Cli

ટ્રમ્પની એક ભૂલ મોંઘી સાબિત થઈ!૩૨ સૈન્યોએ તેને ચારે બાજુથી ઘેરી લીધું!

Uncategorized

૧૦૦ વાતની એક વાત એ છે કે નિષ્ણાતો અત્યારે ઈરાનની જે ‘મોઝેક રણનીતિ’ની વાત કરી રહ્યા છે, તે આખરે શું છે? શું ઈરાને અમેરિકાને પોતાની મોઝેક જાળમાં ફસાવી દીધું છે? યુદ્ધને લઈને સૌના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે ઈરાન ક્યાં સુધી લડી શકશે?

જ્યારે અમેરિકા અને ઈઝરાયેલે પહેલા જ દિવસે ઈરાનની ટોપ લીડરશિપ અને સુપ્રીમ લીડરને ખતમ કરી દીધા, તો પછી ઈરાન આટલી મજબૂતીથી લડી કેવી રીતે રહ્યું છે? આટલી જલ્દી કમાન કોણે સંભાળી?જવાબ એ છે કે ઈરાન વર્ષોથી આના માટે તૈયાર હતું. ૨૦૦૩માં જ્યારે અમેરિકાએ ઈરાકના સદ્દામ હુસૈનને પકડ્યા, ત્યારે આખું કમાન્ડ સ્ટ્રક્ચર એક ઝટકે પડી ભાંગ્યું હતું. ઈરાન આ જોઈને સમજી ગયું હતું કે જો ભવિષ્યમાં તેની પર હુમલો થાય, તો કેન્દ્રીય કમાન પર નિર્ભર રહેવું જોખમી છે.

ઈઝરાયેલ અને અમેરિકાને કદાચ એમ હતું કે સુપ્રીમ લીડરને માર્યા પછી સિસ્ટમ પડી ભાંગશે, પણ ઈરાને તો રમત હવે શરૂ કરી છે.ઈરાનની IRGC સેનાના કમાન્ડર મોહમ્મદ જાફરીએ ૨૦૦૫માં સેનાનું માળખું બદલવાની શરૂઆત કરી હતી. સામાન્ય રીતે દરેક દેશની સેના એક સેન્ટ્રલ કમાનથી ચાલે છે, પણ ઈરાને ‘મોઝેક કમાન્ડ સ્ટ્રક્ચર’ અપનાવ્યું. ‘મોઝેક’ એટલે નાના-નાના ટુકડાઓ જોડીને બનેલું એક મોટું ચિત્ર. ઈરાને પોતાના ૩૧ પ્રાંતોમાં સેનાની અલગ-અલગ કમાન બનાવી દીધી.

રાજધાની તેહરાનમાં બે કમાન રાખી, એટલે કે કુલ ૩૨ કમાન. અમેરિકા અત્યારે એક સેના સામે નહીં, પણ ૩૨ અલગ-અલગ સેનાઓ સામે લડી રહ્યું છે.આ મોઝેક સ્ટ્રક્ચરનો અર્થ એ છે કે દરેક પ્રાંતની સેના એક સ્વતંત્ર યુનિટ છે. દરેક પાસે પોતાના અલગ કમાન્ડર, હથિયાર, ઈન્ટેલિજન્સ અને અધિકારીઓ છે. જો તેહરાન પર હુમલો થાય અને ટોચના જનરલ માર્યા જાય, તો પણ બાકીના ૩૧ પ્રાંતોની સેનાઓ પોતાની રીતે લડતી રહેશે. આને તમે એવી રીતે સમજી શકો કે જો ભારતમાં દિલ્હી, યુપી, રાજસ્થાન અને ગુજરાતની સેનાઓ અલગ-અલગ કમાન્ડ હેઠળ હોય અને દિલ્હી પર હુમલો થાય તો પણ બાકીના રાજ્યોની સેનાઓ સ્વતંત્ર રીતે દુશ્મન સામે લડતી રહે.ઈરાને ઉત્તરાધિકારીઓની પણ એવી વ્યવસ્થા કરી છે કે જો એક કમાન્ડર માર્યો જાય, તો

બીજા ત્રણ સ્તર સુધીના અધિકારીઓ લાઇનબદ્ધ તૈયાર હોય છે. એટલે કે લડાઈ ક્યારેય અટકતી નથી. દરેક પ્રાંત પાસે પોતાના મિસાઈલ ભંડાર અને ડ્રોન છે, જેનો ઉપયોગ તેઓ કેન્દ્રીય આદેશની રાહ જોયા વગર કરી શકે છે.આ રણનીતિ મજબૂત દુશ્મનને થકવી દેવા માટે બનાવવામાં આવી છે. ઈરાન જાણે છે કે અમેરિકા વિયેતનામ કે અફઘાનિસ્તાનમાં લાંબુ લડી શક્યું નહોતું.

ઈરાનનો હેતુ યુદ્ધને લાંબુ ખેંચવાનો છે જેથી દુશ્મન કંટાળી જાય. આ સિવાય IRGC ની કુદ્સ ફોર્સે લેબનોનમાં હિઝબુલ્લાહ અને યમનમાં હુથી લડવૈયાઓ તૈયાર કર્યા છે, જે ઈઝરાયેલ અને અમેરિકાને અલગ-અલગ મોરચે ઉલઝાવી રાખે છે.ટૂંકમાં, ઈરાનનું મોઝેક સ્ટ્રક્ચર તેને લાંબા યુદ્ધમાં ટકી રહેવાની તાકાત આપે છે. દુશ્મન માટે એક સેનાને હરાવવી સરળ હોઈ શકે, પણ ૩૨ અલગ-અલગ સ્વતંત્ર સેનાઓ સાથે લડવું અત્યંત મુશ્કેલ છે. જ્યાં સુધી છેલ્લું યુનિટ ઊભું છે, ત્યાં સુધી જંગ જારી રહેશે. આ છે મોઝેક સેનાની લડાઈ – દુશ્મન ભલે માથા ગણે, પણ અહીં દરેક ટુકડો પોતે એક આખી સેના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *