બૉલીવુડ એક્ટર કંગના રાણાવત તેની ફિલ્મો કરતા પોતાના બયાનને લઈને ઘણી ચર્ચામા રહે છે હાલમાં કંગના રાણાવતને બોલિવૂડના સૌથી મોટા એવોર્ડ્સમાંના એક ફિલ્મફેર માટે શ્રેષ્ઠ અભિનેત્રીની શ્રેણીમાં નોમિનેશન કરવામાં આવી હતી કંગનાને આ નોમિનેશન તેની ફિલ્મ થલાઈવી માટે મળ્યું છે પરંતુ કંગનાએ સામેથી.
મેગેઝીન પર આરોપ લગાવવાનું શરૂ કરી દીધું હતું પરંતુ કંગનાને એ આરોપ લગાવવા ભારે ગયા છે મેગેઝીને એક લાબું સ્ટેસ્ટમેન્ટ આપીને નોમિનેશનથી કંગનાનું નામ પાછું ખેંચી લીધું છે કંગનાના મેગેઝીન પર દુરભાવપૂર્ણ બયાન બાદ ફિલ્મફેર એવોર્ડ્સે એક લાંબી નોટ લખતા જવાબમાં કહ્યું છેકે અભિનેત્રીને એવોર્ડ વિશે કે ઇવેન્ટમાં.
પર્ફોર્મન્સ કરવા માટે કહેવામાં આવ્યું ન હતું પરંતુ મેગેઝિને જે મેસેજ કર્યો તે કંગનાને તેના નોમિનેશન માટે મોકલવામાં આવ્યો હતો મેસેજમાં લખ્યું હતું કે હેલો કંગના ફિલ્મફેર એવોર્ડ્સમાં તમારા નોમિનેશન માટે એ ખુશીની વાત હશે કે તમે ત્યા હાજર રહેશો કૃપા કરીને 30મી ઓગસ્ટે BKC મુંબઈમાં Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં તમે હાજર રહેશો.
તેનાથી તમારી રિઝર્વેશન શીટમાં મદદ થશે કૃપા કરીને તમારા ઘરનું એડ્રેસ અમને મોકલો એટલે અમે તમને આમંત્રણ મોકલી શકીએ મેગેઝીને કહ્યું છેકે કંગનાએ લગાવેલ તમામ આરોપ પાયાવિહોણા છે તેઓ બધા ફિલ્મ સ્ટાર સાથે સેલિબ્રેટ કરવા માંગતા હતા એમણે પોતાના મેસેજમાં ચોખવટ કરી કે તેઓ ત્યારે પણ એવોર્ડ આપે છે જયારે કોઈ હાજર રહે કે નહીં પર્ફોર્મ્સ આપે કે નહીં.