટલાક એવા લોકો પણ વસે છે જે રસ્તે રઝળતા હોવા છતાં એકતાની વાતો શીખવી જતા હોય છે.
હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વ્યક્તિનો વિડીયો સામે આવ્યો છે જે એપીજે અબ્દુલ કલામ તેમજ ધર્મની વાતો કરતો જોવા મળી રહ્યો છે.
હાલમાં સામે આવેલ મહુવાના બાપા સીતારામ મઢી વિસ્તારનો આ વીડિયો પોપટભાઈ ફાઉન્ડેશન દ્વારા તેમની ચેનલ પર શેર કરવામાં આવ્યો છે.વીડિયોમાં તમે જોઈ શકો છો દાદા પોતાને એપીજે અબ્દુલ કલામ કહી રહ્યા છે.
સાથે જ તે રામેશ્વરમ થી મહુવા ચાલીને આવ્યા હોવાની વાત પણ કરી રહ્યા છે. આસપાસના લોકોના જણાવ્યા અનુસાર પાછલા થોડાક સમયથી આ દાદા તે વિસ્તારમાં રસ્તા પર રખડતા જોવા મળી રહ્યા છે.
જો કે પોપટભાઈ અને તેમની ટીમ દ્વારા દાદાના પરિવાર અંગે જાણકારી મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ દાદા માત્ર રાહુલ ગાંધી,સોનિયા ગાંધીના નામ બોલી રહ્યા હોવાથી કોઈ માહિતી મળી શકી નથી.
જો કે વીડિયોમાં દાદાની વાતો પરથી તમે તેમના જ્ઞાનનો અંદાજ લગાવી શકો છો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે તેમને જૂના જમાનાની સ્ટાઈલ થી બે દોરી પોતાના શર્ટ પર પહેરી તેને પેન્ટ સાથે બાંધી છે જેથી પેન્ટ સરકી ન જાય.આ પરથી તેમની બુદ્ધિનું અનુમાન પણ લગાવી શકાય છે.
જણાવી દઈએ કે પોપટભાઈ ફાઉન્ડેશન દ્વારા આ દાદાને પણ સોશિયલ મીડિયા આશ્રમ લઈ જઈ તેમને રહેવા,ખાવાની સુવિધા પૂરી પાડવામાં આવી છે.વીડિયોમાં તમે જોઈ શકો છો કે દાદા સમગ્ર વિશ્વને પોતાનુ ઘર કહી રહ્યા છે.