103 વર્ષની વયે ગંગાબાઈ નામના મહિલાએ અંતિમ શ્વાસ લઈ લીધા. ભારે હૃદયે પરિવારજનો અંતિમ વિધિની તૈયારી કરી રહ્યા હતા અને સગા સબંધીઓ પણ રડતી આંખે અંતિમ વિદાય આપવા પહોંચ્યા હતા. પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. કારણ કે અંતિમ વિધિ વખતે અચાનક ગંગાબાઈના પગની આંગળીઓમાં હલન ચલન થાય છે. તમે આવા દ્રશ્યો કદાચ ફિલ્મોમાં જોયા હશે પરંતુ રિયલ લાઈફમાં આવી જ એક ઘટના હાલ સામે આવી છે. વિધિના લેખ કહો કે કોઈ ચમત્કાર પરંતુ પરિવારજનોએ જેને મૃત માની લીધા હતા તે દાદી છે તે જીવન થાય છે.
જે ઘરે હૈયાપાટ આકરંદના દ્રશ્યો હતા ત્યાં થોડી મિનિટોમાં દાદીના જન્મદિવસની ઉજવણી થાય છે. નમસ્કાર આપની સાથે હું મમતા ગઢવી અને જીવન થયેલા આ ગંગાબાઈની વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર સામાન્ય રીતે ફિલ્મમાં તમે કોઈને નિધન બાદ જીવન થતા જોયા હશે. પરંતુ વાસ્તવિક જીવનમાં પણ કોઈ મોતને માત આપીને જીવન થાય તો જી આ જાણીને તમને કદાચ નવાઈ લાગશે પરંતુ આવી જ એક અજીબો ગરીબ ઘટના હાલ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. વાત જાણે એમ છે કે 103 વર્ષના દાદીએ અંતિમ શ્વાસ લઈ લીધા હતા. પરિવારજનો પણ દાદીને મૃત માની લીધા હતા અને વડના છાયા સમા આ વડીલના મોતથી પરિવારજનોની આંખોમાં આંસુ હતા અને સૌ કોઈ અંતિમ વિદાયની તૈયારીમાં વ્યસ્ત હતા પરંતુ થોડી કલાકમાં આખું ચિત્ર છે
તે બદલાઈ જાય છે અંતિમ વિધિની તૈયારી વચ્ચે સગા સંબંધીએ દાદીના પગની આંગળીઓમાં હલનચલન જોયું અને થોડીવારમાં દાદીમાં જાણી નવા પ્રાણ પુરાયા જોગાનું જોગ આ દિવસે દાદીનો જન્મદિવસ પણ હતો તેથી કેક કાપી ધામે ધૂમથી જન્મદિવસની ઉજ ઉજવણી પણ કરવામાં આવી જે ઘરે રણવાનો અવાજ આવતો હતો ત્યાં તાલીઓ અને ખુશીથી ઘર ગુંજી ઉઠ્યું જો વિગતે વાત કરીએ તો મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના રામટેકમાં 103 વર્ષીય મહિલા ગંગાબાઈ સખારે પરિવાર સાથે હર્ષો ઉલ્લાસથી રહેતા હતા. શ્વાસ બંધ થઈ જતા પરિવારજનોએ તેમને મૃત માની અંતિમ વિધિની તૈયારી આદરી હતી કારણ કે દાદી કોઈપણ પ્રકારની હલન ચલન છે તે નોતા કરી રહ્યા પરિવારજનોએ આ દુખદ સમાચાર સગા સંબંધીઓ સુધી પહોંચાડ્યા ઘરના મોભીના નિધનથી સગા સંબંધીઓનો જમાવડો પણ થોડીવારમાં જોવા મળ્યો. પરિવારજનો અંતિમ વિધિમે વ્યસ્ત હતા અને સગા સંબંધીઓ ગંગાબાઈ પાસે બેઠા હતા. આ દરમિયાન એક સગા સંબંધીએ ગંગાબાઈના પગની આંગળીઓમાં હલન ચલન જોઈ બાદમાં તેમણે પરિવારજનોને જણાવ્યું આ જોઈને ત્યાં હાજર સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા કારણ કે અંતિમ વિદાયની તૈયારી કરતા પરિવારજનો દ્વારા ગંગાબાઈને નવી સાડી પહેરાવવામાં આવી હતી. પાર્થિવ દેહની અંતિમ વિધિ કરવા હાથ પગ પણ બાંધેલા હતા.
નાકમાં રૂણા પુંભડા પણ લગાવી દેવામાં આવ્યા હતા જો કે ગંગાબાઈના પગમાં હલનચલન જોતા અંતિમ વિધિ ત્યાંને ત્યાં અટકાવી દેવામાં આવી નાકમાં રૂણા કુંભડા હટાવતા તેમણે ઊંડો શ્વાસ લીધો અને જાણે યમરાજના દ્વારે પહોંચેલા ગંગાબાઈ જીવન થઈ ગયા આ ક્ષણે ઘરના શોકમય વાતાવરણને પળભરમાં જ આનંદ અને આશ્ચર્યમાં ફેરવી દીધું. શબવાહિની છે તે પાછી મોકલવામાં આવી અને શોક મંડપ પણ દૂર કરવામાં આવ્યું. મૃત્યુના મુખમાંથી પાછા ફરતા 103 વર્ષીય દાદી ગંગાબાઈ જીવન થયા એ કોઈ ચમત્કારથી કમ નથી કારણ કે આજ દિવસે ગંગાબાઈનો જન્મદિવસ પણ હતો તેથી પરિવારે દાદીમાનો 103 મો જન્મદિવસ છે તે કેક કાપીને ખૂબ જ હર્ષો ઉલ્લાસથી ઉજવ્યો.
શોકગ્રસ્ત ચહેરાઓ સાથે અંતિમ સંસ્કારમાંથી પાછા પડતા શોકાતુર લોકોનો ખુશીથી કેક ખાધાની આ ઘટના અનોખી છે અને તે ખૂબ જ ચર્ચા જગાવી રહી છે. આ ઘટનાને માત્ર તેમના ગામ પરંતુ આસપાસના વિસ્તારોમાં પણ ચર્ચાનું કેન્દ્ર બની છે. લોકો ગંગાબાઈને જીવન ચમત્કાર કહેવા લાગ્યા મોટી સંખ્યામાં લોકો તેમને મળવા અને તેમના આશીર્વાદ લેવા માટે તેમના ઘરે પહોંચી રહ્યા છે. પરિવારજનોનું કહેવું છે કે ગંગાબાઈ હવે સંપૂર્ણ રીતે છે તે સ્વસ્થ છે. ડોક્ટરોની સલાહ લેવામાં આવી રહી છે અને તેમના સ્વાસ્થ્ય પર પૂરી નજર રાખવામાં આવશે. આ ઘટના અંગે પરિવારના સભ્યોનું કહેવું છે કે આટલી મોટી ઉંમરે આવી કોઈ ઘટના છે
તે ચમત્કારથી ઓછી નથી. પોત્ર રાખે શકારે કહ્યું હતું કે જો પગની હિલચાલ ન જોઈ હોત તો આ કહાની કંઈક અલગ હતી. આ તો ભગવાનની કૃપા છે કે તેમના દાદીને નવું જીવન મળ્યું છે. બીજી તરફ આ ઘટના અંગે નિશાંતોનું માનવું છે કે વૃદ્ધાવસ્થામાં શારીરિક કાર્યો ખૂબ જ ધીમા થઈ જતા હોય છે. શ્વાસ એટલા ધીમા થઈ જાય છે કે મૂજવણ ભર્યું બની શકે છે. આવા કિસ્સામાં ઉતાવળમાં કંઈક કરતા પહેલા તબીબી તપાસ જરૂરી છે. આ ઘટના આનું ઉત્તમ ઉદાહરણ છે. ત્યારે હાલ તો ગંગાબાઈના જીવન થવાની આ ઘટના લોકોમાં છે તે વાયુવેગે ફેલાય છે. આંગે આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો તો અત્યારે બસ આટલું જ ફરી કઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહેશું અને મળતા રહેશું વાત ગુજરાતી પર