આર્યનના કેસમાં આજકાલ ઘણાં ફોટા સોશીયલ મીડીયામાં વાયરલ થઇ રહ્યા છે એવામાં એક ફોટો સામે આવ્યો છે જેને જોઈને લોકો સંજય દત્ત પર સવાલ ઉઠાવી રહ્યા છે તમને જણાવી દઈએ કે સોશીયલ મીડીયામાં વાયરલ થતો આ ફોટો શાહરૂખ ખાનનો છે જે વર્ષ ૧૯૯૩નો હોવાનું સામે આવ્યું છે.
વર્ષ ૧૯૯૩માં જ્યારે સંજય દત્તને મુંબઈ કેસમાં પકડવામાં આવ્યો હતો ત્યારે બોલીવુડ સ્ટાર્સ સંજય દત્તના સમર્થનમાં સામે આવ્યા હતા વર્ષ ૧૯૯૩માં જ્યારે લોકો આંદોલન દ્વારા પોતાનો વિરોધ કે સમર્થન નોધાવતા હતા તે સમયે બોલીવુડના સ્ટાર્સ શાહરૂખ ખાન સલમાન ખાન આશા પારેખ સુભાષ ઘાઈ અનુપમ ખેર વગેરે સંજય દત્તના સમર્થનમાં આવ્યા હતા.
ત્યારે સંજયના પોસ્ટર બનાવી વીઆરવિથયુ લખીને રસ્તા પર આંદોલન કરી રહ્યા હતા આ ફોટો સામે આવતા જ હવે લોકો સવાલ કરી રહ્યા છે આર્યનના કેસમાં સંજય દત્ત કયા છે કેમ તે કશું બોલી નથી રહ્યો આર્યનના કેસમાં હૃતિક રોશન પૂજા ભટ્ટ સુચિત્રા કૃષ્ણમૂર્તિ જેવા કલાકારોએ સોશીયલ મીડિયામાં સમર્થન આપ્યું છે.
સલમાન ખાન ફરાહ ખાન કરણ જોહર સુઝેન ખાન જેવા કલાકારોએ શાહરૂખ ખાનના ઘરે પહોંચી તેને સમર્થન આપ્યું હતું ત્યારે સંજય દત્ત તરફથી એક પણ પોસ્ટ કે એક પણ નિવેદન સામે આવ્યું નથી અને આ જ કારણે સોશીયલ મીડિયામાં રોષ ઠાલવી રહ્યા છે આજે શાહરૂખના ફેન અને બાબાના ફેન પણ સંજુબાબાને પૂછી રહ્યા કે આજે તેઓ કેમ ચૂપ છે.