Cli

32 વર્ષથી ક્યાં ગુમ છે બોલિવૂડ એક્ટર રાજ કિરણ? પરિવારમાં કોણ કોણ છે?

Uncategorized

રિપોર્ટ્સ મુજબ, જ્યારે રાજ કિરણનું કરિયર ખતમ થવા આવ્યું ત્યારે તેઓ ડિપ્રેશનમાં સરી પડ્યા હતા. ત્યારે તેઓ પારિવારિક સમસ્યાનો પણ સામનો કરી રહ્યા હતા. એક રિપોર્ટ મુજબ, વર્ષ 2000માં રાજ કિરણ ન્યૂયોર્કમાં ટેક્સી ચલાવીને જીવનનું ગુજરાન ચલાવતા હતા. વર્ષ 2011માં એક્ટર ઋષિ કપૂરની મુલાકાત અમેરિકામાં રાજ કિરણના ભાઈ સાથે થઈ હતી ત્યારે એવું જાણવા મળ્યું હતું કે એક્ટર રાજ કિરણ કોઈ મેન્ટલ હોસ્પિટલમાં છે.

અર્થ, હિપ હિપ હુર્રે, ઘર હો તો એસા, કર્ઝ, તેરી મહેરબાનિયા, વારિસ, રાજ તિલક, બસેરા, એક નયા રિશ્તા જેવી ઘણી બોલિવૂડ ફિલ્મોમાં એક્ટિંગ કરનાર અભિનેતા રાજ કિરણ તમને યાદ છે? કારણકે, રાજ કિરણ છેલ્લાં ઘણાં વર્ષોથી ગુમ છે. તેઓ 100 કરતા પણ વધારે બોલિવૂડ ફિલ્મોમાં એક્ટિંગ કરી ચૂક્યા છે. તારીખ 19 જૂન, 1949ના દિવસે મુંબઈમાં જન્મેલા એક્ટર રાજ કિરણ વિશે થોડા સમય પહેલા એવા સમાચાર વહેતા થયા હતા કે તેઓ એટલાન્ટાની એક મેન્ટલ હોસ્પિટલમાં છે. ત્યારે રાજ કિરણની દીકરી રિશિકાએ કહ્યું હતું કે મારા પિતા હજુ પણ ગુમ છે. તેઓ મેન્ટલ હોસ્પિટલમાં હોવાની વાત ખોટી છે.

રાજ કિરણની દીકરીનું નામ રિશિકા મહતાની શાહ છે. તે એક બ્લોગર અને જ્વેલરી ડિઝાઈનર છે. તે સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર પણ એક્ટિવ છે. રિશિકા આજે પણ પિતા રાજ કિરણને યાદ કરે છે અને તેઓની બર્થ ડે પર તારીખ 19 જૂને ફોટો શેર કરે છે. રાજ કિરણની દીકરી રિશિકા મહતાનીએ વર્ષ 2014માં બૉયફ્રેન્ડ રવિ શાહ સાથે લગ્ન કર્યા. લગ્ન પહેલા તેમણે ઘણાં વર્ષો એકબીજાને ડેટિંગ કર્યું હતું.

રિપોર્ટ મુજબ, એક્ટર રાજ કિરણની રિશિકા સિવાય પણ એક દીકરી છે કે જેનું નામ મન્નત મહતાની છે. તે અમેરિકામાં રહે છે. રાજ કિરણની પત્નીનું નામ રૂપા હતું. રિપોર્ટ્સ મુજબ, રાજ કિરણની ઘણાં વર્ષ સુધી રાહ જોયા પછી તેમણે બીજા લગ્ન કરી લીધા અને હવે તેમનું નામ રૂપા મશરૂવાલા છે.

રિપોર્ટ્સ મુજબ, જ્યારે રાજ કિરણનું કરિયર ખતમ થવા આવ્યું ત્યારે તેઓ ડિપ્રેશનમાં સરી પડ્યા હતા. ત્યારે તેઓ પારિવારિક સમસ્યાનો પણ સામનો કરી રહ્યા હતા. એક રિપોર્ટ મુજબ, વર્ષ 2000માં રાજ કિરણ ન્યૂયોર્કમાં ટેક્સી ચલાવીને જીવનનું ગુજરાન ચલાવતા હતા. વર્ષ 2011માં એક્ટર ઋષિ કપૂરની મુલાકાત અમેરિકામાં રાજ કિરણના ભાઈ સાથે થઈ હતી ત્યારે એવું જાણવા મળ્યું હતું કે એક્ટર રાજ કિરણ કોઈ મેન્ટલ હોસ્પિટલમાં છે. પણ, રાજ કિરણની દીકરી રિશિકાએ આ વાત નકારી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *