Cli

પ્રિયા અને કરિશ્મા પછી સંજય કપૂરની માતાએ મિલકતનો કેસ દાખલ કર્યો!

Uncategorized

બિઝનેસમેન સંજય કપૂરની મોત પછી હવે મિલકતને લઈને ઘરમાં ભારે ઘમાસાણ શરૂ થઈ ગયું છે તેમાં હવે એક નવો વિવાદ સામે આવ્યો છે તેમની ત્રીજી પત્ની પ્રિયા સચદેવ અને તેમની એક્સ પત્ની કરિશ્મા કપૂર વચ્ચે મિલકતને લઈને પહેલાથી જ વિવાદ ચાલી રહ્યો હતો આ વિવાદ અને મિલકતમાં હિસ્સા મામલે એક નવા વ્યક્તિની એન્ટ્રી થઈ છે

આ મહિલાએ પણ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે સાથે જ તેમણે સંજય કપૂરની ત્રીજી પત્ની પર અનેક ગંભીર આક્ષેપ પણ લગાવ્યા છે સંજય કપૂરની મોત હાર્ટ એટેકથી થઈ હતી સંજય કપૂર પાછળ ઘણી કરોડોની મિલકત છોડી ગયા છેસંજયના મૃત્યુ પછી હવે તેમની મિલકત માટે જોરદાર યુદ્ધ ચાલી રહ્યું છે

તાજેતરમાં કરિશ્મા કપૂર અને તેમના બાળકો મિલકત માટે કોર્ટ પહોંચ્યા હતા ત્યારે હવે કરિશ્મા ઉપરાંત સંજયની માતા રાણી કપૂર પણ કોર્ટ પહોંચી છે રાણી કપૂરે પોતાની વહુ પ્રિયાથી પોતાને પણ મિલકતમાં હિસ્સો આપવાની માંગ કરી છે રિપોર્ટ્સ મુજબ પ્રિયા સચદેવ પર સંજયની માતા રાણીએ અનેક આક્ષેપ લગાવ્યા છે

રાણી કપૂરે કોર્ટમાં કહ્યું કે મારો દીકરો આજે મને વગર છતના છોડી ગયો હું 80 વર્ષની છું આજે મારી પાસે કશું નથીમેં વસીયત વિશે પૂછતા ઓછામાં ઓછા 15 ઈમેલ લખ્યા છે દસ્તાવેજ શું છે એનો એક શબ્દ પણ મને કહેવામાં આવ્યો નથી સંજયની માતાએ આગળ કહ્યું કે મને જણાવવામાં આવ્યું છે કે મારા ઈમેલ અકાઉન્ટ સાથે ચેડાં કરવામાં આવ્યા છે આ એકદમ ખોટું છે 100 કરોડની મિલકત મારી હોવી જોઈએ રાણીએ પ્રિયા પર આક્ષેપ મૂકતા કહ્યું કે

બસ સચદેવ આવી અને લગ્નના 3 મહિના અંદર જ બધું સમાપ્ત થઈ ગયું મારો દીકરો આજે મને બેસહારો છોડી ગયો છે રાણી કપૂરે આગળ કહ્યું કે વસીયત વિશે આ પણ ધ્યાન રાખવું જરૂરી છે કે સોના કોમસ્ટારની મિલકતો વેચાઈ ચૂકી છે અમને ખબર નથી કે તેને કોણે વેચી 500 કરોડ રૂપિયાના શેર સિંગાપુરની એક સંસ્થા પાસે વેચી દેવામાં આવ્યા છે મારા સાથે કોઈપણ દસ્તાવેજ શેર કરવામાં આવ્યા નથી રાણીએ પ્રિયા પર મિલકત હડપવાનો આક્ષેપ કર્યો છે હવે જોવાની વાત હશે કે આ વિવાદ ક્યાં જઈને અટકે છે શું મિલકતમાં હવે ત્રણ હિસ્સા થશે કે પછી પ્રિયા સચદેવ કોઈને પણ મિલકત પોતાના નામે ન કરવા દેશું .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *