Cli
best food seller

આજ સુધી ના જોયો હોય આ રીતે ફળ વેચનારો, વ્યક્તિની કળા જોઈને તમને પણ આવડી જશે માર્કેટિંગ કરતાં…

Ajab-Gajab

આજનો યુગ એ સોશિયલ મીડિયા યુગ છે અને આ યુગમાં કોઈપણ વાત મીમ્સ કે વીડિયો દ્વારા રજૂ કરવામાં આવતી હોય છે એ તો તમે જાણતા જ હશો. સોશિયલ મીડિયા પર રોજના લાખો વીડિયો વાયરલ થતા હોય છે.

કોઈ પોતાની તકલીફ ને વિડિયો દ્વારા લોકો સુધી પહોચાડે છે તો કોઈ પોતાની વસ્તુઓને લોકો સુધી પહોંચાડે છે. આ વાયરલ વીડિયોમાં ઘણા વિડિયો એવા હોય છે જેને જોઈને હસવું કે વ્યક્તિની નિંદા કરવી એ જ સમજ ન પડતી હોય.હાલમાં આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ એક ફળ વેચનાર વ્યક્તિનો વિડિયો છે. હાલમાં વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે લાલ કલરના શર્ટમાં જોવા મળી રહેલ વ્યક્તિ કેવી રીતે વર્તી રહ્યો છે. વીડિયોની શરૂઆતમાં આ વ્યક્તિ જોરથી બૂમો પાડી.

પોતાના હાથમાં રહેલા લીલા તરબૂચ ને ચાકુથી કાપી રહ્યો છે.સાથે જ કહી રહ્યો છે.ઉપરવાળા,નીચે વાળાં બધા જ જુઓ.જે બાદ એક બીજુ તરબૂચ હાથમાં લઈ ફરી જોરથી બૂમ પાડી રહ્યો છે.સાથે જ કોઈ વસ્તુ વડે ક્યારેક તરબૂચ પર તો ક્યારેક પોતાના માથા પર મારી રહ્યો છે.

જે બાદ કહી રહ્યો છે બધું જ લાલ મળશે,કપડા પણ લાલ,તરબૂચ પણ લાલ.એટલું જ નહિ વીડિયોમાં આ વ્યક્તિ પપૈયાં અને તરબૂચ ને હાથમાં રાખી બોલી રહ્યો છે મારા કરણ અર્જુન આવશે,લાલ,પીળા લાવશે.

જણાવી દઇએ કે આ વીડિયોને લાખો લોકોએ જોયો છે.જો કે વિડિયો જોયા બાદ કેટલાક લોકો તેના વખાણ કરી રહ્યા છે તો કેટલાક લોકોનું કહેવું છે કે આ વ્યક્તિ પૂરો પાગલ થઈ જશે.ઉલ્લેખનીય છે કે વીડિયો ક્યા શહેરનો છે તેમજ વિડિયો સાચો છે કે નહિ તે અંગે કોઈ પુષ્ટિ થઇ શકી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *