અક્ષય કુમાર અત્યારે એમની ફિલીઝ થનાર ફિલ્મ રક્ષાબંધન ચર્ચામાં છે અક્ષયની આ ફિલ્મ આવતી કાલે એટલે કે 11 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે હાલમાં તેઓ અત્યારે ફિલ્મના પ્રમોશનમાં લાગેલ છે એવામાં ફિલ્મના પ્રમોશન માટે અક્ષય કુમાર અને એમની ટીમ સાથે દિલ્હી પહોંચી હતી અહીં અક્ષયે એક ઈવેન્ટમાં ભાગ લીધો હતો.
જ્યાંથી અક્ષયનો એક વીડિયો વાયરલ થયો છે આ વીડિયોમાં અક્ષય ખાસ ડાન્સર સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોને જોઈને ખેલાડીના ચાહકો તેના જોરદાર વખાણ કરી રહ્યા છે પરંતુ અહીં નવાઈ ની વાત એ હતી કે અક્ષય કુમાર સામે એક એવો યુવાન ડાન્સ કરી રહ્યો હતો જેના બંને પગમાંથી એકપણ પગ ન હતો.
તેમ છતાં આ યુવકે ડાન્સ કરવામાં અક્ષય કુમારને પણ પાછળ છોડ્યા હતા જેમનો વિડિઓ અત્યારે પવનની જેમ વાયરલ થઈ રહ્યો છે અક્ષય કુમારની ફિલ્મ રિલીઝ પહેલા લોકો બાયકોટ કરવાનું કહી રહ્યા છે તેના પર અક્ષય કુમારે કહ્યું હતું આ એક આઝાદ દેશ છે અને અહીં કોઈ પણ કંઈ પણ કરી શકે છે અમારી ફિલ્મો દેશના અર્થતંત્ર માટે મદદ રૂપ થશે એટલે બાયકોટ ન કરો.