હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહેલા ધારા હત્યાકાંડ વિશે તો તમે જાણતા જ હશો.સૂરજ ભુવાજી અને ધારા કડીવાલ પાછલા કેટલાક મહિનાથી એકસાથે રહેતા હતા પરંતુ અચાનક જ સૂરજ ભુવાજી એ ધારાનો સાથ છોડી દીધો હતો એટલું જ નહિ તેમના મિત્રોએ ધારાને સોશિયલ મીડિયામાં બદનામ પણ કરી હતી.
જો કે વાત આટલે ન અટકતા છેતરપિંડીનો આ કિસ્સો હત્યા સુધી પહોંચ્યો હતો.સૂરજ ભુવાજી અને તેના મિત્ર ધારાને ચોટીલાની બાજુમાં આવેલા સુરજ સોલંકીના મૂળ ગામ વાટાવચ્છ ખાતે લઈ ગયા હતા. વાટાવચ્છ ગામની સીમમાં સુરજના ભાઈ યુવરાજ અને તેનો મિત્ર ગુંજન જોશીએ આવીને ધારા સાથે બોલાચાલી કરી હતી.
જે બાદ ગાડીમાં બેઠેલી ધારાને ગળે ટૂંપો દઈ મારી નાખવામાં આવી અને તેની લાશને સળગાવી દેવામાં આવી હતી. જો કે એક વર્ષથી ચાલી રહેલા આ કેસમાં આખરે હકીકત બહાર આવતા પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી છે.સોશિયલ મીડિયા મારફત આ કિસ્સાને જાણનાર દરેક વ્યક્તિ હાલમાં હાશકારો અનુભવી રહ્યો છે ત્યારે કબરાઉ મોઘલધામના બાપુએ પણ આ અંગે પોતાની વાત રજૂ કરી.
મણીધર બાપુએ આ કિસ્સા વિશે સાંભળતા જ કીર્તિ પટેલ ને ફોન કરી ધારાને ન્યાય અપાવવા બદલ તેનો આભાર માન્યો.તેમને કહ્યું કે સૂરજ જેવા ખોટા પાંખડીઓને સજા થવી જ જોઈએ.
જણાવી દઈએ કે ધારાના કેસ અંગે કીર્તિ પટેલે એક વર્ષ પહેલા દાવો કર્યો હતો કે ધારાના મોત પાછળ ભુવાજીનો હાથ છે અને આખુ કાવતરું રચવામાં આવ્યું છે.એટલું જ નહિ હાલમાં જ એક વીડિયોમાં કીર્તિ પટેલે કહ્યું કે સોશિયલ મીડિયા પર જાણીતા લોકો મોટા આઇડી વાળાં લોકો જો મદદ કરી હોત તો ધારાને જલ્દી ન્યાય મળી શક્યો હોત.