ખરેખર ધન્ય કહેવાય ખજુર ભાઈ ને કારણ કે હમણાં રાજકોટ અને જામનગર ના ગામડાંઓ માં જે જબરજસ્ત વરસાદ આવ્યો હતો એના કારણે ઘણા ઘર બેહાલ થયા હતા એ પરિસ્થિતિ જોઈને તેઓ ઘણા દિવસો થી રાત દિવસ જોયા વગર લોકોની સેવા કરી રહ્યા છે ગરીબ પરિવાર ને રાશન ની કિટો પણ ઘણી પહોચાડી રહ્યા છે અને કેટલાય બેઘર લોકો નો સહારો બની રહ્યા છે. મિત્રો ખજુર ભાઈ ઘણા સમય થી લોકો ની સેવા કરી રહ્યા છે ગયા સમયે વાવાઝોડા ના સમયે પણ લોકોને સહાય કરી હતી તો આવો જાણીએ આ રિયલ હીરો ખજૂરભાઈ વિશે
ગુજરાતના સોનુ સુદ તરીકે ઓળખાતા આપણા નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ જેઓ અત્યારે હમણાં રાત-દિવસ જોયા વગર લોકોને મદદ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા જ જે જબરદસ્ત વરસાદ ના કારણે પુર આવ્યું હતું એમની મદદે દોડી ગયા છે જેમાં છેવાડાં ના સીતારામપુરા, હબીબનગર, ગંગાજળા અને રામનગર જે હાઇવે થી છેવાડા ના ગામો છે જાણવા મળી માહિતી મુજબ એ ગામોની હાલત ગંભીર છે ત્યાં છેલ્લા બે-ત્રણ દિવસો થી લોકોને પૂરતું ખાવા નથી મળ્યું આ ગામો ની મુલાકાતો કરી હતી
ત્યાંના એક ભાઈ જણાવી રહ્યા છે કે એ ગામો માં ખેડૂતોને મોટા પાયે નુક્શાન થયું છે રાખેલ જીરૂ એની ખેતી નો તમામ પાક ધોવાઇ ગયો છે આ અહીં છ ગામો ની મુલાકાત ખજુરભાઈ અને એમની ટીમે એ કરી હતી અને લોકોને પીવા માટે પાણી અને રેશન કીટ ની વ્યવસ્થા કરી હતી ત્યાં ચાલવા માટેનો રોડ પણ તૂટી ગયો હતો ત્યાંના લોકોની મુલાકાત કરીને ખજુરભાઈ ભાવુક થઈ ગયા હતા અને લોકોને રાશન અને પાણી ની વ્યવસ્થા કરી હતી આપડે ભગવાન તો નથી જોયા પણ આમના ખજૂરભાઈ જ ભગવાન કહી શકાય મિત્રો આ પોસ્ટ વધુ માં વધુ સેર કરો જેથી ખજૂરભાઈ ના આ કામ ને જોઈને બીજા પણ આવી મદદ કરી શકે