Cli

150 વર્ષ બાદ સુપર અલનીનો સક્રિય થશે! શું દુષ્કાળ પડશે?

Hindi Post

નમસ્કાર આપની સાથે હું છું પાયલ સ્ક્રીન પર તમને વેધર એક્સપર્ટ પરેશભાઈ ગોસ્વામી દેખાતા હશે વિસ્તારથી વાત કરવી છે સુપર અલનીનો વિશે ગઈ કાલે એમને એક વિડીયો અપલોડ કર્યો હતો અને એ વીડિયોમાં આગાહી કરી હતી કે સુપર અલનીનો સક્રિય થાય એવી સંભાવનાઓ છે તો એનાથી કેટલી અસર થવાની છે એને કેમ સુપર અલનીનો કહેવામાં આવ્યું છે બધા જ વિષય પર પરેશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જમાવટ પર અને પહેલો સવાલ જ એ છે કે સુપર અલનીનો કેમ આટલા વર્ષો પછી આ થઈ રહી છે ઘટના તો એની અસરો કેટલી થવાની છે પહેલી વાત તો એ છે બેન કે આમ જોવા જઈએ તો અલનીનો એટલે ઘણા બધા મિત્રો છે આ શબ્દ ચોક્કસથી મીડિયાના મારફતે કોઈ વેધર એક્સપર્ટ પાસેથી સાંભળતા હશે લોકોની અંદર અલનો સાંભળીને એક ડર ઉત્પન્ન થાય છે કે અલનીનો આવે છે તો દુષ્કાળ પડશે અથવા તો ચોમાસુ ખૂબ ખરાબ જશે એક આવો મેસેજ જતો હોય છે ત્યારે સંપૂર્ણ આખી જે વિગત છે એના ઉપર આપણે પ્રકાશ પાડવો છે જેથી કરીને લોકોનો એક ડર છે એ નીકળી જાય હવે પહેલી વાત તો એ છે કે અલનેનો એટલે શું? પહેલા તો જે અલીનો છે એ દર બે થી સાત વર્ષે સક્રિય રેગ્યુલર થતો હોય છે કોઈ વર્ષે ત્રણ વર્ષે થાય પાંચ વર્ષે થાય અને જ્યારે પણ અલનીનો સક્રિય થાય છે ત્યારે એક અથવા તો બે વર્ષ સુધી કન્ટીન્યુ આપણે જોવા મળતું હોય અમુક કેસમાં એવું પણ છે

કે બે વર્ષ કરતાં પણ વધારે વર્ષ સુધી અલનોની ઇફેક્ટ આપણે જોવા મળી છે. અલનો એટલે આમ તો જે સમુદ્રી સપાટીનું જે ટેમ્પરેચર ઊંચું જાય છે ત્યાં જે પાણી ગરમ થાય છે એ આપણે કહેવામાં આવે છે. જેની અંદર જોવા જઈએ તો જે આપણી ભૂમધ્ય રેખા છે એટલે કે જે અરબ સાગર અને બંગાળની ખાટી એનાથી જે નીચેનો ભાગ છે એને આપણે હિન્દ મહાસાગર કહીએ છીએ પછી એ જે વચ્ચેની જે રેખા છે ભૂમધ્ય રેખા જેને વિષુવ્રત કહીએ છીએ એ વિષુવ્રત છે એ આપણે જે શ્રીલંકાથી નીચે થઈ અને પૂર્વ તરફ પણ આગળ જતી હોય પશ્ચિમ તરફ પણ આગળ જતી હોય છે એટલે એ જે ઓસ્ટ્રેલિયા અને ત્યાંથી પછી આગળના જે દેશો તરફ એ આગળ વધે છે પેરું છે ચિલ્લી છે વગેરે દેશો તરફ આપણે જોવા મળતી તી હશે હવે એ જે સમુદ્રી સપાટી છે એમાં જે ખાસ કરીને પ્રશાંત મહાસાગર છે જેને આપણે પેસેફિક મહાસાગર કહીએ છીએ એ પ્રશાંત મહાસાગર છે એમાં ઓસ્ટ્રેલિયાથી લઈ અને આગળના જે ટાપુઓ સુધી જે સમુદ્રી સપાટીનું તાપમાન ઊંચું જાય છે માની લઈએ કે જો પૂર્વ સાઈડનું તાપમાન છે એ ખૂબ ઊંચું હોય તો તેને પછી આપણે અલનેનો સક્રિય થયો કહેવાય માની લઈએ કે પશ્ચિમ સાઈડનું જો તાપમાન ઊંચું છે તો લાની નાના થાય છે કેમ કે પશ્ચિમ સાઈડનું તાપમાન ઊંચું થાય છે તો ત્યાનું નું જે ઠંડા પાણીઓ છે એ પૂર્વટ તરફ ખસી જતા હોય છે એટલે ત્યાં પછી લાનીના સક્રિય થાય છે એટલે આ જે સમુદ્રી સપાટીનું જે તાપમાન છે એને ખાસ આપણે અલનેનો અને લાનીના તરીકે ઓળખીએ છીએ

હવે વાત છે કે આ વર્ષે સુપર મેગા અલનીનો સક્રિય થવાની સંભાવનાઓ છે. આવું આજથી લગભગ 149 વર્ષ પહેલા થયું હતું એટલે હવે 150 વર્ષ પછી ફરીથી આ સુપર મેગા અલનીનો સક્રિય થવા જઈ રહીએ છે. જેની અંદર જોવા જઈએ તો વર્ષ 1877 માં સુપર મેગા અલનીનો સક્રિય થઈ હતું ને એ સુપર મેગા અલનીનોને કારણે પૃથ્વી ઉપર લગભગ 4% વસ્તી છે એ પાણી અને અનાજ વગર મૃત્યુને ભેટી હતી. એટલે આ ખૂબ ગંભીર ઘટના છે આપણા ભૂતકાળની જો કે આપણે આજે મીડિયામાં કે અલગ અલગ જગ્યાએ ઘણી વખત લોકો સાંભળતા હોય કે ભાઈ ત્યારે જો આજથી 149 વર્ષ પહેલા અલનીનોને કારણે જે દુષ્કાળ પડ્યા ને એને કારણે ભૂખ અને જે પાણીના અભાવે લોકોના મૃત્યુ થયા હોય તો આજના સમયે એ ડર રાખવાની જરૂર નથી એનું એક લોજીક એવું પણ છે કે એ સમયે ટેકનોલોજીનો અત્યારે ટેકનોલોજી છે અત્યારે જમીનમાંથી ઊંડેથી પણ પાણી સિંચાઈ કરવાની આપણી પાસે વ્યવસ્થા છે, બોરવેલ છે, કુવા છે, પાણીની મોટરો છે, હાઈબ્રિડ બિયારણો છે જેથી કરીને આપણી પાસે અનાજ અને વગેરે જે જથ્થો હોય એ ઉપલબ્ધ છે પૃથ્વી ઉપર એટલે હવે 150 વર્ષ પછી આપણે હવે એ પરિસ્થિતિનું નિર્માણ ન થાય એનાથી કોઈ ડરવાનું નથી. બીજી વાત એ કરવાની છે કે સુપર મેગા અલનીનો હવે આ જે સુપર મેગા અલનીનો છે એટલે કે જે નોર્મલી રીતે જે અલનીનો સક્રિય થતો હોય છે એટલે કે એમાં તાપમાન છે એ નોર્મલ આસપાસ ઊંચું જતું હોય છે પણ આ વર્ષે જે તાપમાન ઊંચું જવાનું છે તે ભયંકર રીતે પ્રશાંત મહાસાગરનું તાપમાન ઉચકાવાનું છે એટલે એને એક રીબેન ક્રોસ કરે છે જેવી રીતે આપણે સિસ્ટમ હોય છે વરસાદી એમને પણ અમુક કેટેગરી પછી નામ આપવામાં આવતું હોય શરૂઆતમાં એ એન્ટી સાયક્લોન હોય છે એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન હોય છે ત્યાર પછી લો પ્રેશર બને વેલમાર્ક લો પ્રેશર બને ડિપ્રેશન બને ડીપ ડિપ્રેશન બને એ સિસ્ટમ જેટલી પણ મજબૂત બનેને એમ એને અલગ અલગ કેટેગરીનું એનું નામ આપવામાં આવતું હોય છે એવી જ રીતે અલનીનોની અંદર પણ અત્યારે એકદમ અતિ તીવ્ર આ અલનીનો સક્રિય થવા જઈ રહ્યો છે

એટલે આને હવે સુપર અલનીનો કહેવો પડશે જો કે અત્યારે હજી અલનીનો સક્રિય થયો નથી પણ આવનારા દિવસની અંદર થશે અત્યારે જોવા જઈએ તો પ્રશાંત મહાસાગરની જે કન્ડિશન છે બેન એમાં 8000 46 કિલોમીટર ની અંદર ગરમીનું જે એક વાતાવરણ ફેલાયેલું છે એક ગરમીની ચાદર પથરાઈ ગઈ છે અને એનું પણ મુખ્ય કારણ છે કે છેલ્લા બે વર્ષથી જે ઉત્તર ગોળાધર છે જે પૃથ્વીનો જે નોર્થ ધ્રુવ છે એ નોર્થ ધ્રુવમાં અને જે અમુક જે બરફ વરસાદ થવી જોઈએ બરફનું પ્રમાણ હોવું જોઈએ બરફની ચાદર પથરાયેલી રહેવી જોઈએ એ થોડીક ઓછી થઈ છે એનું પણ કારણ છે કે આપણે છેલ્લા બે વર્ષથી હવામાનની અમુક કન્ડિશનોને કારણે બરફ વર્ષા ઓછી જોવા મળી છે જેમાં જોવા જઈએ તો ગયા શિયાળામાં ડિસેમ્બરમાં તો શિયાળા જેવું કશું લાગતું જ ન હતું એટલે એ જે કન્ડિશનને કારણે હવે આ તાપમાન છે એ વધી રહ્યું છે કેમ કે નોર્થ ઉત્તર ગોળાર્ધમાં બર્ફનું પ્રમાણ ઘટ્યું છે એટલે પ્રશાંત મહાસાગરનું તાપમાન છે એ વધી રહ્યું છે. હવે આ વધી રહ્યું છે એટલે આ થોડુંક વધારે સ્ટ્રોંગ થવાનું છે. જેને કારણે સુપર મેગા અર્નીનો સક્રિય થશે. હવે અહિયાં વાત એ છે કે તો આપણે વરસાદનું કેવું રહેશે? દુષ્કાળ પડશે, સારા વરસાદો થશે. જો આપણે વખતો વખતના જે અમારા જે પ્રડિકશન હોય છે એની અંદરને મારો જે વર્ષોનો અનુભવ છે એના ઉપર હું આપને ચોક્કસથી કહું કે જ્યારે પણ અલનો સક્રિય થાય ત્યારે ચોક્કસથી દક્ષિણ એશિયાઈના દેશો છે જેમાં ભારત પાકિસ્તાન હોય અફઘાનિસ્તાન હોય અથવા તો બાંગ્લાદેશ છે ભૂતાન નેપાળ મ્યાનમાર થાઈલેન્ડ આ જે બધા તમામ દેશો આ દક્ષિણ એશિયાઈ દેશોની અંદર હંમેશા દુષ્કાળ અથવા તો વરસાદ ખૂબ અનરેગ્યુલર પડે અને ઓછા વરસાદ અલનીનો વખતે થતા હોય છે પણ એવા પણ રેકોર્ડ છે કે માની લઈ કે એ અલનીનો સક્રિય થાય છે એ દરમિયાન આપણે જે આયોડી છે એ નેગેટિવ ન થાય અને આયોડી પોઝિટિવ ફેઝમાં રહે તો પણ ભારતનું ચોમાસું છે તે સારું રહેતું હોય છે

એટલે આ વર્ષમાં જો અમારું વ્યક્તિગત જે પ્રડિકશન છે બેન એમાં એટલી વાત ચોક્કસ છે કે અલનીનો સક્રિય થશે પણ આયોડે એટલે કે જે ઇન્ડિયન ઓશન ડીપોલ છે એ તો પોઝિટિવ રહેવાનો છે એટલે એ પોઝિટિવ રહેવાને કારણે આપણું ચોમાસું જે એક અત્યારે એક ભઈનો માહોલ ફેલાણો છે એટલું નબડું નથી રહેવાનું આપણું ચોમાસું છે એ મધ્યમથી સારું રહેવાનું છે જો કે અલનીનો છે હજુ આપણે સક્રિય થયો નથી ધીમે ધીમે લગભગ મે મહિનાના એન્ડથી અલનીનો સક્રિય થવાની શરૂઆત થઈ શકે છે હવે અલનીનો સક્રિય થાય તો એનું તાપમાન કઈ બે પાંચ દિવસની અંદર ડાયરેક્ટ વધી નથી જતું પ્રશાંત મહાસાગરનું તાપમાન બે ચાર દિવસની અંદર સીધું એકદમ હાઈ થઈ જાય એવું નથી થતું એ ધીમે ધીમે જે પાણી છે એ હીટ પકડતું હોય છે એટલે શરૂઆત થશે મે મહિનામાંથી જૂન મહિનાની અંદર એ અલનીનોની પોઝીશનમાં આવી જશે પણ એ વીક અલનીનો હશે જૂન મહિનાની અંદર વીક અલનીનો હશે જુલાઈની અંદર મજબૂત અલનીનો બનશે અને ઓગસ્ટની અંદર લગભગ પૃથ્વીના મોટા ભાગના વિસ્તારોના હવામાનને ડિસ્ટર્બ કરે એ પ્રકારનો અલનીનો મજબૂત થઈ જશે એટલે કે સુપર મેગા અલનીનો છે એ ઓગસ્ટમાં સક્રિય થઈ જશે મે મહિનામાં શરૂઆત થાય જૂન મહિનામાં એકદમ નોર્મલ એટલે કે વીક અલનીનો સક્રિય થાય જુલાઈમાં થોડોક મજબૂત થાય ને ઓગસ્ટમાં અતિ સ્ટ્રોંગ થાય આ પ્રકારની કન્ડિશન લાગી રહી છે જો કે આ અલનીનો સક્રિય થશે તો માત્ર 2026 નહી પણ 2027 સુધી આપને અસર કરશે કેમ કે એ તો આવનારા શિયાળા ઉપર પણ અસર કરશે ઉનાળા ઉપર પણ અસર કરશે એના પછી જે 27 નું ચોમાસું છે કેમ કે સુપર અરનું જ્યારે જ્યારે સક્રિય થાય છે ત્યારે ખૂબ લાંબો સમય સુધીની ઇફેક્ટ રહેતી હોય છે એટલે આ બધી પ્રોસેસ છે એ લાંબા ગાળાની છે આ ચિંતા માત્ર 2026 ની નથી આમાં તો ચિંતા 27 અને 28 ની પણ કરવા જેવું છે કેમ કે આ બધું લાંબા ગાળાની પ્રોસેસ છે

જ્યારે પણ પ્રશાંત મહાસાગર હીટ પકડે છે તો એ કોઈ ચાર છ મહિનાની અંદર એ હીટ ઓછી નથી થતી એ ટેમ્પરેચર ડાઉન નથી થતું એટલે આપણે 26 બાદ આપણે 27 માં પણ એની સામે જજુમવું પડશે પણ ઓગસ્ટની અંદર જોઈએ એકદમ એ સુપર મેગાલીનોની કન્ડિશનમાં આવશે અને પછી ચોમાસા ઉપર આપણે એની અસર પડે ત્યાં સુધીમાં તો આપણું ચોમાસું પૂર્ણ થઈ જાય પણ એક વાત એક વાત ચોક્કસ છે બેન કે મે મહિનાથી જે ધીમે ધીમે શરૂઆત થશે એટલે થોડીક ઇફેક્ટ છે એ તો આ વર્ષના ચોમાસા ઉપર જોવા મળશે હવે કેવી રીતે જોવા મળશે તો પહેલી વાત તો એ છે કે ઘણા બધા મિત્રોએ જે હવામાન વિભાગ અને સ્કાયમેટની આગાહી સાંભળી છે હવે જે હવામાન વિભાગ અને સ્કાયમેટ પાસે પણ આધુનિક ટેકનોલોજી છે સારા એક્સપર્ટ છે અને એનું તારણ પણ એકદમ સટીક હોય છે પણ ક્યાંક આપણે સમજવામાં પણ ભૂલ કરતા હોય છે જ્યારે હવામાન વિભાગ અને સ્કાયમેટે જે આગાહી આપી છે નબળા ચોમાસાની એ ગુજરાત માટે નથી પહેલી વાત આપણે એ સમજવાની છે બેન એ ગુજરાત માટે નથી એ ઓલ ઓવર ભારત દેશની છે હવે ઓલ ઓવર ભારત દેશની છે ને એમાં પણ હવામાન વિભાગે તો ચોપટપૂર્વક કીધું છે કે ઉત્તર ભારતના વિસ્તારો છે એમાં ચોમાસું વધારે નબડું રહેશે તો પછી ગુજરાતમાં તો બહુ ચિંતા તા કરવાની આપણે જરૂર પણ નથી કેમ કે માત્ર ગુજરાતની આગાહી નથી અને ગુજરાતની વાત છે ત્યાં સુધી વ્યક્તિગત જે મારો પ્રડિકશન થાય છે મહત્વ અમે ગુજરાતને આપીએ છીએ ગુજરાતને ટાર્ગેટ રાખી અને એનું પ્રિડિકશન અમે કરતા હોય છે એટલે એમાં અલનીલોને પણ મે ધ્યાનમાં રાખીએ છીએ એમજે હોય અથવા તો જે આયોડી છે વગેરે પેરામીટરોને ધ્યાનમાં રાખીને જે અમે પ્રડિકશન કરતા હોય છે મારું વ્યક્તિગત પ્રિડિકશન છે એ મુજબ લગભગ વર્ષ 2026 ની અંદર 90 થી લઈને 95% વરસાદ થશે હવે સામાન્ય રીતે જોવા જઈએ તો 96% થી લઈને 106% સુધીનો વરસાદ પડે વર્ષ દરમિયાન તો એને સામાન્ય ચોમાસું કહેવાય સામાન્ય ચોમાસું એટલે કે ખેડૂતના હિતમાં પછી 106% કરતાં વધારે વરસાદ પડે તો અતિવૃષ્ટિ ગણાય છે પણ જે જરૂરિયાત હોય એ મુજબના વરસાદ પડે

ગયા વર્ષની વાત કરીએ તો 2025 ના ચોમાસા દરમિયાન ગુજરાતની અંદર સરેરાશ 109% વરસાદ વર્ષયો હતો તો આ વર્ષે કદાચ 90 થી લઈને 95% સુધી વરસાદ પડે તો એ વરસાદની માત્રામાં ગયા વર્ષની સરખામણી બહુ ઓછો વરસાદ ન કહી શકાય એટલે એક અંદરે ચોમાસું છે મધ્યમ સારું જ રહેવાનું છે બહુ ચિંતાનું કારણ અત્યારે ગુજરાત માટે નથી અલનીનો ચોક્કસથી સક્રિય થશે એકદમ પ્રબળ બનશે સુપર મેગા અલનીનો બનશે છતાં પણ ગુજરાત માટે કોઈ ચિંતાનું કારણ નથી સમયસર ચોમાસાની એન્ટ્રી પણ થઈ જશે અને ચોમાસો આપણા માટે ચાલુ રહેશે હ પરેશભાઈ અલનીનો ને બધું તમે સમજાવ્યું મારો પ્રશ્ન હજી એ છે કે આટલા વર્ષો પછી એવી કઈ પરિસ્થિતિઓ થઈ કે એવું તો શું થયું કે સુપર મેગા અલનીનો બનવાનો છે એટલે એના પાછળના બહુ બધા કારણો પણ હશે જો આટલા બધા 150 વર્ષ તમે કહો છો એ પ્રમાણે એટલો બધો સમય લાગ્યો છે તો મેગા અલનીનો ત્યારે બને છે આમ તો કોઈ એની પ્રોસેસ એવી હવામાનની નથી હોતી કે આજે ચાર છ મહિના માટે હવામાન ડિસ્ટર્બ રહ્યું ને સીધો સુપર મેગા અલનીનો થઈ જાય પેલા જોવા જઈએ તો પાંચ સાત વર્ષનું આમાં પરિણામ છે આ વર્ષે જે આપણે ભોગવવાના છે આ વિશ્વ આપણું ભોગવવાનું છે આપણા માટે તો મેં આપને કીધું એમ બહુ ચિંતાનું કારણ ચાલુ વર્ષે નથી કે 90 થી 95% વરસાદ આવશે આપણા ભાગમાં ઘણા રાજ્યો અને ઘણા દેશ તો એવા હશે કે જ્યાં આ વર્ષે દુષ્કાળની પણ પરિસ્થિતિ જોવા મળશે તો એના માટે તો ખૂબ ખતરનાક છે એટલે વિશ્વ આખું અલનો સામે જજુમવાનું છે વિશ્વના ઘણા બધા દેશો છે એની અંદર ચાલુ વર્ષે તાપમાન રેકોર્ડ પણ તોડવાનું છે કેમ કે આપણે ભલે ચોમાસું હશે પણ ઘણા દેશો એવા પણ હશે કે એના વેધર સાયકલ પ્રમાણે ચોમાસુ ન હોય દાખલા તરીકે વાત કરવા જઈએ તો જેવી રીતે ભારતને ઇફેક્ટ કરે છે એવી જ રીતે આ ચોમાસુ છે આફ્રિકા ખંડને પણ ઇફેક્ટ કરવાનું છે કેમ કે અલનીનો છે એની અસર તો ત્યાં સુધી જાય છે કેમ કે આપણા અરબ જે અરબ સાગર છે એને લાગુ આ આખું ખંડ છે આફ્રિકા આફ્રિકાની અંદર જોવા જઈએ તો હું જ્યારે 2023 ની અંદર વેધર માટેનું જે આખું રિસર્ચ કરવા માટે આફ્રિકાના કેન્યા ગયો હતો ત્યારે મેં ત્યાના ચોમાસાની આખી પેટરન ને સમજવાનો પ્રયત્ન કર્યો હતો. તો કેન્યા કેન્યા છે, તાંઝાનિયા છે, જાંબિયા છે, ઝિમ્બાબ્વે છે, ઘના છે, યુગાંડા છે આ જે બધા આફ્રિકા કરંડના દેશો છે એટલે મેં તેના વિશે આથી ત્યાં માહિતી લીધી છે. તો એ મુજબ જોવા જઈએ તો ત્યાં બે વખત ચોમાસું આવે છે વર્ષમાં. એ પહેલું ચોમાસું હોય છે એને નાનું ચોમાસું કહેવામાં આવે છે જે નામનું ચોમાસું 15 માર્ચથી શરૂઆત થાય છે એટલે અત્યારે ત્યાં નાના ચોમાસાની શરૂઆત છે એ પાછું 45 દિવસનું ચોમાસું હોય બીજું ચોમાસું છે એ આપણે ગુજરાતની અંદર જ્યારે મોન્સુન વિથડ્રોલ પ્રોસેસ ચાલતી હોય ત્યારે એટલે કે સપ્ટેમ્બર મહિનામાં ત્યાં પાછું મોટું ચોમાસું આવે છે અને એ થોડું લગભગ અઢી મહિના જેવું ચાલે છે એટલે કે 60 થી 75 દિવસ સુધીનું ચાલે છે ત્યાં બે ચોમાસાની પેટર્ન આવે અને એ પ્રકારે ત્યાની આખી ખેતી થાય છે

તો એના ઉપર તો આ અરલીનો છે આપણા કરતાં પણ વધારે ઇફેક્ટ કરશે એટલે એવી રીતે જોવા જઈએ તો આ ઘણા બધા દેશોમાં અત્યારે ભલે આપણે ચોમાસું ચાલુ હશે ત્યારે ઓગસ્ટમાં સુપર અલનો બની ગયો હશે તો ઘણા દેશમાં ચોમાસું ચાલુ નહી હોય ત્યાં ઉનાળા જેવો માહોલ હશે તો ત્યાં તાપમાન છે એ રેકોર્ડ તમામ રેકોર્ડ છે એ તોડી નાખશે એટલે અલગ અલગ ઘણી બધી ઇફેક્ટો વિશ્વ લેવલે આની જોવા મળશે અને આ જે છે એ લાંબા ગાળાંદ એટલે કે પાંચ સાત વર્ષથી સતત જે કઈ આપણે આપણે એક જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે શિયાળા દરમિયાન પસાર થતા હોય એ વેસ્ટર્ન ડિસ્ટરબન્સ છે એ થોડાક હવે નબડા થઈ રહ્યા છે એને કારણે બરફ વરસાદ છે એ સતત ઘટી રહી છે અને આ વર્ષે પણ જોવા જઈએ તો લગભગ 68% બરફ વરસાદ જોવા મળી રેગ્યુલર જે બરફ પડવો જોઈએ એના કરતાં 32% બરફ ઓછો પડ્યો છે એટલે આ જે બરફ વરસાદ છે એનું પણ એક મેન કારણ છે અને બાકી ગ્લોબલ વોર્મિંગ સામે તો આપણે વર્ષોથી જજૂમીએ છીએ અત્યારે બરફ વરસાદ છે એ 32% ઓછ ઓછી થાય તો એ આપણે પ્રશાત મહાસાગર ઉપર ગ્લોબલ વોર્મિંગની અસર વધારે થાય અને ત્યાં સુપર મેગા અર્નીનો સુધી એને ખેંચી લાવે છે. હ છેલ્લો નાનકડો સવાલ છે કે પરેશભાઈ ચોમાસું તમે એ પ્રમાણે વધારે આપણને ઇફેક્ટ થશે નહી આની અને ચોમાસું સારું રહેશે સદન ક્યારથી શરૂઆત થશે પ્રી મોન્સુન એક્ટિવિટીની ક્યારથી ચોમાસું બેસશે અને પૂર્ણ થવાનો સમય કેટલો રહેવાનો ચોક્કસથી જોવા જઈએ તો અમારું જે લાંબા ગાળાનું પ્રિડિકશન છે એ મુજબ આ લગભગ 29 એપ્રિલથી રાજ્યની અંદર પ્રી મોન્સુન એક્ટિવિટીની શરૂઆત થઈ જશે સામાન્ય રીતે જોવા જઈએ તો પેલી જૂને કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ થતો હોય છે પણ અત્યારે કેરળ, કર્ણાટક, તમિલનાડુ, પુંડીચેરી એ વિસ્તારોની અંદર અત્યારથી જ પ્રી મોન્સુન એક્ટિવિટી ચાલુ થઈ ગઈ છે. હવે આપણે લગભગ 29 એપ્રિલથી લઈ અને 5 મેનો જે સમયગાળો છે

એની અંદર ગુજરાતના હવામાનમાં પણ પલટો જોવા મળશે. માની લઈ કે ખાલી વાદળ થાય એ વાત અલગ રહેશે. જો વાદરની સાથે સાથ કોઈ કોઈ વિસ્તારમાં સામાન્ય છાટા પડે અથવા તો સામાન્ય નોર્મલ છાપટા પડે તો હવે એને આપણે માવઠામાં સમાવેશ નહી કરીએ જે હવે અમારી પાસે નોંધ માટે જેમાં આંકડાઓ લખતા હોય છે એમાં અમે એને માવઠું નથી ગણવાના એને અમે પ્રી મોન્સુન એક્ટિવિટીના