નર્મદા જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ છે. જેમાં રાજપીપળા નગરના પબ્લિક ગાર્ડનમાં નગરપાલિકા રાજપીપડા દ્વારા વ્યાપારી હેતુથી દુકાનો બાંધી દઈ ગાર્ડનની 51000 ચોરસ ફૂટ કરતા વધુ જમીનનો ગેર ઉપયોગ કરવા સામે રાજવી પરિવારના યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલે વાંધો ઉઠાવ્યો છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી આ જાહેર હિતની અરજીની સુનવણીમાં હાઈકોર્ટે શું કહ્યું છે અરદદાને કયા પ્રકારના નિર્દેશો આપ્યા છે અને આ મુદ્દે નગરના લોકોનું શું કહેવું છે એની વિગતે વાત કરીશું આ વિ વૈષ્ણવજન [સંગીત] તો તેને કહીએ જે પીરપરાઈ [સંગીત] જાણે રે નવજીઓ ન્યુઝમાં તમારું સ્વાગત છે
બ્રિટિશ રૂલ અને એ પહેલા રાજપીપડા એક સ્વતંત્ર રજવાડું હતું જેમાં માં ગોહિલ વંશનું રાજ હતું. ત્યારે વર્ષ 1920 માં રાજપીપડા સ્ટેટના મહારાજા વિજયસિંહ દ્વારા નગરની પ્રજાને હરવા ફરવાનો અને બાળકોને આનંદ પ્રમોદની જગ્યા મળી રહે એ માટેની એક વ્યવસ્થા ઊભી કરવાના ભાગરૂપે પબ્લિક ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જ્યાં વસવાટ કરતા માછી સમાજના 62 જેટલા પરિવારોને નગરના નવા ફળયા વિસ્તારમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા અને ગાર્ડન માટેની આ જગ્યાની ફાળવણી કરતી વખતે તેમાં બિનફાકારક હેતુ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો તેવું જાણવા મળે છે. પરંતુ દેશની આઝાદી પછી અસ્તિત્વમાં આવેલી મ્યુનસિપાલટી અને નગરપાલિકાના વહીવટના વર્ષો દરમિયાન ગાર્ડનની જગ્યામાં સમયાંતરે પાકા બાંધકામો આકાર લઈ રહ્યા હતા અને આવકના સાધનો ઊભા કરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી તેના ભાગરૂપે પહેલા એક ટાઉન હોલ બાંધવામાં આવ્યું ત્યારબાદ એક સુલભ શૌચાલય બાંધવામાં આવ્યું ત્યારબાદ એક 60 દુકાનોનું શોપિંગ કોમ્પ્લેક્સ અને ત્યારબાદ બાળકોના રમત ગમતની જગ્યાના સાધનો તોડી હટાવીને ત્યાં ટેન્ટ આકારની 22 જેટલી ફૂડ કોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેના માટે ગાર્ડનની 4848સ્ફટ જગ્યાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ત્યારે હરવા ભરવા ગ્રીનરી અને બાળકોના રમત ગમતની જગ્યાઓનો ભોગ લઈ ત્યાં પાકી ઇમારતોનું બાંધકામ કરી દેવા સામે નગરના લોકોમાં કચવાટ ફેલાયો હતો પરંતુ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આ કચવાટને કોરણે મૂકીને કામગીરી જારી રાખવામાં આવી હતી. ત્યારે આમુદ્દે નગરના કેટલાક પ્રબુદ્ધ નાગરિકોએ રાજપીપડા નગરના રાજવી પરિવારના યુવરાજ માનવેન્દ્ર સિંહને અમુદ્દે દરમિયાનગીરી કરવા માટે રજૂઆત કરી હતી ત્યારે તેમના દ્વારા પ્રજાના પક્ષે વિવિધ સત્તાવાળાઓ સમક્ષ લેખિત અરજીઓ કરી સદર બાંધકામની જે કામગીરી છે તે નિયમ વિરુદ્ધ કરવામાં આવી રહી છે હેતુફેર કરી કરાતી હોવાના મુદ્દા ઉઠાવતા આખરે રાજપીપડા નગરપાલિકાને પોતાની આ ફૂડ કોર્ટની કામગીરી છે તે અટકાવી દેવાની ફરજ પડી હતી પરંતુ આ પાકા બાંધકામોને દૂર કરવામાં માં ન આવતા આખરે યુવરાજ માનવેન્દ્ર સિંહે નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જાહેર હિતની અરજી ફાઈલ કરી હતી જેમાં હાઈકોર્ટમાં સુનવણી કરતી વખતે અરજદારને હાઈકોર્ટે જણાવ્યું હતું કે તમારે અમને જણાવવું પડશે કે ગાર્ડનની કુલ કેટલી જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે.
ત્યારે આગળની સુનાવણી બાદ ગઈકાલે જે 13 ફેબ્રુઆરી સુનવણી થઈ ગુજરાત હાઈકોર્ટમાં એમાં જે અરજ કરતા છે યુવરાજ માનવેન્દ્ર સિંહ તેમના દ્વારા એફિડેવિટ ફાઇલ કરવામાં આવ્યું છે અને એ મુજબ ગાર્ડનની અંદર એક ટાઉન હોલ બે સુલભ શૌચાલય એક 60 દુકાનોનું શોપિંગ કોમ્પ્લેક્સ અને 22 દુકાનોનું ટેન્ટ આકારનું ફૂડ કોર્ટ એમ મળી કુલ 51220 જેટલી સ્ક્વેરફટ જગ્યામાં પાકું બાંધકામ કરાયા હોવાની એફિડેવિટ સાથેની માહિતી તેમણે નામદાર હાઈકોર્ટ સમક્ષ મૂકી છે ત્યારે આ મુદ્દે રાજપીપડા સ્ટેટના યુવરાજ માનવેન્દ્ર સિંહ સાથે અમે ટેલિફોનિક વાતચીત કરી આંગે તેમની પાસેથી માહિતી જાણવાનો પ્રયાસ કર્યો છે તમે પણ સાંભળો સર આપે જે ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી છે રાજપીપડાના ગાર્ડનના જે જમીનના દબાણને ગેરકાયદેસર ઉપયોગ નોન કોમર્શિયલ યુઝ માટે તો ગઈકાલે જે 13 ફેબ્રુઆરી હાઈકોર્ટમાં સુનાવણી થઈ ત્યારે શું પ્રોસેસ થઈ છે અને હાઈકોર્ટ દ્વારા શું કહેવામાં આવ્યું છે અને આપના તરફથી શું પીટીશનમાં જે સપ્લીમેન્ટરી ડોક્યુમેન્ટ ફાઇલ કરવામાં આવ્યા છે એના એના વિશે આપ જણાવશો. હા તો જે 13મી તારીખે હિયરિંગ હતી ગઈ કાલે એમાં કોર્ટે હુકમ કર્યું હતું કે જે કઈક ગેરકાયદેસરનું બાંધકામ થયું છે એની વિગત અમને એફિડેવિટ દ્વારા મોકલવામાં આવે અને એફિડેવિટમાં એ પણ જણાવ્યું હતું કે
મારી કોઈ વ્યક્તિગત રીતે ગાર્ડનની આજુબાજુની કોઈ જમીન નથી બિલકુલ એવું પણ ને એક મારે એક ડિક્લેરેશન આપવાનું હતું એ એફિડેવિટ મે એને નોટરાઈઝ કરાવીને અને મેં હાઈકોર્ટમાં પહોંચતી કરી દીધી છે અને હવે એ લોકોએ એક્સેપ્ટ પણ કરી લીધી છે અને હવે આગળની કાર્યવાહી માટે મને જાણ કરશે વકીલ ત્યારેને ખબર પડશે કે હવે નેક્સ્ટ શેરિંગ ક્યાં શું છે અને એની શું કાર્યવાહી થવાની છે સર હાલમાં એક જાણકારી માટે કહું તો કેટલા સ્ક્વેર ફૂટ કેટલા સ્ક્વેર મીટર જમીન ઉપર નગરપાલિકા દ્વારા આટલા વર્ષો દ્વારા બાંધકામ કરવામાં આવ્યું છે એમાં કેટલા સ્ક્વેર ફીટનું કઈ ઉલ્લેખ આવ્યો છે સર હા ઓલમોસ્ટ 50,000 સ્ક્વેર ફીટથી વધારેનું ગેરકાયદસનું બાંધકામ થયું છે એવું અમે જે માપણી કરી છે એના અનુસારમાં જાણવા મળ્યું છે તે અમે એફિડેવિટમાં દર્શાવ્યું છે
અને એ અમે કોર્ટમાં રજૂ કરી દીધું છે રાજપીપીડા નગરના પબ્લિક ગાર્ડનની જગ્યાનો વ્યાપારિક ધોરણે ઉપયોગ કરવા સામે રાજપીપડા સ્ટેટના પ્રિન્સ યુવરાજ માનવેન્દ્ર સિંહ ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરતા મુદ્દો હવે ખૂબ ચર્ચામાં આવ્યો છે લાંબા સમયથી નગરની ઐતિહાસિક ઇમારતોની જરજરીત અને કરૂણ હાલત તેમજ પબ્લિક ગાર્ડનની દુર્દશા સામે નગરજનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતા પરંતુ સત્તાવાળાઓએ આ મામલે પ્રજાને દાદ ન આપતા આખરે હવે રાજવી પરિવારના યુવરાજ માનવેન્દ્ર સિંહ આ મુદ્દે આગળ આવ્યા છે અને તેમણે પ્રજાના પક્ષે નામદાર ગુજરાત હાઈકોર્ટના બારણા ખખડાવ્યા છે હવે જોવાનું એ જ છે કે આ મુદ્દે આગળ શું શું અપડેટ આવે છે? હાઈકોર્ટ કયા પ્રકારનું વલણ અપનાવે છે નગરપાલિકા છે તે પોતાનો પક્ષ મૂકે છે અને આખરે એમાં શું ચુકાદો આવશે એ તમામ મુદ્દાઓ જાણવા અને સમજવા માટે અમારી આ નવજીવન ન્યુઝની ચેનલ સાથે જોડાયેલા રહેજો અને આ વીડિયોને વધુમાં વધુ શેર કરજો ફરી મળીશું એક નવા વીડિયોમાં [સંગીત]