બોલીવુડમાંથી એક દુઃખદ ખબર આવી રહી છે મશહૂર અભિનેત્રી તબસ્સુમ ગોવિલનું 78 વર્ષની ઉંમરે દુઃખદ નિધન થયું છે તબસ્સુમ ગોવિલ નું નિધન કા ર્ડિયાક અ રેસ્ટને કારણે થયું છે બોલીવુડમાં બેબી તબસ્સુમ તરીકે જાણીતી અભિનેત્રીએ 1947માં બાળ કલાકાર તરીકે કરિયરની શરૂઆત કરી હતી.
તેના બાદ તબસ્સુમે 1972 થી 1993 સુધી લોકપ્રિય દૂરદર્શન સેલિબ્રિટી ટોક શો ફૂલ ખીલે હૈં ગુલશન ગુલશન હોસ્ટ કર્યું તેના બાદથી તેઓ અચાનક ઇન્ડસ્ટ્રીઝમાં પોતાનું નામ બનાવ્યું હતું તેના બાદથી તબસ્સુમ ગોવિલ એ બોલીવુડની અનેક ફિલ્મોમાં કર્યું અને કેટલીયે ફિલ્મો એમની હિટ ગઈ.
2021 માં આવેલ કો!રોના વાયરસના ઝપેટમાં પણ તબસ્સુમન આવી ગયા હતા એ સમયે એમને લગભગ 10 દિવસ હોસ્પિટલમાં રહેવું પડ્યું ત્યારબાદ તેઓ સ્વસ્થ્ય થઈ ગયા હતા ત્યારે પણ એમના વિશે ઘણી અફવાઓ ઉડી હતી કે તેઓ નિધન પામ્યા પરંતુ તેમના પુત્રએ અફવાઓને નકારી કાઢી હતી.
અભિનેત્રી તબસ્સુમ ગોવિલનું નિધન થતા બોલીવુડમાં શોકની લાગણી છવાઈ ગઈ છે 21મી નવેમ્બરના રોજ આર્ય સમાજ લિંકિંગ રોડ સાંતાક્રુઝ ખાતે તેમને શ્રદ્ધાંજલિ આપવા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવશે એમના નિદ્યન પર બોલીવુડની દરેક હસ્તીઓ એમને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ કરી રહ્યું છે.