કહેવાય છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ટકવું એ નસીબ પર આધારિત હોય છે.અહી એક રાતમાં લોકો સુપર સ્ટાર બનતાં હોય છે તો ક્યારેક એક જ રાતમાં બદનામ પણ થઈ જતા હોય છે હાલમાં આવી જ એક કહાની અભિનેતા મનીષ વાધવા એ જણાવી છે.ગદર -૨ માં વિલન ના રોલમાં જોવા મળેલ અભિનેતા મનીષ હાલમાં ફિલ્મની સફળતા માણવા સાથે અનેક જગ્યા પર ઇન્ટરવ્યૂ પણ આપી રહ્યાં છે.
હાલમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન મનીષે પોતાની ફિલ્મી સફર અંગે વાત કરી.મનીષે જણાવ્યું કે ચંદ્રગુપ્ત મૌર્ય સિરિયલના એક રોલે તેમની સફળતામાં મોટો ભાગ ભજવ્યો છે મનિષે આ અંગે વિગતે વાત કરતા જણાવ્યું કે પાંચ સાત વર્ષ પહેલાં એમણે ચાણકય ના ઓડિશન માટે ફોન આવ્યો હતો જો કે તેમની પાસેથી ધનનંદના પાત્ર નું ઓડીશન લેવામાં આવ્યું હતું.મનીષ ઈચ્છતા હતા કે તેમને વિલનના પાત્ર કર્યા છે તેથી તેમને ચાણકયનો રોલ મળે. પરંતુ ડાયરેકટર ધનનંદના પાત્રનું ઓડિશન લીધું હતું .
મનિષે જણાવ્યું કે આ ઓડિશન બાદ તેમને થોડા દિવસ પછી કોલ આવ્યો અને તેમને ત્યાં બોલાવવામાં આવ્યા ત્યાં તેમની પાસે ચાણક્ય નું ઓડિશન લેવામાં આવ્યું જે બાદ તે ત્યાંથી પાછા આવી ગયા મનિષે કહ્યું થોડા દિવસ પછી તેમને ફરી કોલ આવ્યો. તે સેટ પર ગયા તો ત્યાં ચાણકયના પાત્ર માટે બીજા કલાકારનું ઓડિશન લેવાય રહ્યું હતું.તેમને આશા ન હતી કે તેમને ચાણકય નો રોલ મળશે.પરંતુ તેમનુ ફરી ઓડિશન લેવામાં આવ્યું અને તેમને આ રોલ મળી ગયો.
મનિષે ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાના વાળ અંગે પણ વાત કરી તેમને કહ્યું કે ચાણક્યના પાત્ર માટે તેમને અનિચ્છા એ વાળ નીકાળવા પડ્યા હતા.વાળ નીકળ્યા બાદ તે સેટ પર ગયા તો દરેક લોકો તેમના વખાણ કરી રહ્યા હતા જોકે અભિનેતાને પોતાના વાળ એટલા ગમતા હતા કે તેઓ આ રોલ છોડવાનો વિચાર કરી રહ્યા હતા અભિનેતા મનિષે કહ્યું કે આખરે વાળ નીકળ્યા બાદ તેમને આ રોલ કર્યો અને તેનાથી તેમની જિંદગી બદલાઈ ગઈ.