બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચન અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. હવે તેમની સાથે જોડાયેલા એવા સમાચાર સામે આવ્યા છે કે તેમને મુંબઈની નાનાવટી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. જોકે મિત્રો ચિંતા કરવાની કોઈ વાત નથી. તેઓ રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા.
તેઓ બિલકુલ ઠીક છે. અમિતાભ બોલિવૂડના એક એવા એક્ટર છે જે પાંચ દાયકાથી પણ વધુ સમયથી લોકોનું મનોરંજન કરતા આવ્યા છે. અમિતાભ બચ્ચન ફિલ્મો દ્વારા તો લોકોનું મનોરંજન કરે જ છે, સાથે જ તેઓ સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે.
તેઓ અવારનવાર પોતાના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરતા રહે છે અને ફેન્સ સાથે જોડાયેલા રહે છે. ફેન્સ પણ તેમની પોસ્ટ પર જોરદાર પ્રતિક્રિયા આપે છે. બિગ બી ઘણી વખત એવી પોસ્ટ પણ કરે છે જેને વાંચીને લોકો કન્ફ્યુઝ થઈ જાય છે કે આખરે તેઓ આ વાત કયા સંદર્ભમાં લખી રહ્યા છે. 18 મેના રોજ તેમણે એક્સ પર લખ્યું હતું કે જ્યારે બે લડે છે ત્યારે ત્રીજો વિજયી થાય છે.
અમિતાભ સોશિયલ મીડિયા દ્વારા તો ફેન્સ સાથે જોડાયેલા રહે જ છે, સાથે જ તેઓ લગભગ દર રવિવારે પોતાના ઘર જલસાની બહાર આવીને પણ ફેન્સ મુલાકાત કરે છે. આ રવિવારે 17 મેના રોજ પણ તેઓ જલસાની બહાર આવ્યા હતા. તેમણે હાથ હલાવીને ફેન્સનું અભિવાદન કર્યું હતું. જલસાની બહાર તેમના ચાહકોની ભારે ભીડ જોવા મળી હતી.
લોકો તેમની એક ઝલક મેળવવા માટે ખૂબ જ બેતાબ દેખાય છે. પોતાની 57 વર્ષની કરિયરમાં અમિતાભ બચ્ચને કરોડો દિલમાં ખાસ જગ્યા બનાવી છે. વર્ષ 1969માં તેમણે સાત હિન્દુસ્તાની નામની ફિલ્મ દ્વારા પોતાની કરિયરની શરૂઆત કરી હતી. ત્યારથી અત્યાર સુધીમાં તેઓ 200થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. તેમની ફિલ્મોને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે. અમિતાભ 83 વર્ષની ઉંમરે પણ સતત ફિલ્મોમાં કામ કરી રહ્યા છે.