કહેવાય છે ને કે ગુજરાતીઓ ક્યાંય પાછા ન પડે, વાત ધંધાની હોય કે જ્ઞાનની ગુજરાતીઓએ હમેશા પોતાની આવડત દરેક ક્ષેત્રમાં સાબિત કરી ખૂબ જ નામના મેળવી છે.દુનિયામાં કેટલા એવા ગુજરાતીઓ છે જેમને નાની ઉંમરે પોતાની આવડત અને જ્ઞાનને આધારે પોતાના ક્ષેત્રમાં કે વિશ્વમાં સફળતાનો ડંકો વગાડ્યો હોય આજના આ લેખમાં અમે એક એવા જ ગુજરાતી વિશે વાત કરવાના છીએ. ખાસ વાત તો એ છે કે આ ગુજરાતી કોઈ ૩૦ કે ૫૦ વર્ષનો વ્યક્તિ નહિ પરંતુ માત્ર ૧૦ વર્ષનો બાળક છે. જો કે ૧૦ વર્ષની ઉંમરમાં પણ આ ગુજરાતી બાળકની યાદશક્તિ એટલી વધુ છે કે તે કોઈપણ આઇપીએસ કે આઈએસ પરીક્ષા આપનાર ને પણ પાછા પાડી દે. અમે વાત કરી રહ્યા છીએ હાલમાં જ સોની ટીવી ના શો કેબીસીમાં પોતાના જ્ઞાન વડે ગુજરાતનું નામ રોશન કરનાર અર્જુન ત્રંબોડિયા વિશે.
કેબિસી શો માં જે પ્રશ્નોના જવાબ આપતા યુવાનો પણ હાંફી જતા હોય છે તેવા અઘરા પ્રશ્નોના જવાબ અર્જુને કેટલી સરળતાથી અને ઝડપથી આપ્યા હતા તે તો તમે જોયું જ હશે. આ ૧૦ વર્ષીય બાળકે શોમાં ૨૫ લાખની રકમ જીતી ગુજરાતનું નામ તો રોશન કર્યું જ છે પરંતુ હાલમાં આ બાળકનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેના જ્ઞાન અને યાદશક્તિ નો ફરી એકવાર પરચો જોવા મળી રહ્યો છે.
હાલમાં સામે આવેલા આ વીડિયોમાં અર્જુનને કેટલાક સવાલો પૂછવામાં આવી રહ્યા છે અને અર્જુન ક્યાંય પણ અટક્યા વગર દરેકે દરેક પ્રશ્નનો સચોટ જવાબ આપતો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં અર્જુનને દરેક જવાબ યાદ કરવા માટે જરા પણ સમય લેવાની જરૂર પડતી નથી. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે જેમ કોઈ રોબોટ પોતાની ચીપમાં ફીટ કરેલા જવાબ આપી રહ્યો હોય તેવી જ રીતે અર્જુન ફટાફટ જવાબ આપતો જોવા મળી રહ્યો છે.
ખાસ વાત તો એ છે કે અર્જુન કોઈ એક ક્ષેત્ર વિશેના નહિ બધા જ ક્ષેત્ર વિશેના સાચા જવાબ આપી રહ્યો છે. અર્જુનને વિશ્વના મોટા દેશ વિશે પૂછો, કે વિજ્ઞાનની કોઈ શોધ વિશે ક્રિકેટના રન વિશે પૂછો કે નદીઓ વિશે તે રોબોટની જેમ અટક્યા વિના તરત જ જવાબ આપતો જોવા મળી રહ્યો છે. સાથે જ અર્જુન હાલના અયોધ્યાના રામ મંદિર અંગે પૂછવામાં આવતા સવાલોના પણ જવાબ આપતો જોવા મળી રહ્યો છે. અર્જુનને યાદ છે કે હાલમાં જ અયોધ્યામાં રામ મંદિર માટે ૩ હજાર પંડિતો નું ઇન્ટરવ્યૂ થયું હતું જેમાંથી ૧ મોહિત પાંડેની પસંદગી કરવામાં આવી હતી એવા લોકો કે જેઓ ઉંમર અને પરિસ્થિતિ પર પોતાની અસફળતાના દોષ નાખતા હોય છે તેવા લોકો માટે અર્જુનનો આ કિસ્સો ખૂબ જ પ્રેરણાદાય છે.