આમ તો ગૌરવંતી ગુજરાતની આ ભૂમિમાં દાનની સરવાણી પણ અવિરત વહેતી રહે છે. સેવા પરમો ધર્મનું સૂત્ર ગુજરાતની ભૂમિના લોકોએ ખાંડાની ધાર પર ચાલીને પણ હંમેશા સાર્થક કર્યું છે. ત્યારે તમે લાખો અને કરોડોના દાન વિશે તો અવારનવાર સાંભળ્યું જ હશે પણ શું તમે 500 કરોડના દાન વિશે સાંભળ્યું છે જી હા હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે વડોદરામાં સરદારધામ ત્રણ નું લોકાર્પણ કર્યું ત્યારે ગુજરાતના ટોચના ઉદ્યોગપતિ એવા પંકજ પટેલે પાટીદારોની સંસ્થાને યુનિવર્સિટી બનાવવા માટે 100 કે 200 નહી પરંતુ 500 કરોડના દાનની જાહેરાત કરી છે ત્યારે આ ઉદ્યોગપતિ વિશે જાણીને ને તમને પણ નવાઈ લાગશે
નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં જ પાટીદાર આગેવાન એવા પંકજ પટેલે 500 કરોડના દાનની જાહેરાત કરી છે તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર ખરચતા ખૂટી જશે એ તો મૂરખ મનનો વેમ દાતા કહે મારે દેવું ઘટે આ કાલ હશે કે કેમ એક બાજુ આજે જ્યારે રૂપિયાને લઈને સોના જેવા સંબંધોમાં પણ તીિરાળો પડી રહી છે ત્યારે હાલ માંજ એક ગુજરાતીએ 500 કરોડના દાનની જાહેરાત કરી દીધી છે જો આ ઘટના વિશે વિગતે વાત કરીએ તો હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં સરદારધામ ત્રણનું લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે જાણીતા ઉદ્યોગપતિ એવા પંકજ પટેલે સરદારધામના માધ્યમથી શિક્ષણ અને સામાજિક ઉત્થાન માટે વડોદરામાં મહત્વની જાહેરાત કરી હતી તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં જ રૂપિયા 500 કરોડના ખર્ચ સરદારધામ યુનિવર્સિટી સ્થાપવાની જાહેરાત કરી છે અમદાવાદમાં સરદારધામના પરિસરમાં જ આ યુનિવર્સિટી બનશે જેનો ઉદ્દેશ ગુણવત્તાયુક્ત શિક્ષણ કૌશલ્ય વિકાસ છે આ માટે પંકજ પટેલ દ્વારા 500 કરોડનું દાન આપવામાં આવશે
સરદારધામ દ્વારા સમાજના યુવાનોને આધુનિક શિક્ષણ અને રોજગારી પૂરી પાડવાનો લક્ષ્ય છે પંકજ પટેલને લઈને શું બોલ્યા પીએમ મોદી સરદારધામના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પાટીદાર સમાજ દ્વારા સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનને આ એવોર્ડ વિશે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ એવોર્ડ આપી તમે મારી જવાબદારી વધારી છે અને તેમાં પાછીપાની કરવાનો મારો સ્વભાવ નથી. આમ પણ સરદાર સાહેબના સપના પૂરા કરવાનું મારા નસીબમાં લખાયું છે તેમણે જનરલ કેરીઅપ્પાનો દાખલો ટાંકતા કહ્યું હતું કે તેઓનું ગામમાં સન્માન કરાયું
ત્યારે પૂછવામાં આવ્યું હતું કે તમે કેમ આટલા ખુશ છો ત્યારે જનરલે કહ્યું હતું કે દેશ-વિદેશમાં તો મારું સન્માન થાય છે પણ ઘરમાં સન્માન થાય તેનો આનંદ વિશેષ હોય છે. આજે વિદેશમાં મારું સન્માન થાય છે પણ મારા ઘરમાં મારું સન્માન થાય તેનાથી મારી શક્તિ વધી જતી હોય છે તેમાં પણ અહીંની ખાસિયત છે કે પંકજ પટેલ નરહરી અમીન અને હું અમે ત્રણેય નવનિર્માણની ઓલાદો છીએ શું છે સરદારધામ તો આપને જણાવી દઈએ કે સરદારધામ એ પાટીદાર સમાજનું એક સંગઠન છે આ સંગઠન જરૂરિયાતમંદ પાટીદાર યુવાનોની મદદ કરે છે અને તેમને સ્પરધ સ્પધાત્મક પરીક્ષાઓ તેમજ સ્કિલ ડેવલપમેન્ટ માટે તાલીમ આપે છે સરદારધામનું મુખ્ય મથક અમદાવાદમાં સરદાર પટેલ રિંગરોડ પર આવેલું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે વડોદરામાં સરદારધામના ત્રીજા શૈક્ષણિક સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતું કોણ છે પંકજ પટેલ પંકજ પટેલ અબજોપતિ બિઝનેસમેન છે અને ભારતની પાંચમાં ક્રમની સૌથી મોટી ફાર્મા કંપની કેડીલા હેલ્થકેરના ચેરમેન છે
તેમણે ગુજ ગુજરાત યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ ફાર્મસી અને માસ્ટર્સ ઓફ ફાર્મસીનો અભ્યાસ કર્યા બાદ પિતાજી રમણભાઈ પટેલની સ્થાપેલી કંપની કેડીલા હેલ્થકેર જોઈન કરી લીધી હતી ફોર્બસની યાદીમાં 24 માં ક્રમે છે પંકજ પટેલ પંકજ પટેલ ભારતની પાંચમી સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપની ઝાઈડસ લાઈફ સાયન્સીસના ચેરમેન અને અમદાવાદના અબજોપતિ ઉદ્યોગપતિ છે
આપને જણાવી દઈએ કે ઝાઈડસના ચેરમેન પંકજ પટેલ નું નામ ઓક્ટોબર 2024 માં ફોર્બસ દ્વારા જાહેર કરાયેલ ભારતની 100 સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં 24 માં ક્રમે હતું. ફોર્બસના આંકડા મુજબ તેમની કુલ સંપત્તિ 10.2 અબજ ડોલર હોવાનો અંદાજ છે તો હાલ તો ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ એવા પંકજ પટેલની જોમેર ચર્ચાઓ થઈ રહી છે કારણ કે તેમણે એક ઝાટકે 500 કરોડના દાનની જાહેરાત કરી છે સમાજના ઉત્થાન અને અભ્યાસ માટે કરાયેલા આ દાનને લોકો વધાવી પણ રહ્યા છે ત્યારે આપ સૌ કોઈ આ અંગે શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો તો હાલ તો બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર