વિકલાંગ લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ચાલવામાં તથા બેસીને કામ કરવા માટે પણ તેમને મુશ્કેલીઓ પડે છે અહીં એક એવા જ વ્યક્તિની આપણે વાત કરવાના છીએ જેમનું નામ અશોકભાઈ છે તે દિવ્યાંગ છે પરંતુ તે હાર નથી માનતાં હમેશા કામની શોધમાં રહે છે ત્યાં આ ફાઉન્ડેશને તેમની મદદ કરી છે અને તેમને એક કેબીન બનાવીને આપી છે ચાલો જાણીએ કેવી રીતે તેઓ અશોકભાઈને મળ્યા.
અશોકભાઈ એક વડલા નીચે બેઠા હતા ત્યારે પોપટભાઈ ફાઉન્ડેશનના લોકો ત્યાંથી જઈ રહ્યા હતા ત્યારે પોપટભાઈએ તેમને ત્યાં જોયા અને પોપટભાઈ તેમના પાસે ગયા અને ત્યાં બેસીને તેમની સાથે વાત કરી ત્યારે ખબર પડી કે તે કામની શોધમાં છે તેમને જે કામ મળે તે કરવા માટે તૈયાર છે તેમના ઘરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે તેમના પિતા નો હાલમાં જ ઓપરેશન થયું હતું અને તેમને આરામ કરવાનું ડોક્ટરે કહ્યું છે તેમના ઘરે મહિલા ડાયમંડ લગાવે છે અને ઘરનું ગુજરાન ચલાવે છે અને અશોકભાઈ અહીં બેસીને જે તેમને કામ મળે તે કરે છે.
અશોકભાઈ ના પગનુ ફેકચર થવાથી તે ચાલી નથી શકતા બરાબર અને તેમને ડોક્ટરે કહ્યું હતું કે તમને ઓપરેશન કરાવવું પડશે નહીં તો પગ કપાવો પડશે તેથી તે ખૂબ જ દુઃખદ પરિસ્થિતિમાં હતા ત્યારે તે પોપટભાઈને મળ્યા અને પોપટ ભાઈએ તેમને મદદ કરવાનો નિશ્ચય લીધો પોપટભાઈ અશોકભાઈ સાથે તેમના ઘરે ગયા અને અશોકભાઇના પત્ની અને અશોકભાઈ સાથે તેમણે વાત કરી અશોકભાઈને પૂછ્યું તમને કેવું કામ કરવું છે ત્યારે અશોકભાઈએ કહ્યું કે મને કોઈ સ્થાનિક કામ આપી દો તો મારું ગુજરાન ચાલી શકે ત્યારે પોપટભાઈએ તેમને એક કેબીન લઈ આપી.
આ કેબિનમાં જરૂરિયાત વસ્તુઓનું સામાન પણ એકઠું કરીને આપ્યું અને તેમની દુકાન સજાવીને આપી જ્યાં કોલગેટ શેમ્પુ ચોકલેટ સાબુ જેવી વસ્તુઓનો સમાવેશ હતો આ કેબીન હેતલબેન તરફથી આપવામાં આવી હતી જે અમેરિકાના રહેવાસી છે અશોકભાઇએ તેમનો આભાર માન્યો ત્યારબાદ કેબિનમાં ભગવાનની સ્થાપના કરીને પૂજા-આરતી કરવામાં આવી અને કેબીનમાં કામ કરવાનું ચાલુ કર્યું આમ પોપટભાઈએ મહેનતુ અશોકભાઈની મદદ કરીને તેમની સમસ્યાઓનો નિકાલ કર્યો.