મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ છે આ વચ્ચે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતના લોકોમાં એક અફવાહ ફેલાય છે કે હાલ પેટ્રોલ નથી મળી રહ્યું જો કે પરિસ્થિતિ એ પ્રકારની છે કે કેટલાક પેટ્રોલ પંપ અત્યારે બંધ પણ છે જેના કારણો અલગ અલગ હોઈ શકે છે પરંતુ લોકોએ અફવાહમાં ન આવવું જોઈએ તે પહેલા જ અમે કહી રહ્યા છે પરંતુ આ પેટ્રોલ પંપ કેમ બંધ સ્થિતિમાં છે અથવા તો કેમ બંધ કરવા પડ્યા તેના કારણો આપણે ચોકસાઈ પૂર્વક અમે આપને જણાવીશું અને કયા કયા કારણો છે ચાલો આપને બતાવું તો હાલ કેટલાક પેટ્રોલ પંપ બંધ સ્થિતિમાં છે તો કેમ આ બંધ થયા છે તેના આપણે એક બાય એક એટલે કે વન બાય વન એ કારણો વિશે પણ જાણીશું તો ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ અસોસિએશને જે દાવો કર્યો છે એ દાવા કંઈક આ મુજબ છે કારણ નંબર એક કે ઓઇલ કંપનીઓએ ક્રેડિટ સિસ્ટમ બંધ કરી છે અને ક્રેડિટ સિસ્ટમને આપણે એ રીતે સમજી શકીએ કે જે ઓઇલ કંપનીઓ છે પહેલા પેટ્રોલ ડીઝલનો જથ્થો જે આપતી હતી અને પછી એનું પેમેન્ટ લગભગ ત્રણ ચાર દિવસ અથવા તો અઠવાડીએ થતું હતું. પરંતુ હવે શું થયું છે કે કેશ ઓન ડિલિવરી સિસ્ટમ લાગુ કરાય છે એટલે કે એક હાથ લે અને બીજા હાથે આપો આ પ્રકારની સિસ્ટમ લાગુ કરાય છે. હવે અગાઉ પુરવઠો મળ્યા પછી 3 થી પાંચ દિવસ સુધીમાં પેમેન્ટ કરી શકાતું હતું
પરંતુ ઉધાર બંધ છતાં પણ શનિ અને રવિવારમાં પેમેન્ટ ન કરી શકનાર પેટ્રોલ પંપ પર પુરવઠો નથી મળ્યો એટલે મુખ્ય કારણ અહિયા એક કારણ અહિયા એ સામે આવી રહ્યું છે કે શનિ અને રવિવાર કારણ કે આપણે જોયું કે જાહેર રજા પણ હતી જેના કારણે આ પુરવઠો નથી મળી શક્યો અને જેના કારણે આ પેમેન્ટ નથી થઈ શક્યું એ પ્રકારનું એક કારણ સામે આવી રહ્યું છે હવે બીજું કારણ એ પ્રકારનું છે કે કેટલાક મોટા વપરાશ કરતા કંપનીઓ પાસેથી સીધી ખરીદી કરતા હતા એટલે ડાયરેક્ટ અહિયા ડીલિંગ ચાલતું હતું. પરંતુ બલ્ક વપરાશ કર્તાઓ માટે કંપનીઓએ ડીઝલમાં પ્રતિલીટર 22 રૂપિયા વધારી દીધા છે. હવે 22 રૂપિયા વધારી દીધા છે એટલે મોટા વપરાશ કર્તાઓનો લોડ રીટેલ આઉટલેટસ પર આવ્યો અને એટલે આ માંગ વધી ગઈ છે. હવે જ્યારે માંગ વધે ત્યારે આપણને ખબર જ છે કે પુરવઠો ઘણી વખતે ઓછો થઈ જતો હોય છે
અથવા તો સીમિત થઈ જતો હોય છે અને કેટલાક ખાનગી કંપનીઓના પેટ્રોલ પંપ બંધ થતા આ માંગ વધી છે. એટલે બીજું એક કારણ આ મોટું અહીંયા આ સામે આવી રહ્યું છે. હવે ત્રીજું કારણ કે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન જે ત્રીજો દાવો કર્યો છે કારણ નંબર 3 એ શું છે? તો જે ડીલર્સનું પોતાનું ટેન્કર નથી એમને પણ વિલંબ થઈ રહ્યો છે એટલે કંપની પાસે ડીલ થતી હોય અને ડાયરેક્ટ એ ટેંકર મોકલાવતા હોય પરંતુ ઘણી વખતે ભાડે લેતા હોય છે પરંતુ જ્યારે માંગ વધી જતી હોય ત્યારે એ ટેંકર પણ ભાડે નથી મળી શકતા અથવા તો પોતાનું નથી ત્યારે ભાડે લઈને લેતા હોય તો ત્યાં અહીંયા સમસ્યા સર્જાતી હોય છે એટલે એમાં વિલંબ થઈ રહ્યો પાંચ વર્ષ પહેલા થયેલા ટેન્ડર પ્રમાણે કોન્ટ્રાક્ટ પરના મર્યાદિત જ ટેન્ડર છે એટલે જેના કારણે આ પણ એક સમસ્યા છે અને માંગ વધે તો વધારાના ટેંકર મળવા પણ મુશ્કેલ થઈ જતા હોય છે જે મેં પહેલા પણ આપને જણાવ્યું તો આ મુખ્ય એક ત્રણ કારણો સામે આવી રહ્યા છે. હવે ભારત પાસે કેટલું ઈંધણ છે સ્ટોકમાં અને કેટલું હોય છે એ અમે આપને જણાવીશું કારણ કે મોટો પ્રશ્ન અત્યારે આ જ થઈ રહ્યો છે. જો કે પીએમ નરેન્દ્ર મોદી પણ કહી ચૂક્યા છે કે આપણી પાસે પૂરતો જથ્થો છે
ચિંતા કરવાની જરૂર નથી પરંતુ સમયાંતરે તંત્ર આપણને અલર્ટ કરતું આવ્યું છે કે જરૂરિયાત પૂરતું જ વાપરો નાહકના ખર્ચા પણ ન કરો અને નાહકનું ઈંધણ પણ ન બગાડવું જોઈએ આપણી પાસે સ્ટોક રાખવો જોઈએ તો આ રીતે પૂરી થાય છે તેલની જરૂરિયાત કઈ રીતે પૂરી થાય છે એ આપણે જણાવીએ તો કાચા તેલનો દૈનિક વપરાશ આપણે જણાવીએ કે કાચા તેલનો દૈનિક વપરાશ કેટલો છે આયાત થતું કાચું તેલ અંદાજે 85ટ જેટલું હોય અને અંદાજે 76 થી 80 કરોડ લીટર જે છે તે આપણે એ જરૂરિયાત એટલે આ રીતે આપણે જરૂરિયાત પૂરી કરતા હોય છે વપરાશ આપણો આ પ્રકારનો હોય છે દેશમાંથી નીકળતું કાચું તેલ અંદાજે 15% જેટલું છે એટલે કાચું તેલ આપણે આયાત 85% કરીએ છીએ અને આપણી પાસે જે દેશમાંથી જે નીકળે છે કાચું તેલ એ 15% જેટલું જથ્થો છે અને અંદાજે એમાંથી 14 થી 16% કરોડ લીટર પણ ઉપલબ્ધ થતું હોય છે એટલે આ આપણી આ જરૂરિયાત છે જરૂરિયાતની સામે હવે અંદાજે સ્ટોક એટલે કુલ અંદાજિત વપરાશની સામે સ્ટોક કેટલો આપણી પાસે છે તો કાચું તેલ 25 દિવસ ચાલી શકે એટલો સ્ટોક આપણી પાસે છે કાચા તેલનો આ સાથે પેટ્રોલ ડીઝલ સહિતની તૈયાર પેટ્રોલિયમ પ્રોડક્ટ કારણ કે કાચું તેલ જેમાંથી આ તમામ પ્રોડક્ટ પણ બનતી હોય છે
તો એ પ્રોડક્ટનો જથ્થો 40 દિવસની આસપાસ ચાલી શકે એટલો જથ્થો છે. હવે સ્ટ્રેટેજીક પેટ્રોલિયમ રિઝર્વ આપણી પાસે કેટલું છે? તો 9 થી 10 દિવસ ચાલી શકે એટલો આપણી પાસે આ સ્ટોક છે અને અંદાજે જો કુલ મોટા મોટી આ તમામ પ્રોડક્ટની વાત કરીએ તો અંદાજે કેટલા દિવસ ચાલી શકે એટલો સ્ટોક આપણી પાસે છે. તો 74 દિવસ સુધી ચાલી શકે એટલો સ્ટોક આપણી પાસે છે એટલે જે અત્યારે પેટ્રોલ પંપ ઉપર લાઈન લગાવી રહ્યા છે એલપીજીને લઈને મારામારી કરી રહ્યા છે એ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી આટલો સ્ટોક આપણી પાસે હયાતમાં છે. હવે 9 ફેબ્રુઆરી 2026 ના દિવસે પેટ્રોલિયમ મંત્રીએ પણ સંસદમાં શું કહ્યું હતું એ સાંભળો ભારત પાસે 74 દિવસ ચાલે એટલો તેલનો જથ્થો ઉપલબ્ધ રહે છે એટલે રહે છે એનો મતલબ જ એ છે કે આટલો જથ્થો તો આપણી પાસે સ્ટોકમાં હોય જ છે કારણ કે ગમે તે પ્રકારની ક્રુશિયલ કન્ડિશન આવી ગઈ દેશ પર તો આ સમયે સરકારો પોતાની રીતે જે તે દેશની સરકાર પણ પોતાની રીતે પોતાનો સ્ટોક રાખતી હોય છે
