કહેવાય છે ને મુશકેલીઓ આવે ત્યારે ચારેય બાજુથી આવતી હોય છે. સામાન્ય રીતે બોલચાલમાં ઉપયોગમાં લેવામાં આવતું આ વાક્ય હાલમાં અરવિંદ કેજરીવાલના પક્ષ આમ આદમી પાર્ટી પર લાગુ પડતું હોય તેવું લાગી રહ્યું છે એ તો તમે જાણતા જ હશો કે હાલમાં જ આ પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભુપત ભાયાણી એ અચાનક જ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. ગત ૧૩ ડિસેમ્બરના રોજ જ ભુપત ભાયાણીએ પોતાના પદ પરથી રાજીનામુ આપ્યું હતું. તેમનું કહેવું હતું કે આમ આદમી પાર્ટીમાં યોગ્ય પ્લેટફોર્મ ન મળતું હોવાને કારણે તેઓ રાજીનામું આપી રહ્યા છે. સાથે જ તમને જણાવ્યું હતું કે તેઓ ભાજપમાં જોડાઈ પણ શકે છે જોકે આ અંગે તમને હજુ સુધી કોઈ નિર્ણય કર્યો નથી.
જોકે ભુપત ભાયાણી ના રાજીના પાછળ ની સત્ય હકીકત હજી બહાર આવે તે પહેલા જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ ડેડીયાપાડામાં પોલીસ સમક્ષ હાજર થઈને પાર્ટીની મુશ્કેલીઓમાં વધારો કરી દિધો છે ઉલ્લેખનીય છે કે, ડેડીયાપાડાની જંગલની જમીન પર ખેડાણ મુદ્દે ડેડીયાપાડાના એમ.એલ.એ ચૈતર વસાવા અને વનવિભાગના કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ હતી. જે બાદ તેમાં અન્ય લોકો પણ વચ્ચે પડયા હતા. ખબર અનુસાર આ મુદ્દાને લઈને ચૈતર વસાવા પર વણકરમીઓ સાથે મારપીટ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. એટલું જ નહિ આ અંગે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ તેમની પત્ની અને પી.એ ની ધરપકડ પણ કરવામાં આવી હતી.
જોકે ફરિયાદના ઘણા સમય સુધી ચૈતર વસાવા પોલીસથી ભાગી રહ્યા હતા તેમને ધરપકડ પહેલા જ આગોતરા જામીન પણ માંગ્યા હતા પરંતુ જામીન ન મળવાને કારણે તેઓ આજે પોલીસ સમક્ષ હાજર થયા હતા જણાવી દઈએ કે, ચૈતર વસાવાના આવવાની વાત સાંભળતા જ ડેડીયાપાડામાં પોલીસ કાફલા સાથે લોકોની ભીડ ઉમટી પડી છે.ચૈતર વસાવાના સમર્થકોનું કહેવું છે કે તેમના ધારાસભ્યોને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે આ ઉપરાંત વાત કરીએ ચૈતર વસાવા અત્યાર સુધી ક્યા હતા તે અંગે તો ચૈતર વસાવાના વકીલના જણાવ્યા અનુસાર તેઓ તેમના ઘરે જ હતા પરંતુ ત્યાં કોઈ પોલીસ આવી જ નથી.