બોલીવુડ એક એવી ઇન્ડસ્ટ્રી છે જ્યા ગમે ત્યારે પાસુ પલટી શકે છે.બોલિવુડમાં કયો અભિનેતા કોની ઉપર ભારે પડે એ નક્કી નથી હોતું હાલમાં આવું જ કઈ સની દેઓલ અને શાહરૂખ ખાન વચ્ચે જોવા મળી રહ્યું.
૧૧ ઓગસ્ટે રિલીઝ થયેલી સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ગદર-૨ હાલ સુધીમાં કરોડો રૂપિયાની કમાણી કરી ચૂકી છે.આ ફિલ્મે પહેલા દિવસે જ ૪૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
એટલું જ નહિ ફિલ્મની સમગ્ર કમાણી અંગે વાત કરીએ તો આ આંકડો ૨૦૦ કરોડની આસપાસ પહોંચી ગયો છે.આ જ કારણ છે કે હાલમાં શાહરૂખ ખાનની ચિંતામાં વધારો થઈ રહ્યો છે શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મે ૫૦૦ કરોડની કમાણી કરી હતી એ તો તમે જાણતા હશો.
પરંતુ હાલમાં સની દેઓલની ફિલ્મે જે રીતે બે જ દિવસમાં ૨૦૦ કરોડની આંકડો પાર કર્યો છે એ જોતા સલમાન ખાન, શાહરૂખ ખાન,આમિર ખાન તમામ લોકોના હોશ ઉડી ગયા છે.
સની દેઓલની ફિલ્મ અંગે અનેક વિવાદ ઊભા થયા હોવા છતાં આટલી કમાણી કરી હોવાથી શાહરૂખ ખાનની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે.શાહરુખને પોતાની ફિલ્મ જવાન ની સફળતા અંગે ચિંતા થવા લાગી છે.
જણાવી દઇએ કે શાહરૂખની ફિલ્મ જવાનનું હાલમાં જ ટ્રેલર રિલીઝ થયું છે.જો કે સની દેઓલની ફિલ્મના ડાયલોગ એવા તો લોકોના મગજ પર છવાયા છે કે લોકોને અન્ય કોઈ ફિલ્મ હાલમાં યાદ આવી નથી રહી.