વરસાદ ગણવાના છે એટલે હવે આપણે એપ્રિલ મહિનાની 29 તારીખ પછીથી ગમે ત્યારે પ્રી મોન્સુન એક્ટિવિટી થઈ શકે છે ખાસ કરીને એ પછી ધીમે ધીમે જેમ સમય પસાર થતો જશે એમ પ્રી મોન્સુન એક્ટિવિટી તેજ થતી જશે અને 22 મેથી લઈ 22 મેથી લઈને જે 30 મે સુધીનું જે સેશન હશે બેન એમાં તો ખૂબ તીવ્ર પ્રીમોનસુન એક્ટિવિટી થવાની શક્યતાઓ છે અને એમાં અતિ તીવ્ર પ્રીમોનસુન એક્ટિવિટી થાય અને એ પછી જૂન મહિનાની અંદર બની શકે આ વર્ષે એવું કે નોર્મલ તારીખ કરતાં થોડું વરસાદમાં વેળું થાય એટલે 12 જૂનથી લઈને 15 જૂન વચ્ચે ગમે ત્યારે ચોમાસું પહોંચી જશે સામાન્ય રીતે છેલ્લા પાંચ સાત વર્ષથી એવું થતું હતું કે નોર્મલ તારીખ કરતાં એક બે દિવસ મોડું અથવા તોપાંચદ દિવસ મોડું થઈ જતું હતું

પણ આ વર્ષે લગભગ વહેલું થશે મોડું તો નહી થાય આવું મારું વ્યક્તિગત અનુમાન છે 12 તારીખ આસપાસ પણ કદાચ ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ શકે અને જૂન મહિનાની અંદર નોર્મલ જે દર વખતે જે જૂનમાં વરસાદ પડે છે એની આસપાસ વરસાદ પડશે જુલાઈમાં પણ એવરેજ સારા વરસાદ પડશે એકાદો સ્પેલ છે એ અતિવૃષ્ટિ ટાઈપનો પણ હોઈ શકે છે ઓગસ્ટમાં પછી મધ્યમ રહેશે થોડુંક નોર્મલ કરતાં થોડું વરસાદનું પ્રમાણ ઘટે અને સપ્ટેમ્બરમાં પણ નોર્મલ કરતા થોડુંક વરસાદ નું પ્રમાણ ઘટે એવી શક્યતાઓ છે એટલે જે ઘટ છે આપણે જે ગયા વર્ષે 1.9% વરસાદ હતો આ વર્ષે 90 થી 95% ની જે શક્યતા છે જે ઘટ છે ને એ પાછળથી ઘટ આવશે આગળ નહી આવે ટૂકમાં શરૂઆતના જૂન જુલાઈમાં ઘટ ન પડે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં કદાચ એ વરસાદની તીવ્રતા ઘટે અને એ જે ટકાવારી છે ત્યાં ફુલફિલ થાય એવું મારું વ્યક્તિગત અનુમાન છે. એટલે ઓવરઓલ તો આપણે ચોમાસું સારું જ રહેવાનું છે 95% જેટલો વરસાદ પડવાની સંભાવના છે. બાકીની માહિતી અને બધું જ જ્યારે જરૂર હશે એટલે કે સુપરલીનીનો કેટલી અસરો કરે છે ચોમાસું બેસે છે તેના પછી અને સાથે જ ગરમીની માહિતી તમારા પાસેથી લેતા રહેશું થેન્ક્યુ સો મચ પરેશભાઈ તમે જોડાયા માહિતી આપી અને એ પણ સરળ ભાષામાં કારણ કે બહુ બધા લોકોને ખબર નથી કે એક્ઝેટલીનો લાનીનો કેવી રીતના બને છે શું થાય છે કેવી રીતના એની અસરો થતી હોય છે થેન્ક્યુ સો મચ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *