ભારતભરમાં જો સર્વે કરવામાં આવે તો કોઈ વ્યક્તિ જ બાકી રહ્યો હશે જેને ટીવી ચેનલ સેટ મેક્સ પર બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચન ની ફિલ્મ સૂર્યવંશમ જોઈ નહીં હોય ફિલ્મ સુર્યવંશમ જે 1999 મા રીલીઝ થઇ હતી જે બોક્સ ઓફિસ પર ખાશ કમાલ કરી શકી નહોતી પરંતુ આ ફિલ્મ ને ટીવી ચેનલો.
પર વારંવાર પ્રસારીત કરવામાં આવે છે જેના કારણે આ ફિલ્મ ને નવી પેઢી દર અઠવાડિયે જોઈ કંટાળી ચુકી છે તાજેતર માં એક વ્યક્તિ આ ફિલ્મ વારંવાર જોઈ એટલી હદે કંટાળી ગયો કે તેને ટીવી ચેનલ સેટ મેક્સ ને પત્ર લખી મોકલાવી દીધો અને સોશિયલ મીડિયા પર આ વ્યક્તિ નો લખેલ પત્ર ખુબ વાઈરલ થઈ રહ્યો છે.
જેમા તે વ્યક્તિ એ લખેલા પત્રમાં વિષયમાં સુચના મા માહીતી પ્રાપ્ત કરવાનો અધિકાર 2005 નો ઉલ્લેખ કરીને લખ્યું છે કે મહોદય આપની પાસે ફિલ્મ સુર્યવંશમ દેખાડવાનો અધિકાર છે તમારી કૃપાથી હું આને મારો પરીવાર હિરા ઠાકુર અને તેમના પરીવાર ગૌરી રાધા અને અન્ય બધાને સારી રીતે ઓળખી ગયા છીએ.
અમને બધાને તમારી વારંવાર પ્રસારિત થઈ રહેલી ફિલ્મ સુર્યવંશમ નો દરેક સીન મોઢે યાદ રહી ગયો છે હું તમને પૂછવા માગું છું કે કેટલી વાર તમારી ચેનલ પર આ ફિલ્મનું પ્રસારણ કરવામાં આવ્યું છે અને ભવિષ્યમાં પણ કેટલી વાર તમારી ટીવી ચેનલ પર આ ફિલ્મનું પ્રસારણ કરવામાં આવશે જો વારંવાર.
પ્રસારણ કરવાથી અમારી માનસિક અવસ્થા પર કોઈ અસર પડે પાગલપન આવે તો એનો જવાબદાર કોણ રહેશે મહેરબાની કરીને આનો જવાબ આપવા વિનંતી કરું છું આ પત્ર પર લોકો ખુબ મજાક બનાવી શેર કરી રહ્યાં છે ઘણા બધા લોકો આ પત્ર પર મિમ્સ વિડીઓ પણ બનાવી રહ્યા છે.