એટલે 74 ડેઝ આપણી પાસે રહે એટલો એટલે વપરાય એટલો સ્ટોક આપણી પાસે રહે છે હવે ચિંતા કરવાની જરૂર કેમ નથી સૌથી મોટી આ વાત તમારા માટે છે દરેક એક વ્યક્તિ માટે છે કે કેમ ચિંતા નથી કરવાની તો 70% ક્રૂડ ઓઇલ હોર્મોઝ સ્ટ્રેટ સિવાયના માર્ગેથી આવે છે અત્યારે તમામને એક જ ચિંતા છે કે ભાઈ હોર્મોસનો જ એક રસ્તો આપણી પાસે રહેલો છે પરંતુ એવું નથી જી હા હોર્મોસ સિવાય પણ 70% જે ક્રૂડ ઓઇલ છે એ એના સિવાયના રસ્તે આવે છે અને અગાઉ 55% હોર્મોસના માર્ગે આયાત થતું હતું હવે અલગ અલગ 41 દેશોમાંથી ક્રૂડ ઓઇલની આયાત થાય છે જી હા 41 દેશોમાંથી આ આયાત થાય છે એટલે જે આપણે વિચારતા હતા કે 20 25 દેશમાંથી થાય છે એવું નથી ટોટલ જે દેશ છે એ 41 છે એટલે ફક્ત એક ઉપર આપણે ડિપેન્ડ છીએ એવું પણ નથી માટે હવે ચિંતા કરવાની જરૂર કેમ નથી એનું બીજું એક કારણ એ પણ છે કે કાચા તેલની સંપૂર્ણ આયાત બંધ થાય એવું મોટા ભાગે અસંભવ છે એટલે માની માની લો કે કાચું જે તેલ છે એમાંથી આપણે પેટ્રોલ ડીઝલ અલગ અલગ પેટ્રોલિયમ પેદાશો અલગ અલગ આપણે તારતા હોઈએ છીએ એટલે અહીંયા ક્રૂડ ઓઇલ જે છે એ કાચું તેલ જે છે એનો જથ્થો સંપૂર્ણ નીલ થઈ જાય અથવા તો સંપૂર્ણ આપણી પાસે પહોંચે જ નહીં 0% પહોંચે એવું ક્યારેય ન બને અસંભવ છે અને દેશ પાસે કુલ જરૂરિયાતના અંદાજે 74 દિવસ ચાલે એટલો જથ્થો ઉપલબ્ધ છે માટે શા માટે ચિંતા કરવાની જરૂર છે
તો આપણી જરૂરિયાતના અંદાજે 12 થી 15% કાચ સાચું તેલ ભારતમાં છે એટલે કે અન્ય દેશ પાસેથી જે આપણે લઈએ છીએ પરંતુ એના સિવાય પણ આપણી પાસે ભારત દેશમાંથી પણ જે આપણે ઉપલબ્ધ કરાવીએ છીએ એ જથ્થો પણ આપણી પાસે છે તો હયાત જથ્થા ઉપરાંત દરરોજ આયાત થતું દેશમાં નીકળતું કાચું તેલ તો છે જ માટે એ ચિંતા કરવાની જરૂર નથી હા કદાચ વપરાશ થોડો તમારે ઓછો કરવો પડે પરંતુ જથ્થો આપણી પાસે ઉપલબ્ધ રહેવાનો છે. તો આ મોટા મોટી કારણો છે ભારત પાસે કેટલું ઈંધણ સ્ટોકમાં છે કેટલા દિવસની જરૂરિયાત છે કેટલો જથ્થો આપણી પાસે છે આ તમામ વિગતો અમે આપના સુધી પહોંચાડી છે માટે આપે હવે ચિંતા કરવાની જરૂર નથી હાલમાં જે પેટ્રોલ પંપ પણ બંધ થયા છે એના પણ અમે કારણો આપ્યા છે માટે લોકોએ પણ ખોટી અફવાઓમાં આવવાની જરૂર નથી ફરી એક વખત કહી રહી છું ન્યુઝ 18 ગુજરાતી કહી રહ્યું છે તંત્ર કહી રહ્યું છે સરકાર કહી રહી છે કે ખોટી અફવામાં ન આવો અફવાઓ ન ફેલાવો કારણ કે જે પણ અફવા ફેલાવે છે તેને આ રિપોર્ટ પણ આપ પહોંચાડી દેજો