સમગ્ર દેશમાં હોળી અને ધુળેટી નો પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે એ વચ્ચે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી મુંબઈણ માયાનગરીમાં પણ રંગો થી કલાકારો પણ ભીંજાઈ ગયા છે કોઈપણ તહેવારો હોય ફિલ્મ સીટી માં અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે હોળી એટલે રંગોનો તહેવાર જીવનમાં દરેક પ્રકારના રંગો થી જેમ જીવન મહેકી ઊઠે છે.
એમ જ હોળી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરતા તમામ દુઃખ દર્દ ભુલતા લોકો રંગમાં રંગાઈ આનંદ માણતા જોવા મળે છે એ વચ્ચે તાજેતરમાં મુંબઈ ફિલ્મ સીટી માં હોળીની ઉજવણી કરવા ખાન ઇવેન્ટનુ આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં જાવેદ ખાન રંગ આ કાર્યક્રમમાં ખાશ હાજરી આપી ઇવેન્ટમાં રંગ ગુલાલ છાટંતા જોવા મળ્યા હતા .
ફરાન અખ્તર શિભાની ડાડેડંકર અલી ફઝલ રીચા ચડ્ડા અને મહીમા ચૌધરી જેવા સેલેબ્સ હોળીના રંગ માં રંગાઈ એકબીજા પર પીચકારી ભરીને રંગ ઉડાળી ને તહેવારની મજા માણી રહ્યા હતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં યોજાયેલી આ ખાસ ઇવેન્ટમાં મોટાભાગના અભિનેતાઓ સફેદ રંગના કુર્તા પહેરીને પહોંચ્યા હતા તો અભિનેત્રી રીચા ચડ્ડા રંગથી ભિજાઈ ચુકી હતી.
ખુશી સાથે જાવેદ ખાન પણ કપાળે તિલક કરીને રંગથી રંગાયેલા જોવા મળ્યા હતા ફરહાન અખ્તર અને જાવેદ અખ્તર પોતાની પત્નીઓ સાથે હોળીની આ ઉજવણી માં ઉત્સાહભેર એકબીજા પર રંગો છાંટી ને ઇવેન્ટમાં આનંદ માણતા જોવા મળ્યા હતા ઇવેન્ટમાં લાઈવ શો નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાણી થી લઈને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
સ્ટેજ પર ગીતો વાગતાં હતા તો બોલીવુડ કલાકારો ડાન્સ સાથે રંગબેરંગી રંગો થી એકબીજાને ભીજંવી ડાન્સ કરીને આ તહેવાર ની મજા માણતા જોવા મળ્યા હતા જે તસવીરો અને વિડીઓ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થતા ચાહકો મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી હોળી ધુળેટી ની શુભેચ્છાઓ પાઠવી રહ્યા હતા.