ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં લોક સેવા ના કાર્યો થકી નિરાધાર વૃદ્ધ અશક્ત બેસહારા ભિક્ષુકો જેવો રસ્તા પર ગુમનામી ભર્યું જીવન વ્યતિત કરે છે એમની હંમેશા મદદ કરવા આતુર રહેતા તેમને તેમના પરીવાર સુધી પહોંચવા માટે કાર્યો કરી પોતાના આશ્રમમાં રહેવા માટે આશરો આપતા પોપટભાઈ આહીર.
તાજેતરમાં બરોડા સુસનરોડ પર નિતેશ ખંડોર નામના વ્યક્તિ ની માહીતી મળતા પોપટભાઈ પહોંચ્યા હતા નિતેશ નામના વ્યક્તિ ની માનસિક હાલત અસ્વસ્થ જણાતી હતી કડકડાટ અંગ્રેજી બોલતો હતો અને પોતાને તે ફાઈનાન્સ નો કર્મચારી જણાવતો હતો એની ભાષા એ પણ અંગ્રેજી સાભંણીને પોપટભાઈ પણ ચોંકી ગયા હતા.
ખુબજ મેલાદાટ અને ફાટેલા તૂટેલા કપડા વાળ અને ડાઢી વધી ગયેલા આ વ્યક્તિને જોતા પોપટભાઈ વિચારમાં પડી ગયા હતા. હજુ બાજુના લોકોથી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેને કોઈપણ કપડા પહેરવા માટે આપે છે તો તે એ કપડા પહેરતું નથી અને બીજા લોકોને દાનમાં આપી દે છે.
પોતે આવી રીતે રસ્તા પર કડકટથી ઠંડીમાં પણ ઉઘાડો રહે છે અંગ્રેજી ભાષા માંથી દરેક વ્યક્તિ સાથે વાત કરે છે ખૂબ જ હોશિયાર અને શિક્ષિત હોવા છતાં પણ આ વ્યક્તિની કેવી રીતે આવી હાલત થઈ તે જાણવા મળ્યું નહીં પરંતુ પોપટભાઈ આહિરે તેને પોતાની સાથે સોશિયલ મીડિયા આશ્રમ આવવાનું.
જણાવતા તે તૈયાર થઈ રહ્યો નહોતો પોપટભાઈ સાથે તે બેસવા પણ રાજી નહોતો મારે કાંઈ તમારું ખાવું પીવું નથી પરંતુ મને તમે અહીં એકલો છોડી દો એમ જણાવી રહ્યો હતો પોપટભાઈ આહિરે તેના પોતાની સાથે લઈ જવાનો પ્રયત્ન કર્યો તો તેને પોપટભાઈ નો હાથ દબાવી મરડી નાખ્યો.
પોપટભાઈ આહીર એ છતાં પણ તેને પોતાની સાથે ગાડીમાં લોકોને મદદ થી બેસાડ્યો અને તેને સોશિયલ મીડિયા આશ્રમ પર લાવીને તેની સ્થિતિ સુધારવા માટે તેને વાળ કાપી સ્વચ્છ કપડા પહેરવા આપ્યા તેને પોતાના આશ્રમમાં સ્થાન આપી ને લોકોને અપીલ કરી કે જે કોઈ આ ભાઈના.
પરીવાર ને જાણતા હોય કે તેમનો પરીવાર મારો વિડીઓ જોવે તો મારો સંપર્ક કરે જ્યાં સુધી તેમનો પરિવાર તેમને નહીં મળે ત્યાં સુધી તે અમારા આશ્રમમાં અહીં રહેશે પોપટભાઈ આહીર ની આ કામગીરી વાચક મિત્રો જો આપને પસંદ આવી હોય તો આ પોસ્ટને અન્ય મિત્રોને શેર જરૂર કરજો.