પાંચ રાજ્યોના વિધાનસભા ચૂંટણીના પરિણામો ગઈકાલે જાહેર થયા એ પરિણામોએ રાજનીતિમાં બહુ જ બધા ભૂકંપ લાવ્યા અને એમાં પણ જે પરિણામ પર સૌથી વધારે બધાની નજર હતી એટલે એ વેસ્ટ બંગોલ એ બંગાળમાં શું થાય છે બંગાળમાં ખરેખર ખેલા હોબે અને ખરેખર એવું જ થયું રાત સુધીમાં એટલે બપોરે તો ચિત્ર એકદમ ક્લિયર હતું પણ રાત સુધીમાં ત્યાં જે પોલિટિકલ ડ્રામા થયા એની ચર્ચાઓ પણ ખૂબ થઈ અસમ પુંડિચેરીમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું
અને રાજકીય ઉથલપાથલ જ્યાં સૌથી વધારે થઈ એ પશ્ચિમ બંગાળ અને દીદી પોતાની સીટ પણ ન બચાવી શક્યા. જ્યાં છેલ્લા 15 વર્ષથી તૃણમૂળ કોંગ્રેસ ત્યાં શાસનમાં હતી અને એનો ઇતિહાસ જોઈએ તો કેવી રીતના એ ઊભું થયું ટીએમસી અને કેવી રીતના ત્યાં શાસન પર આવ્યા દીદીનો જાદુ ન ચાલ્યો અને દીદીએ જેટલી પણ મહેનત કરી હતી એ મહેનત આંકડાઓમાં ન દેખાઈ. ભાજપે ત્યાં ઇતિહાસ રચી
અને ત્યાં સત્તા બનાવી છે ચૂંટણી આયોગના આંકડા મુજબ ભાજપે પશ્ચિમ બંગાળમાં 208 બેઠક ઉપર જીત મેળવી છે મમતા બેનર્જીના નેતૃત્વ હેઠર ટીએમસીએ 81 બેઠક ઉપર જીત મેળવી છે પણ ચોકાવનારી ઘટના એ હતી કે મમતા બેનર્જી ફરી એકવાર સુબેદુ સામે હારી ગયા. ભવાનીપુર બેઠક પરથી એ ચૂંટણી લડતા હતા અને ત્યાં હારી ગયા હાર્યા પછી એમણે એવું કહ્યું કે મારી સાથે ખૂબ ખોટું થયું છે મને મારવામાં આવી છે
અમારા કાર્યકર્તાઓ સાથે ખોટું થયું છે અમારા એજન્ટો સાથે ખોટું થયું છે એ જે પણ હોય પણ એ 15000 થી વધુ મતથી મમતા બેનર્જી હારી ગયા હતા. આ પરિણામ પછી રાજકીય હલચલો ખૂબ થઈ એટલે બધા જેવું વિચારતા હતા કે જો કોંગ્રેસ અને મમતા બેનર્જી ટીએમસીનું ગઠબંધન થઈ જતું તો કાંક પરિણામ અલગ હતા કે વચ્ચે વિપક્ષ સાથે આવીને લડતા તો કંઈક અલગ થતું પણ અત્યારે પરિસ્થિતિ તો એવી નથી લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મમતા બેનર્જીને ગઈકાલે રાત્રે ફોન કર્યો આમ તો એ જ્યારે મમતા બેનર્જી અને વિસ્તારમાં સભા કરવા માટે ગયા ત્યારે એમનું એવું કહેવું હતું કે મમતા બેનર્જી જ ભારતીય જનતા પાર્ટીને જીતાડશે અને એના પછી ગઈકાલે રાહુલ ગાંધીનો મમતા બેનર્જીને ફોન કરવો એ પણ ખૂબ રાજકીય રીતના જોવામાં આવે છે કે હવે રાહુલ ગાંધી અને કોંગ્રેસને ટીએમસી સાથે ગઠબંધન કરવું છે કે કેમ રાહુલ ગાંધીનો સંદેશ એ ફોન પછી એકદમ સ્પષ્ટ હતો કે
સાંપ્રદાયિક શક્તિઓ સાથે લડવા માટે તમારે સેક્યુલર પક્ષોએ એક થવું પડશે એક મજબૂત મંચ પર આવી અને લડવું પડશે જ્યારે મમતા બેનર્જીનો જવાબ અને મમતા બેનર્જીએ જે ગઈકાલે કર્યું એમાં એમનું સ્પષ્ટ એવું કહેવું હતું કે ચૂંટણી દરમિયાન કેન્દ્રીય એજન્સી અને ચૂંટણી આયોગનો દુરુપયોગ કરવામાં આવ્યો છે અને એટલે આવા પરિણામ આવ્યા છે. એટલું જ નહીં રાહુલ ગાંધીએ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન પૂર્વ એટલે કહી રહી છું કારણ કે ગઈકાલે એ પણ હાર્યા છે. તામિલનાડુના ચિત્રમાં પણ વિજયનો વિજય થયો અને પછી જે સમીકરણો બદલાયા છે એ પણ ખૂબ રાજકીય રીતના આગળના સમયમાં ઘણા બધા લોકોને ઇફેક્ટ કરે એવા છે.
હાર જીત એ રાજનીતિનો ભાગ હોય છે. ઇન્ડિયા ગંડબંધનને વધુ મજબૂત બનાવવા માટે રાહુલ ગાંધીએ ગઈ કાલે સ્ટાલિનને પણ ફોન કર્યો મમતા બેનર્જીને પણ ફોન કર્યો છે. આગળ જતા હવે વિપક્ષો ભેગા થઈને કેવી રીતના લડે છે? વિપક્ષ ખરેખર એકજૂટ થઈ શકશે કે કેમ? કારણ કે જ્યારે એકસાથે આટલા બધા પક્ષો મળે તો આપણે જોયું કે ઇન્ડીગઠબંધનમાં શું થયું હતું? એ પરિણામ સુધી લઈ જવા માટે પણ એક નેતૃત્વ જોઈએ એ નેતૃત્વ કોઈ પૂરું પાડે છે કે કેમ? રાહુલ ગાંધી ગઈ કાલે ક્યાં હતા એ પણ મોટો પ્રશ્ન છે કેરળમાં તો એમની જીત થઈ છે છતાં રાહુલ ગાંધી કેમ ગાયબ રહ્યા? એમણે જે ફોન કર્યો છે મમતા બેનર્જીને અને સ્ટાર્લિનને એ હવે શું ગઠબંધન કરે છે
વિસ્તારમાં કે કેમ એમને પહેલા પણ એવું પ્રસ્તાવ રાખ્યો હતો કે એ ટીવીકે સાથે ગઠબંધન કરશે અને પછી અત્યારે વિજયની જીત થયા પછી એમનો સ્ટાલિનને ફોન કરવો એ પણ ખૂબ બધા સંદેશ આપે છે આગળ જતા કોંગ્રેસ શું કરે છે? વિપક્ષો એકજૂટ થાય છે કે કેમ એ જોવાનું રહ્યું સીએમ હવે કોણ બને છે એટલે બંગાળના સીએમ કોણ બને છે આ પાંચે પાંચ રાજ્યોના સીએમ કોણ બને છે એના ઉપર પણ હવે બધાની નજર છે તમારું આ વિષય પર શું માનવું છે શું ખરેખર વિપક્ષ એક થઈને લડે તો ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપી શકે છે કે કેમ અમને કમેન્ટ માં જણાવજો અત્યારે આ વિમાં બસ આટલું જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો