Cli

કેપ્ટન સ્મિત મચ્છર પર રૂપિયાનો વરસાદ, જાણો કોણે કેટલું આપ્યું ઈનામ?

Uncategorized

ફ્લાઈદુબઈની ફ્લાઇટ (FZ1073)માં પોતાનો જીવ જોખમમાં નાખીને 174 મુસાફરોના જીવ બચાવનાર ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરના ચારેકોર ભરપૂર વખાણ થઈ રહ્યા છે. મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાના જીવને જોખમમાં નાખી મુસાફરોના જીવ બચાવનાર સ્મિતને સન્માનની સાથે-સાથે લાખો-કરોડો રૂપિયાના ઈનામ પણ મળી રહ્યા છે.

ફ્લાઈદુબઈની ફ્લાઇટ (FZ1073)માં પોતાનો જીવ જોખમમાં નાખીને 174 મુસાફરોના જીવ બચાવનાર ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરના ચારેકોર ભરપૂર વખાણ થઈ રહ્યા છે. દેશ-વિદેશના દિગ્ગજ નેતાઓ તેમની હિંમતને બરદાવી રહ્યા છે. તમામ ટીવી ચેનલો અને સોશિયલ મીડિયા પર મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના સ્મિત મચ્છરનું નામ જ ગૂંજી રહ્યું છે. મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાના જીવને જોખમમાં નાખી મુસાફરોના જીવ બચાવનાર સ્મિતને સન્માનની સાથે-સાથે લાખો-કરોડો રૂપિયાના ઈનામ પણ મળી રહ્યા છે. તેમને મેનફાઈન્ડ ફાર્મા, ગુજરાત સરકાર અને રાજ્યસભાના સાંસદે રોકડ પુરસ્કાર પણ આપવાની જાહેરાત કરી છે.

મેનકાઇન્ડ ફાર્માએ આપ્યા 1 કરોડ રૂપિયા – સ્મિત મચ્છરને સૌથી મોટું રોકડ ઇનામ મેનકાઇન્ડ ફાર્મા તરફથી મળ્યું છે. કંપનીએ તેમના અને તેમના પરિવાર માટે 1 કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું કે, સ્મિત મચ્છરે પોતાના જીવની ચિંતા કર્યા વગર ક્રૂ અને મુસાફરોની સુરક્ષા કરી છે, જે જવાબદારીની મિસાલ છે.

ગુજરાત સરકારનું 25 લાખનું ઇનામ – સ્મિત મૂળ ગુજરાતના છે. તેમની બહાદુરી જોઈને ગુજરાત સરકારે તેમને ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા પુરસ્કાર’ આપવાની જાહેરાત કરી છે. સાથે જ સરકારે 25 લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપવાની પણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 1 ઓક્ટોબરે આ જાહેરાત કરી હતી

રાજ્યસભાના સાંસદે પણ કરી 25 લાખની જાહેરાત – આ ઉપરાંત રાજ્યસભા સાંસદ વિક્રમજીત સિંહ સાહની (સન ફાઉન્ડેશન)એ પણ સ્મિત મચ્છર માટે 25 લાખ રૂપિયાના સ્મિત મચ્છર શૌર્ય પુરસ્કારની જાહેરાત કરી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ સ્મિત મચ્છરને રાષ્ટ્રીય કક્ષાનો બહાદુરી પુરસ્કાર આપવાની માંગ પણ કરી છે. એટલું જ નહીં, ફેડરેશન ઑફ ઇન્ડિયન પાઇલટ્સ (FIP) અને અન્ય જનપ્રતિનિધિઓએ વડાપ્રધાનને તેમને રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર અથવા અશોક ચક્ર આપવાની વિનંતી કરી છે.

ફ્લાઇટમાં શું થયું હતું? – 30 સપ્ટેમ્બરે ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 દુબઈથી તેલ અવીવ જઈ રહી હતી. વિમાનમાં 174 લોકો સવાર હતા. આ દરમિયાન વિમાનના કૉકપિટમાં કો-પાયલટે સ્મિત મચ્છર પર હુમલો કર્યો હતો. આ દરમિયાન કેપ્ટન સ્મિત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. લોહીથી લથપથ થવા છતાં તેમણે વિમાનને સંભાળી રાખ્યું હતું. પછી વિમાનને સાઉદી અરબના તબુક એરપોર્ટ તરફ વાળવામાં આવ્યું અને સલામત લેન્ડિંગ કરાવવામાં આવ્યું. આ રીતે વિમાનમાં સવાર તમામ 174 મુસાફરોનો જીવ બચી ગયો. ઘટનાની તપાસ હજુ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *