હાલમાં સાળંગપુર મંદિર વિવાદ કેટલો ઉગ્ર બની રહ્યો છે એ તો તમે જાણતા જ હશો.મંદિરમાં મૂર્તિ નીચે કેટલાક ભીંતચિત્રો લગાવવામાં આવ્યા છે જેમના એકમાં હનુમાનજી સ્વામિનારાયણ ભગવાનને પ્રણામ કરતા જોવા મળી રહ્યા છે તો અન્ય એકમાં હનુમાનજી સહજાનંદ સ્વામીના આસન સામે બેસી તેમને પ્રણામ કરતા બતાવવામાં આવ્યા છે.
હાલમાં સોશિયલ મીડિયા તેમજ ન્યુઝ મીડિયા પર અનેક લોકો આ અંગે રોષ ઠાલવતા જોવા મળી રહ્યા છે.એવામાં હાલમાં સાળંગપુરના મંદિરથી જ એક વીડિયો સામે આવ્યો છે.જેમાં એક યુવાન મંદિરની મૂર્તિ નીચેના ચિત્રો પર કાળો રંગ લગાવતો જોવા મળી રહ્યો છે.
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે યુવાનની આ હરકત જોતા જ પોલીસે દોડી આવી યુવાનની ધરપકડ કરી લીધી.વાત કરીએ કાળો રંગ લગાવનાર આ વ્યક્તિ અંગે તો સાળંગપુરની નજીક આવેલા ચારણકી ગામનો હોવાનું સામે આવ્યું છે.આ વ્યક્તિનું નામ હર્ષદ ગઢવી છે. આ જાણકારી અનુસાર તે બેરીકેટ તોડીને મૂર્તિ સુધી પહોંચ્યો હતો.
ઉલ્લેખનિય છે કે આ ઘટના બાદ પોલીસ તેમજ મંદિર પ્રસાશનમાં આંદોલનનો ભય ઊભો થયો છે.જેને લઇને હાલમાં મંદિરમાં પોલીસ કાફલો પણ વધારી દેવામાં આવ્યો છે.જો કે હાલમાં આ મામલે કોઇ ચોક્કસ નિર્ણય લેવામાં આવે તેવું લાગી રહ્યું નથી.દિવસે દિવસે ઉગ્ર બનતા આ વિવાદમાં શું થશે અને વિવાદ ક્યા અટકશે તે તો સમય જ બતાવશે.