બોલીવુડ ફિલ્મ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કીયારા અડવાણી હનીમૂન ટ્રીપ ની મજા માણીને ભારત પાછા ફરી ગયા છે 7 ફેબ્રુઆરી ના રોજ જેસલ મેરના સૂર્યગઢ પેલેસમાં બોલીવુડ નું આ સુંદર જોડેલું લગ્નના પવિત્ર બંધનમાં બંધાયું હતું બોલીવુડ કપલ એરપોર્ટ થી બહાર આવતું જોવા મળ્યું હતું અડવાણી સફેદ રંગના ટોપ.
સાથે સફેદ પેન્ટમાં ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી ચહેરા પર બ્લેક ગોગલ્સ અને ખુલ્લા વાળમાં તે ગ્લેમર અંદાજમાં જોવા મળી હતી તો સિદ્ધાર્થ મલ્હોત્રા સફેદ પેન્ટ અને જાંબલી રંગના સુંદર ટીશર્ટમાં ખૂબ જ હેન્સમ લાગી રહ્યા હતા બંને ચહેરા પર ગોગલ્સ લગાવીને ખૂબ જ ખુશીના અંદાજમાં મીડિયા ની સામે આવ્યા હતા.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી એ જેસલમેર ના સૂર્યગઢ પેલેસમાં ખૂબ જ ભવ્ય રીતે પોતાના લગ્નનું આયોજન કર્યું હતું પેલેસના 84 બુક કરવામાં આવ્યા હતા મહેમાનો માટે ઘણી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી જે તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેસલમેર થી સિદ્ધાર્થ અને કિયારા.
દિલ્હી રવાના થયા હતા દિલ્હી પરિવારજનો ના આશીર્વાદ મેળવી સિદ્ધાર્થ અને કિયારા મુંબઈ આવ્યા હતા અને મુંબઈમાં તેમને લગ્નની ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સિતારાઓ ઉમટી પડ્યા હતા જેમાં અજય દેવગણ કાજોલ અક્ષય કુમાર કરણ જોહર અનુષ્કા શર્મા કરીના કપૂર મીરા રાજપુત અનન્યા પાંડે.
જેવા સેલેબ્સ સાથે બિઝનેસમેન પણ જોવા મળ્યા હતા લગ્ન અને લગ્નની પાર્ટી દરમિયાન સિદ્ધાર્થ મલ્હોત્રા અને કીયારા અડવાણી ના બધા જ કપડા બોલીવુડના જાણીતા ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કર્યા હતા જેની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર લોકોએ ખૂબ જ પસંદ કરી હતી સાથે લગ્નના ઘણા બધા વિડીયો અને.
તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા ધરાવતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કીયારા અડવાણી લગ્ન બાદ હવે ટુંક સમય માં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પરત ફરશે અને આ કપલ પણ એક સાથે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ની ફિલ્મ બ્રહ્માસ્ત્રની જેમ ફિલ્મ કરવા માંગે છે તેવી તેમને ઈચ્છા વ્યક્ત કરી હતી.