ભારતના સૌથી મોટા બિઝનેશમેન એટલે મુકેશ અંબાણી જેમના તમે બધા પરિચિત હશો પરંતુ મિત્રો આજે આપણે એમના બાળપણના મિત્ર મનોજ મોદી વિશે આ પોસ્ટ દ્વારા જાણીશુ બંને મિત્રો એકબીજા પર ખુબ ભરોસો કરે છે મુકેશ અંબાણીએ પોતાના આ ખાસ મિત્રને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં એક ખાસ સ્થાન આપ્યું છે
કહેવાય છેકે રિલાયન્સની જેટલી પણ ડીલ થાય છે એમની પાછળ મનોજ મોદીનો મહત્વપૂર્ણ ફાળો હોય છે એવું પણ કહેવાય છેકે મુકેશ અંબાણીનો ડાબો હાથ ગણાય છે મનોજ મોદી પોતાનું જીવન સામાન્ય રીતે જીવવું પસંદ કરે છે તેઓ હાઈલાઈટ થવાનું પસંદ નથી કરતા તેઓ પડદા પાછળ રહીને રિલાયન્સમાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે.
કહેવાય છેકે રિલાયન્સ જીઓમાં રોકાણ કરવા રાજી થયું હોય તો મનોજ મોદીના કારણે મીડિયા રિપોર્ટ મુજબ મુકેશ અને મનોજની મિત્રતા સ્કૂલમાં થઈ હતી જયારે તેઓ મુંબઈની હિલ ગ્રૉન્જે સ્કૂલમાં અભ્યાસ કરતા હતા મિત્રતાની ત્યારથી શરૂ થયેલી હજુ ચાલુ છે તેમણે 1980માં મનોજ મોદીને રિલાયન્સમાં જોડ્યા આ પછી.
2007 માં તેમને રિલાયન્સ રિટેલના CEO બનાવવામાં આવ્યા અહીં નવાઈની વાત એ છેકે મનોજ મોદીએ ધીરુભાઈ અંબાણી સાથે પણ કામ કર્યું છે અને મુકેશ અંબાણી સાથે કામ કર્યું અને હવે તેમના પુત્ર આકાશ અંબાણી સાથે કામ કરી રહ્યા છે એટલે કે મનોજે અંબાણી પરિવારની ત્રણેય પેઢીઓ સાથે કામ કર્યું છે.
એસિયન્ટ ન્યૂઝની રિપોર્ટ મુજબ આ વર્ષની શરૂઆતમાં મુકેશે અંબાણીએ મનોજને પંદરસો કરોડ રૂપિયાનો આલીશાન બંગલો ગિફ્ટ કર્યો હતો અને આ બંગલો 22 માળનો છે તેમાં લગભગ તમામ સુવિધાઓ આપવામાં આવીછે આ સિવાય ઘરની દેખભાળ અને અન્ય કામ માટે 175 નોકરોની મોટી ફોજ પણ આપવામાં આવેલ છે.