આજની પૈસા પાછળ ઘેલી બનેલી પેઢીમાં જ્યા પોતાના માટે કે પરિવાર માટે ધ્યાન આપવાનો સમય નથી હોતો એવામાં અમુક લોકો એવા પણ છે જે ન માત્ર પોતાના પરિવારની પરંતુ રસ્તે રાઝળતા અથવા માનસિક અશક્ત બનેલા લોકોની પણ કાળજી લઈ રહ્યા છે.
આવા જ એક વ્યક્તિ છે પોપટ ભાઈ આહીર.આજના યુવાનો જ્યા પ્રેમિકાના દગામાં દુઃખી થઈ જીવન ટૂંકાવવાનો વિચાર કરતા હોય છે એવામાં પોપટ ભાઈ આહીર જેવા યુવાન પોપટભાઈ ફાઉન્ડેશન નામની સંસ્થા દ્વારા રસ્તે રખડતા, માનસિક બીમાર, અથવા આર્થિક રીતે જરૂરિયાતમંદ વ્યક્તિને કરિયાણા થી માંડી મેડિકલ સારવાર પૂરી પાડી તેમના જીવનમાં બદલાવ લાવી રહ્યા છે.
હાલમાં જ પોપટભાઈ નો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ પાલીતાણાના એક વૃદ્ધની બીમારીનો ઈલાજ કરાવતા જોવા મળી રહ્યા છે.ભાવનગર જકાતનાકા પર પાછલા કેટલાય મહિનાથી અબીદ ભાઈ નામના એક વૃદ્ધ રખડતા જોવા મળી રહ્યા હતા .જેમની પીઠ પર ઘા ને કારણે ગેંગરીન થઈ ગયું હતું. આ અંગે પોપટભાઈને જાણ થતા તેમની ટીમ ત્યાં પહોંચી હતી.
જો કે પોપટભાઈને જોતા જ અબીદ ભાઈ તેમના પર ગુસ્સે થવા લાગ્યા હતા.તમે વીડિયોમાં જોઈ શકો છો કે તેઓ પોપટભાઈ સાથે જવા તૈયાર જ નથી.જો કે ટીમ અને પોપટભાઈ તેમને મનાવી પોતાની સાથે લઈ જવામાં સફળ રહે છે.જે બાદ તેઓ ડોકટરની સલાહ લીધા બાદ અબીદ ભાઈને પાલીતાણાના સોશિયલ મીડિયા આશ્રમ પર લાવી તેમના વાળ કાપી તેમના જીવનમાં એક નવી ઊર્જા ભરવાની શરૂઆત કરી રહ્યા છે.