Cli
અંતિમ સંસ્કારમાં કાંટો બન્યું ધર્માંતરણ, 30 કલાક થયા છતાં વહુ અને બ્રાહ્મણ પરિવારના ડખા વચ્ચે પડ્યો છે મૃતદેહ...

અંતિમ સંસ્કારમાં કાંટો બન્યું ધર્માંતરણ, 30 કલાક થયા છતાં વહુ અને બ્રાહ્મણ પરિવારના ડખા વચ્ચે પડ્યો છે મૃતદેહ…

Ajab-Gajab

ઉત્તરપ્રદેશમાંથી એક અનોખો મામલો સામે આવ્યો છે વાત કંઈક યુપીના તરાઈ જિલ્લાના પીલીભીતમાં છે અહીં ધર્મ પરિવર્તન કરવાને કારણે મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા નથી અહીં આ વ્યક્તિને નિધન પામે 30 કલાક જેટલો સમય થઈ ગયો છે પરંતુ અંતિમવિધિને લઈને પત્ની અને બ્રાહ્મણ પરિવાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

હકીકતમાં વાતમાં કંઈક એવું છેકે મૃતકનો પરિવાર હિંદુ રીતિ રિવાજ પ્રમાણે અંતિમ સંસ્કાર કરવા માંગે છે જ્યારે પત્ની ખ્રિસ્તી ધર્મ મુજબ કરવા માંગે છે આ કારણોસર એમની વચ્ચે સમજૂતી થઈ રહી નથી એસિયન્ટ ન્યૂઝની એક રિપોર્ટ મુજબ આ મામલો શહેરના જહાનાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના મોહલ્લા કટરામાં રહેતા 52 વર્ષીય પ્રમોદ કુમારનો છે.

મૃતક પ્રમોદ કુમાર બ્રાહ્મણ પરિવારનો હતા તેઓ લાંબા સમયથી બીમાર હતા પરંતુ લખનૌમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું કહેવામાં આવી રહ્યું છેકે પ્રમોદ કુમારની પત્ની સીમા પ્રમોદ કુમાર અને તેના બાળકોએ લાંબા સમય પહેલા હિન્દુ ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો જ્યારે પ્રમોદ કુમારનો મૃતદેહ લખનૌથી પીલીભીત.

એમના ઘરે પહોંચ્યો પહોંચ્યો ત્યારે તેમની પત્નીએ કહ્યું કે મારા પતિના અંતિમ સંસ્કાર ખ્રિસ્તી રિવાજો મુજબ કરવામાં આવે મૃતકની પત્નીની આ વાત સાંભળીને પરિવારના ચોકી ગયા પરંતુ મૃતકના કાકા કહે છેકે અમારૂ ડીએનએ છે એટલે હિંદુ રીતિ રિવાજ મુજબ અંતિમ સંસ્કાર કરવા છે હવે આ મામલે પોલીસ સમજૂતી કરાવીને પ્રમોદ કુમારના અંતિમ સંસ્કાર કરાવવાનો પ્રયાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *