આ દુનિયામાં અલગ અલગ લોકો હોય છે. કેટલાક લોકો એવા હોય છે જે પોતાની પાસે કશું જ ન હોવા છતાં પણ પોતાની આવડત અને મહેનત દ્વારા સફળતા મેળવી લેતા હોય છે તો બીજા કેટલાક લોકો એવા હોય છે જે બધી જ સુવિધા હોવા છતાં પણ એ જ ક્ષેત્રમાં એટલી ઊંચી સફળતા મેળવી શકતા નથી હોતા.
હાલમાં આ જ વાત ગુજરાતના એક ખેડૂતે સાબિત કરી બતાવી છે. સામાન્ય રીતે એવું કહેવામાં આવતું હોય છે કે ખેતીમાં મહેનત વધુ અને કમાણી સાવ ઓછી હોય છે, ઉપરાંત ખેતી માટે પૂરતી જમીન હોય તો જ ખેતી થઈ શકે. પરંતુ પાટણના આ ખેડૂતે સાબિત કરી બતાવ્યું છે કે સારી ખેતીનો આધાર જમીન સાથે તમારી આવડત પર પણ છે તો ચાલો આજના આ લેખમાં તમને જણાવીએ કે પાટણના આ ખેડૂત અને તેની ખેતીની એવી તો શું ખાસિયત છે કે જેની ચર્ચા ગુજરાતભરમાં કરવામાં આવી રહી છે.
પહેલા તો તમને જણાવી દઈએ કે આ ખેડૂતનું નામ પ્રતીક બારોટ છે જેઓ પાટણ જિલ્લાના જંગરાલના રહેવાસી છે. તેઓ પાછલા કેટલાય વર્ષથી કપાસનું ઉત્પાદન કરે છે.એટલું જ નહિ તેઓ આ ઉત્પાદન માટે ૨૩ વાર એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે. તમને થશે કે તેમની પાસે ખૂબ જ મોટી જમીન હશે? તો તમને જણાવી દઈએ કે તેઓ માત્ર એક એકર જમીનમાં જ કપાસનું વાવેતર કરે છે. ખાસ વાત તો એ છે કે જે આપણા ગુજરાતના અમુક જિલ્લાના ખેડૂતો બે ત્રણ એકરમાં પણ પૂરતા કપાસનું વાવેતર કરી શકતા નથી ત્યાં પ્રત્યેક ભાઈ પોતાની એક વીઘા જમીનમાં ૯૦ મણ કપાસનું વાવેતર કરે છે.
પ્રદીપભાઈ પાછલા કેટલાય વર્ષોથી સળંગ પોતાની એક વીઘા જમીનમાં કપાસનો પાક લઈ રહ્યા છે. જો કે તેમનું કહેવું છે કે તેમને બીજા ખેડૂતો કરતા પોતાની પાક વાવવાની પદ્ધતિમાં થોડોક ફેરફાર કર્યો છે. તેઓ કપાસ માટે છાણીયા ખાતરનો ઉપયોગ કરે છે, તેઓ બજારથી આ ખાતર લાવ્યા બાદ થોડા સમય સુધી તેને પડી રહેવા દે છે. આ ઉપરાંત તમનું કહેવું છે કે તેઓ સવારે ૫ વાગ્યાથી ૯ વાગ્યા સુધીમાં જ પોતાના પાકને ખાતર આપે છે.
એક ઇન્ટરવ્યુ દરમિયાન પ્રતિકભાઈએ જણાવ્યું કે તેમનું પાણી ખારું છે તેમની જમીન રેતાળ છે જેના કારણે તેઓ પાક લેવાની શરૂઆત કરતા પહેલા જમીનમાં જીપ્સમ ખાતર નાખીને તેને રહેવા દે છે. જે બાદ તેઓ તેમાં છાણીયું ખાતર નાખી બેડ બનાવી તેમાં કપાસ રોપે છે અને બાદમાં તેમાં પાણી નાખી દે છે. તેમને જણાવ્યું કે, કપાસ ૩૫ દિવસનું થાય તે બાદ જ તેઓ ડીએસપી, મેગ્નેશિયમ પોટાશ, સલ્ફર, સલ્ફેટ વગેરે ભેગુ કરી ખાતર આપે છે.
તમને થશે કે વરસાદમાં શું કરવું? વરસાદ સમયે કપાસ ઊગતો જ ન હોય તો? તો ચોમાસા મુદ્દે વાત કરતાં પ્રતિકભાઈએ જણાવ્યું કે કપાસમાં ચોમાસાનું પાણી લાગી જાય તો બીજા જ દિવસે કૂવાનું પાણી આપી દેવું જોઈએ. આ સાથે જ ૫ કિલો એમોનિયમ સલ્ફેટ અને ૯૦% સલ્ફર ભેગું કરી ખાતર આપવું. તે બાદ પાણી આપી દેવું. સાથે જ પ્રતિકભાઈ નું કહેવું છે કે, ખેડૂતે પોતાના ખેતરમાં પાકની ફેરબદલી કરતા રહેવું જોઈએ, તેમજ સમય સમય પર જમીનનું પરીક્ષણ પણ કરાવવું જોઈએ.
વાત કરીએ કપાસના ઉત્પાદનમાં ધ્યાન રાખવા જેવી બાબતો અંગે તો પ્રતીક ભાઈના જણાવ્યા અનુસાર કોઈ અન્ય વ્યક્તિના કહેવા પર કપાસમાં અલગ અલગ પ્રકારની દવાઓનો છંટકાવ ન કરવો જોઈએ જણાવી દઈએ કે પ્રતિકભાઇના પિતા પણ આ જ ખેતી સાથે સંકળાયેલા છે તેમને પણ પ્રતિકભાઈની જેમ જ અનેકવાર એવોર્ડ મળ્યા છે.