પ્રેમ સંબંધોના ઘણા બધા કિસ્સાઓ સામે આવતા રહે છે પ્રેમના અંજામ ઘણીવાર સારા હોય છે તો ઘણીવાર ખરાબ હોય છે કોઈને પોતાના પ્રેમ મળે છે તો કોઈને પ્રેમ મળતો નથી પરંતુ અહીંયા કિસ્સો ખૂબ અનોખો જોવા મળ્યો છે તાપી જિલ્લાના નિઝર તાલુકાના નેવાડા ગામમાં એક વર્ષ પહેલા જે પ્રેમી યુગલે ખુદ ખુશી કરી હતી.
એમની પ્રતિમા બનાવીને હવે 14 મી જાન્યુઆરી ના રોજ આદિવાસી રીતી રિવાજ અનુસાર લગ્ન કરાવી દિધા છે જાણીને અચરજ પામી જશો કોઈના ખુદ ખુશી બાદ કેમ લગ્ન થાય તો સમગ્ર ઘટના અનુસાર નિઝર તાલુકાના નેવાડા ગામે વશતા ગણેશ પાડવી અને રંજના પાડવી એક બિજા ને દિલોજાન થી પ્રેમ કરતા હતા.
બંને એકબીજા ની સાથે મરવા જીવવાની સોગંધ ખાધેલી બંને નુ પ્રેમ પ્રકરણ આખાય પંથકમા વ્યાપી ગયું હતું રંજના ના પરીવારજનો આ લગ્ન માટે તૈયાર ના થયા ગણેશ પોતાની પ્રેમીકા રંજના માટે કાંઈ પણ કરવા તૈયાર હતો બંને એ પોતાના પરીવારજનો ને લગ્ન માટે ખુબ વિનંતી કરી પરંતુ પરીવારજનો.
સમજવા તૈયાર નહોતા બંનેના લગ્ન બીજે નિર્ધારિત કરતા બંને પોતાના ઘેર થી મોડી રાત્રે ભાગી ગામના પાદર માં એક ઝાડ પર દોરડુ લટકાવી ને ખુદ ખુશી કરી લીધી આ ઘટનામાં બંનેનું પ્રાણ પંખેરું ઉડી ગયું જુવાનજોધ દિકરો દિકરી ગામના વડલે લટકતા જોઈ ગામ આખાયમા ફફડાટ.
ફેલાયો પરીવારજનો આક્રંદ કરવા લાગ્યા અને આ ઘટના બાદ સ્થાનિક લોકો ની માન્યતા મુજબ બંનેનો આત્મા ભટકવા લાગ્યો બંનેના આત્મા ની શાંતિ માટે બંનેના પરીવારજનો એક થયા અને બંનેની પ્રતિમા બનાવી અને 14 જાન્યુઆરી 2023 ના રોજ બંનેની પ્રતિમા એક સાથે રાખી ને.
આદીવાસી લગ્ન પહેરવેશ આદિવાસી રીતી રીવાજ મુજબ જેમ લગ્ન કરવામાં આવ્યા બંનેની પ્રતિમા પર ફૂલહાર પહેરાવીને બંનેને શ્રધાંજલિ આપવામાં આવી જેમ કોઈ જીવતા માણસના લગ્ન થાય એમ જ બંનેની પ્રતિમા ના લગ્ન કરવામાં આવ્યા હતા સ્થાનિક લોકો ની માન્યતા મુજબ બંનેની.
આત્મા હવે એક થઈ છે બંને ની મનોકામનાઓ પૂર્ણ થઈ છે પરંતુ આ ઘટના સામે આવતા ઘણા શિક્ષિત લોકો જણાવી રહ્યા છે કે જીવતા જો આ યુગલની ભાવનાઓ સમજી હોત તો બંનેના ખુદ ખુશી બાદ લગ્ન કરવાના પડત એવું જણાવી રહ્યા છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.