Cli

ત્રણ ત્રણ દીકરા હોવા છતાં માંજી વરસતા વરસાદમાં રોડ પર રહેવા મજબૂર બન્યા પરિવાર વિશે પૂછતાં જ રડી પડ્યા…

Ajab-Gajab Breaking Life Style Story

દીકરાઓ હોવા છતાં એક માઁ આમ તેમ ભટકે તે કેટલું નિંદાજનક કહેવાય એક માંજ હોય છે જે તેમના સંતાનને દુનિયામાં લાવે છે જ્યારે આજ માતાને દીકરી કે દીકરાની જરૂર પડે તો તેને સાચવવાની જગ્યાએ તરછોડી દેવામાં આવેતો આ માતા પર કેવી વિતતી હશે એ આ એક જનેતા જાણ. માઁ એક એવા શબ્દો છે જેમાં આખી સૃષ્ટિ સમાય જાય.

તેમના માટે જેટલું લખીયે તેટલું ઓછું પડે કેમ કે જનેતા પોતાના માટે નથી જીવતી તેનાથી વધારે તેના પરિવાર માટે તેના સંતાન માટે જીવે છે તેનું બાળક નાનું હોય ત્યારે રાત દિવસ માજ જાગતી હોય તેની બાળકની સારસંભાળ રાખતી હોય છે જ્યારે તેના બાળકો મોટા થાય પુત્રવધૂ આવે એટલે માતા કોણ હોય તેજ ભૂલી જતા હોય છે.

ત્યારે મિત્રો એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં એક માતા રોડ પર રહેવા મજબૂત થયા છે એક દાદીમાં છે જેમનું નામ તનુ બા છે જેઓ સુરતના એક સર્કલ પાસે રહેછે આ બાની મદદ માટે પોપટભાઈની ટીમ આવી હતીં તેમને કોઈ મેસેજ દ્વારા જાણ કરી હતી કે એક બા રઝળતી હાલતમાં સર્કલ પાસે બેઠા ત્યારે પોપટભાઈની ટીમ મદદ માટે આવી હતી.

તેમના ઘર વિશે પૂછવામાં આવ્યું કે તમારૂ ઘર ક્યા છે બાએ ઉત્તર આપતા કહ્યું કાકા ભત્રીજાએ મને ઘરમાંથી બહાર કાઢી મુકી છે કહ્યું મારૂ કોઈ ઘર નથી તેમ બાએ જણાવ્યું હતું બા આગળ જણાવતા કહે છે તેઓ સર્કર બાજુમાં રહેવા મજબૂર બન્યાં છે કેમ કે તેને કોઈ સાચવવા તૈયાર નથી તેમના એક પગમાં ઈજા પણ થઈ છે.

તેનું કારણ જણાવતા તનુ બા કહે છેકે એક મોટર સાઈકલ વાળાએ ટક્કર મારી હતી જેના કારણે પગમાં ઈજા થઈ છે તેમની સારવાર માટે પોપટભાઈ હોસ્પિટલ ખાતે લઈ ગયાં હતાં જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી પછી ત્યાં હાજર સેવાભાવી લોકોએ તેને સારા કપડા પહેરાવ્યાં હતાં તેમના પોતાના.

પરિવાર વિશે પૂછવામાં આવ્યુ તો જણાવ્યું કે તેમને પોતાના ત્રણ દીકરાઓ છે છતાં રોડ પર રહેવા મજબૂર થયાંછે બા જણાવે છેકે તેમના દીકરાના વહુ નથી સારા જેના કારણે રોડ આવી ગયાં હતાં તેમણે જણાવ્યું કે મારી ભૂલને કારણે પણ હું હાલ આવી સ્થિતિમાં છે એકલા રહેવા માટે પોતે જવાબદાર છે.

એમ બાએ કીધુ હતું મિત્રો સુખી જીવન જીવવું હોય તો ક્યારેય જીદ્દ ન કરાય અને પરિવાર સાથે હળી મળીને રહેવાય જેથી કરીને એકલા રહેવાનો વારો ન આવે સંયુક્ત પરિવાર સાથે જીવન જીવીને તમે તમારા અંતિમ તબક્કાને પાર આસાનીથી પાડી શકો મિત્રો પોપટભાઈનું કામ [પસંદ આવ્યું હોય તો પોસ્ટને શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *