Cli
હિન્દુ ધર્મ ને છોડી ગાંધીનગર માં હજારો દલીતો એ બૌદ્ધ ધર્મ કેમ અપનાવ્યો ? કારણ જાણી તમે પણ ચોંકી જશો...

હિન્દુ ધર્મ ને છોડી ગાંધીનગર માં હજારો દલીતો એ બૌદ્ધ ધર્મ કેમ અપનાવ્યો ? કારણ જાણી તમે પણ ચોંકી જશો…

Breaking

ડો બાબા સાહેબ આંબેડકર ની 132 મી જન્મ જયંતી નિમિત્તે 14 એપ્રીલના રોજ સમગ્ર ભારતમાં દલિત સમાજ અને અન્ય સમાજના લોકોએ મળીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી ની ઉજવણી કરી હતી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમની ભવ્ય રેલી પણ દેશભરમાં.

ઘણી બધી જગ્યાએ કાઢવામાં આવી હતી ગુજરાતના ગાંધીનગર ખાતે બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ નું આયોજન સ્વયં સૈનીક દળ અને અન્ય દલીત સમાજ માટે કામ કરતી સંસ્થાઓ એ સાથે મળીને કર્યું હતું.

મુખ્યત્વે આ કાર્યક્રમમાં દલિત સમાજના હજારો લોકો જોડાયા હતા આ દરમિયાન દલિત સમાજના આગેવાન ઉપેન્દ્રભાઈ સાથે ઘણા બધા લોકો એ બોદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો હતો તેઓ હિન્દુ ધર્મ છોડી અને બૌદ્ધ ધર્મમાં ભળી ગયા હતા આ કાર્યક્રમમાં બીબીસી ગુજરાતી મિડીયા સાથેની.

વાતચીતમાં હિન્દુ ધર્મ છોડી અને બૌદ્ધ ધર્મ અપનાવનાર ઘણા બધા દલિત સમાજના લોકો સાથે ની વાતચીતમાંથી જાણવા મળ્યું હતું કે તેમને શા માટે બૌદ્ધ ધર્મ અપનાવ્યો અમદાવાદ જિલ્લામાં આવેલા ધોળકામાં રિક્ષા ચલવી અને પોતાનું ગુજરાત ચલાવતા ઉપેન્દ્રભાઈ ડાભી એ જણાવ્યું હતું કે તેમને.

રીક્ષા ના પેસેન્જર થી લઈને ઉચ્ચ સમાજના ઘણા બધા લોકો સાથે ભેદભાવ નો સામનો કરવો પડે છે તેમને વધુમાં જણાવ્યું હતું કે મારી ઉંમર 40 વર્ષથી વધારે થઈ ગઈ છે પરંતુ આજ સુધી મેં કોઈ મંદિરના પગથિયાં ચડ્યા નથી
જો અમે મંદિરમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરીએ છીએ.

તો અમને ત્યાં જ રોકવામાં આવે છે અને તમે અંદર નહીં જઈ શકો એવું કહેવામાં આવે છે અમે જન્મથી હિન્દુ હતા અને જો હિન્દુ હોવા છતાં પણ ભગવાનના દર્શન કરતા એમને રોકવામાં આવે તો એવા ધર્મમાં રહેવાનો શું ફાયદો એના કારણે અમે આજે બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે ભગવાનના દર્શન જો ના થાય તે ધર્મનું.

પાલન કેવી રીતે થાય તેના કારણે હિન્દુ ધર્મનો અમે ત્યાગ કર્યો છે તો બીજા યુવક જીતેશ ડોડીયા નામના વ્યક્તિ સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે તેઓ એક કોર્પોરેટર કંપનીમાં નોકરી કરે છે તેમને જણાવ્યું કે તેઓ દલિત સમાજના હોવા ના કારણે તેમને રૂમ ભાડે મળતી નથી.

તેમને જણાવ્યું કે ઘણા બધા લોકો હું દલિત હોવાના કારણે મારાથી અશોભનીય વર્તન કરે છે જયરાજ રોહિત નામના વ્યક્તિ સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે તેઓ એક ગામડામાં રહે છે તેમને જણાવ્યું કે મારા સમાજના લોકોને હજુ પણ ગામડામાં સન્માન મળતું નથી ગામડામાં વાણંદ વાળ કાપી નથી આપતા.

લોકોને દૂધ છાસ જેવી ઘણી બધી વસ્તુઓ ગામડામાં નથી મળતી દલિત હોવું એ ગુનો બની ગયો છે અને જ્યારે દલિત સમાજના યુવાનો હિન્દુ ધર્મ છોડી અને બૌદ્ધ ધર્મ અપનાવશે ત્યારે જ સમાજની સાચી દિશા પ્રસ્થાપિત થશે બૌદ્ધ ધર્મ અંગે રીચર્સ કરનાર નિષ્ણાત.

જનોજ પરમારે જણાવ્યું હતું કે હિન્દુ ધર્મ ની વર્ણ વ્યવસ્થામાં દલિત સમાજ સાથે હંમેશા ભેદભાવ થયો છે અને તેનાથી હવે પેઢી કંટાળી ચૂકી છે અને પોતાની સામાજિક વર્ણ વ્યવસ્થામાં બદલાવ ઈચ્છે છે અને એટલા માટે જ લોકો હવે બૌદ્ધ ધર્મ તરફ વળી રહ્યા છે.

તું મહેસાણા વતની પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે હવે બહુ થઈ ગયું છે દલિત સમાજના લોકો હવે કંટાળી ચૂક્યા છે સરકારી નોકરી હોય કે પ્રાઇવેટ નોકરી દરેક ક્ષેત્રે દલિત સમાજના લોકોને ભેદભાવનો સામનો કરવો પડ્યો છે લોકો તરફથી મળતું અપમાન અમે વર્ષોથી.

સહન કરી રહ્યા છીએ છેલ્લા એક વર્ષથી અમે આ કાર્યક્રમને સફળ બનાવવાની કામગીરી કરી રહ્યા હતા લોકો અહીં સ્વ ખર્ચે આવ્યા છે કોઈપણ વ્યક્તિને બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કરવામાં આવ્યુ નથી બધા પોતાની મરજી થી હિન્દુ ધર્મને ત્યાગી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *