Cli

બન્ને ભાઈઓનું મૃત્યુ એક સાથે કેમ ? જાણીને હેરાન થઈ જશો!

Uncategorized

નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાના જીવન, સંઘર્ષ અને સંગીત સફરની આ વાર્તા છે. કલ્પના કરો કે એક એવો સમય હતો જ્યારે ખાવાના પણ ફાંફા હતા, પણ મનમાં સંગીત અને કલા પ્રત્યેનો ગાઢ પ્રેમ હતો. આપણે ક્યારેય પક્ષીઓ કે કુદરતની દિશાઓ બદલી શકતા નથી, તેવી જ રીતે માણસનું મૃત્યુ પણ નિશ્ચિત છે. પણ જો સપના સાચા હોય, તો સંઘર્ષના દિવસો પછી જીવન આખું બદલાઈ જાય છે.

નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાની જોડી એટલે ગુજરાતની એવી જોડી, જેમણે ગરીબી અને મોટાવરણાના ભેદભાવ વચ્ચેથી આવીને ઇતિહાસ રચ્યો. લોકો આ જોડીને રામ-લક્ષ્મણની જોડી કહેતા હતા.મહેશ કનોડિયા દિલની બીમારીથી પીડિત હતા. તેઓ સંગીતના કિંગ હતા. જ્યારે પણ સ્ટેજ શો થતા, ત્યારે મહેશભાઈ પોતાની ગાયકીથી લોકોને મંત્રમુગ્ધ કરી દેતા. તેઓ એક એવા કલાકાર હતા જે પુરુષ અને સ્ત્રી બંનેના અવાજમાં ગાઈ શકતા હતા. તેઓ ક્યારેક મુકેશજીના અવાજમાં, ક્યારેક મોહમ્મદ રફી સાહેબના અવાજમાં તો ક્યારેક લતા મંગેશકરના અવાજમાં ગીતો ગાતા.

શરૂઆતના દિવસોમાં આ બંને ભાઈઓ પાસે એટલા પણ પૈસા નહોતા કે પેટ ભરીને જમી શકે કે ગરીબ બાળકોની મદદ કરી શકે. એક સમય એવો હતો જ્યારે નરેશ કનોડિયા અને મહેશ કનોડિયા પાસે રહેવા માટે ઘર નહોતું કે બેંક એકાઉન્ટમાં પૈસા નહોતા, પણ મનમાં કઈક કરી બતાવવાની તમન્ના હતી. તેઓ અવારનવાર કહેતા કે જો મારા ભાઈને કોઈ તકલીફ હોય કે લોહી વહેતું હોય, તો હું મારા ઘાવ પર પટ્ટી બાંધી દઈશ પણ મારા ભાઈને આંચ આવવા નહીં દઉં. તેમણે ગરીબી અને ભૂખમરો ખૂબ નજીકથી જોયા હતા. પાંચ વર્ષ સુધી તેમણે એવા દિવસો જોયા જ્યાં ખાવાના પણ ફાંફા હતા. પણ ધીમે-ધીમે લોકોમાં નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાનું નામ જાણીતું થવા લાગ્યું.મહેશભાઈ તબલા અને હાર્મોનિયમ વગાડતા અને ગીતો ગાતા, જ્યારે નરેશભાઈ સ્ટેજ પર ડાન્સ કરતા અને લોકોને પોતાના અભિનયથી ઘેલા કરતા.

ધીમે-ધીમે આ જોડી મુંબઈ પહોંચી. મુંબઈમાં શરૂઆતમાં કોઈ તેમને ઓળખતું નહોતું અને કામ મળવું મુશ્કેલ હતું. ચાર-ચાર દિવસ સુધી ભૂખ્યા રહીને પણ તેઓ સંગીતનો રિયાઝ અને ડાન્સની પ્રેક્ટિસ કરતા હતા. તેઓ ભગવાનને વિનંતી કરતા કે તેમને એક તક મળે. મુંબઈમાં સંઘર્ષ કર્યા પછી નરેશ કનોડિયાને ગુજરાતી ફિલ્મોમાં હીરો તરીકે કામ મળવાની શરૂઆત થઈ. સંગીતકાર તરીકે મહેશ કનોડિયાનું નામ મોટું થયું. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાની જોડીના ચાહક રહ્યા છે. નરેશ કનોડિયાએ પોતાના જીવનકાળમાં ૧૨૫ થી ૧૫૦ જેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું. તેમણે અરૂણા ઈરાની, સ્નેહલતા જેવી દિગ્ગજ અભિનેત્રીઓ સાથે જોડી જમાવી.વર્ષ ૨૦૧૬માં નરેશ કનોડિયાને દાદા સાહેબ ફાળકે એકેડેમી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ બંને ભાઈઓ સંગીત અને અભિનયની સાથે-સાથે રાજકારણમાં પણ સક્રિય રહ્યા

અને ધારાસભ્ય બનીને લોકોની સેવા કરી. કનોડિયા બંધુઓ હંમેશા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ માટે તૈયાર રહેતા. નરેશ કનોડિયાના જીવન પર આધારિત પુસ્તકનું વિમોચન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયું હતું. નરેશ કનોડિયા એક એવા અભિનેતા હતા જેમણે શૂન્યમાંથી સર્જન કર્યું અને આજીવન સંઘર્ષ કરીને સફળતાના શિખરો સર કર્યા.ઓક્ટોબર ૨૦૨૦માં માત્ર બે દિવસના અંતરે આ બંને ભાઈઓનું અવસાન થયું. પહેલા મહેશ કનોડિયા અને ત્યાર બાદ નરેશ કનોડિયા આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. ભલે આ રામ-લક્ષ્મણની જોડી આજે આપણી વચ્ચે નથી, પણ ગુજરાતી સિનેમા અને સંગીત જગતમાં તેમનું યોગદાન હંમેશા અમર રહેશે. મહેશ અને નરેશની જોડીને ભાવભીની શ્રદ્ધાંજલિ. ઓમ શાંતિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *