આજકાલ સ્કૂલ કહેવાતા શબ્દને એક સમયે વિદ્યાલય કહેવામાં આવતું હતું જે વિદ્યાલયમાં શિક્ષકોને ગુરુનો દરજ્જો આપવામા આવ્યો છે ગુરુ એ બાળકોના ઉજ્જવળ ભવિષ્યનુ નિર્માણ કરે છે સંસ્કારનું સિંચન કરે છે તેમને ભવિષ્યમાં આગળ વધવા માટે ભણાવે છે પરંતુ આજે સોશિયલ મીડિયા પર એક.
એવો વિડિયો સામે આવ્યો છે જે જોઈને લોકો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે ઉત્તર પ્રદેશના ઉન્નાવ શફીદ પુર ક્ષેત્રની પ્રાથમિક શાળા કન્યા વિદ્યાલય નો છે જેમાં એક શિક્ષક ખૂબ જ નશાની હાલતમાં સ્કૂલમાં બાળકોની વચ્ચે ચાલતો જોવા મળે છે તેના પગ જમીન પર ટકતા નથી અને ધીમે ધીમે.
તે લથડતો બાળકોને ભણાવવા જઈ રહ્યો હોય છે આ વીડિયો સામે આવ્યા બાદ સ્થાનિક લોકોએ તંત્ર પર ખૂબ સવાલો ઉઠાવ્યા અને બાળકો દ્વારા એ પણ જાણવા મળ્યું કે આ શિક્ષક રોજ નશાની હાલતમાં આવે છે અને બાળકો સામે અપશબ્દો નો પ્રયોગ પણ કરે છે શિક્ષકની આવી.
હાલતનો વિડીઓ જોઈને જીલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકને સસ્પેન્ડ કરી દેવા માં આવ્યા છે જે મામલે ઉન્નાવ ના શિક્ષણ અધિકારી સંજય તિવારીએ જણાવ્યું હતું કે આ વિડીયો સામે આવ્યા બાદ જવાબદાર શિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને જાચં જ સમિતિ પણ બેસાડી.
દેવામાં આવી છે અને જવાબદાર શિક્ષક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ પ્રકારની ઘટનાઓ વળી બને નહીં એનું અમે સંપૂર્ણપણે ધ્યાન રાખીશું વિદ્યાલય એક વિદ્યા નું મંદિર છે જેમાં આ પ્રકારની ઘટના ઓ બને તે કદાપિ ઉચિત નથી તેનું પુનરાવર્તન ના થાય તેની અમે તકેદારી રાખીશું.