લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હંમેશા દર્શકોની પ્રથમ પસંદ રહી છે છેલ્લા 14 વર્ષોથી તારક મહેતા શો પોતાના આગવા અંદાજમાં દર્શકોને મનોરંજન કરાવતો આવ્યો છે શો ના પાત્રો દર્શકો ખૂબ જ પસંદ કરે છે જેમાં પોપટલાલ છેલ્લા ઘણા વર્ષોથી કુંવારા જ રહી ગયા છે ઘણીવાર.
પોપટલાલ ના લગ્ન નક્કી કરવામાં આવે છે અને કન્યા પોપટલાલને મૂકીને બીજા કોઈ સાથે લગ્ન કરી લે છે પોપટલાલનો ઘણીવાર પોપટ બનાવવામાં આવ્યો છે દરેક વાર આપણને એવું લાગે છે કે આ વખતે તો પોપટલાલ ના લગ્ન થઈ જશે પરંતુ અંતિમ સમયે કોઈના કોઈ કારણોસર પોપટલાલના.
લગ્ન ભાંગી પડે છે અને પોપટલાલ ગામમાં દેવદાસ બનીને રડતા જોવા મળે છે અને પોપટલાલને રડતા જોઇ ગોકુલધામ સોસાયટી સાથે દર્શકો પણ ખૂબ જ દુઃખી થઈ જાય છે આ વખતે કહાની ખૂબ લાંબી દેખાડવામાં આવી છે જેમાં વિદ્યા નામની શિક્ષિકા જે આત્મારામ તુકારામ ભીડે ની મામાની દિકરી છે તેની પાછળ પોપટલાલ લગ્ન માટે.
ખૂબ જ મહેનત કરતા જોવા મળે છે અને સ્ટોરી અંત સુધી પહોંચી ગઈ છે પોપટલાલના લગ્ન ના ઢોલ વગાવાની તૈયારી જોવા મળી રહી છે પરંતુ આપ મિત્રો જો પોપટલાલના લગ્નની તૈયારી કરી રહ્યા છો તો રોકાઈ જજો કારણ કે વિદ્યા એ એમ જણાવ્યું છે કે તે પત્રકાર સાથે લગ્ન કરવા માંગે છે પરંતુ હજુ સુધી પોપટલાલનું નામ લેવામાં આવ્યું નથી.
અને ઘણી બધી કહાનીઓમાં એવું જોવા મળ્યું છે જેમાં પોપટલાલ છેલ્લે જતા કાંઈક અલગ જ કહાની ઉભી કરે છે જો એવું જોવા ના મળે તો પોપટલાલ ના લગ્ન ના ઢોલ ગોકુલધામ સોસાયટીમાં સંભળાવી શકે છે અને જો પોપટલાલ ની જગ્યાએ કોઈ અન્ય પત્રકાર હોય તો પોપટલાલના બેન્ડ વાગવાની સંભાવના છે.