કહેવાય છે ને વ્યક્તિનો સમય ક્યારેય એક સરખો નથી રહેતો. પરંતુ જે ખરાબ સમયમાં જીતી શકે એ જ જીવન જીવી શકે છે. આ વાત કોઈ મોટીવેશન આપવા નથી કહી રહી પરંતુ બોલીવુડના એક અભિનેતા વિશે વાત કરવા માટે કહી રહી છું.
એક અભિનેતા જે એક સમયે પાઈ પાઈના મહોતાજ હતા પરંતુ આજે કરોડો રૂપિયાના માલિક છે. તમને સમજાય જ ગયુ હશે કે હું કોની વાત કરી રહી છું. હું વાત કરી રહી છું બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન વિશે.
એ તો તમે જાણતા જ હશો કે અમિતાભ બચ્ચન આજે ખૂબ જ લોકપ્રિય છે.આટલી ઉંમરે પણ તે ખૂબ સારી કમાણી કરી રહ્યા છે.સાથે તમે એ પણ જાણતા હશો કે તેમને અહી સુધી પહોંચવા કેટલો સંઘર્ષ કર્યો છે.
પરંતુ શું તમે એ વાત જાણો છો કે બોલીવુડના આ શહેનશાહે એક સમયે પૈસા માટે ટીવીના એક જાણીતા કલાકાર સામે હાથ જોડયા હતા?આ કલાકારનું નામ છે અંજન શ્રીવાસ્તવ. એક માહિતી અનુસાર અંજન શ્રીવાસ્તવ જે સમયે બેન્કર તરીકે કામ કરી રહ્યા હતા.
તે સમય દરમિયાન અમિતાભ બચ્ચને તેમની બેંક પાસેથી લીધેલા નાણા પરત ન કરતા અંજન શ્રીવાસ્તવ ને તેમની પાસે પૈસાની ઉઘરાણી કરવા જવું પડ્યું હતું. અંજન શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર તે સમયે અમિતાભ બચ્ચને તેમની સામે હાથ જોડી પૈસા પરત કરવા સમય માંગ્યો હતો.
જો કે અંજન શ્રીવાસ્તવનું કહેવું છે કે અમિતાભ બચ્ચનને તેમના આસપાસના લોકોએ આ તકલીફમાં નાખ્યા હતા.બીજા લોકોએ ભૂલ કરી હતી પરંતુ અમિતાભ બચ્ચન ફસાયા હતા.