કહેવત છેને કે પ્રેમ આંધળો હોય છે પ્રેમમાં માણસ ગમે તે હદે જતા હોય તેવું આપણે જોઈએ છીએ કંઈક આવી જ ઘટનમાં અમદાવાદના મેઘાણીનગરમાં બની છે બંને યુવક યુવતી સોસીયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામમાં મળ્યા હતા યુવતી પ્રેમમાં એટલી પાગલ થઈ ગઈ તે તેના પ્રેમીને મેળવવા પાકિસ્તાન બોર્ડર સુધી પહોંચી ગઈ હતી.
પાકિસ્તાન બોર્ડર સુધી પહોંચેલ યુવતીની ઉંમર માત્ર 17 વર્ષ છે જયારે સામે યુવકની ઉંમર 18 વર્ષની હતી હકીકતમાં 17 વર્ષની કિશોરી અને 18 વર્ષનો રોહિતને છેલ્લા 2 વર્ષથી પ્રેમ હતો યુવતી યુવકને મેળવવા માટે દિલ્હી થઈને પંજાબમાં આવેલા ફઝલીકા જિલ્લાના લમચોર ગામ જે પાકિસ્તાન બોર્ડરથી 4 કિલોમીરના અંતરમાં આવેલ છે ત્યાં પહોંચી ગઈ હતી.
યુવતીની ઉંમર નાની હોવાથી પિતાએ ફરિયાદ દાખલ કરાવી હતી હાઇકોર્ટમાં હેબિયર્સ દાખલ થયા પછી પોલોસની ટીમે એક ઓપરેશન હાથ ધર્યું હતું ત્યારબાદ યુવતી મળી આવી હતી યુવક સહિત તેના પિતાની પણ પોલીસે ધરપકડ કરી હતી કારણ તેના પિતા પણ તેમાં મદદગારીમાં હોવાનું સામે આવ્યું.
અહીં નવાઈની વાત એ છેકે 18 વર્ષના કિશોરે પંજાબના ચંડીગઢ હાઇકોર્ટમાં પોલીસ પ્રોટેક્શન માટે અરજી પણ કરી હતી અહીં પોલીસ ઓપરેશન પાર પાડીને પિતાને એમની પુત્રી સોંપવામાં આવી જયારે સામે પુત્ર અને પિતા સામે કેસ નોંધીને સળિયા ગણતા કરી દેવમવ આવ્યા છે મિત્રો આ મામલે તમે શું કહેશો.