આખરે ગદ્દર 2 માં અમરીશ પુરી ની જગ્યાએ કોણ નિભાવશે વિલન ની ભૂમિકા, જાણો વિગતે...

આખરે ગદ્દર 2 માં અમરીશ પુરી ની જગ્યાએ કોણ નિભાવશે વિલન ની ભૂમિકા, જાણો વિગતે…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા સની દેઓલ ની આવનારી ફિલ્મ ગદર ટુ ની દર્શકો આતુરતા થી રાહ જોઈ રહ્યા છે 22 વર્ષના લાંબા સમય બાદ ફિલ્મ ગદર એક પ્રેમ કથા ની સિક્વલ કહાનીને આગળ વધારવાનો ફિલ્મ નિર્માતા અનિલ શર્મા પ્રયત્ન કરી રહ્યા છે ગદર ટુ નું શુટિંગ પુરું થઈ ગયું છે અને ફિલ્મ નું એડીટીગં ચાલી રહ્યું છે.

એ વચ્ચે સની દેઓલ એ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા પેજ પરથી ફિલ્મનું ફર્સ્ટ લુક શેર કર્યું છે જે ચાહકો એ ખુબ પસંદ કર્યું છે ફિલ્મ ગદર ટુ આવનાર 11 ઓગસ્ટ ના રોજ રિલીઝ થવા જઈ રહી છે આ ફિલ્મ ની કહાની પણ ભારત પાકિસ્તાન વચ્ચે ના ટકરાવ પર આધારિત હસે ગદર એક પ્રેમ કથા ફિલ્મમાં વિલનના.

પાત્રમાં મજબૂત અભિનય કરતા બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ વિલન અમરીશ પુરી જોવા મળ્યા હતા પરંતુ એ આ દુનિયામાં હવે રહ્યા નથી જેના કારણે દર્શકો અને તેઓ ગદર ટૂં માં જોવા મળશે નહીં ફિલ્મ ગદર ટુ માં એક નહીં પરંતુ દર્શકો ને બે વિલન જોવા મળશે જેમાં અમરીશ પુરી ની જગ્યા એ મેઈન વિલન મનીષ વાબદા કરતા જોવા મળશે.

જેઓ પાકિસ્તાની આર્મી ના જનરલ તરીકે જોવા મળશે મનીષ વાબદા બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના નામચીન કલાકાર છે તેઓ ફિલ્મ પઠાન માં પણ વિલનની ભૂમિકા મા જોવા મળ્યા હતા જ્યારે બીજા વિલન તરીકે સજ્જાદ ડેલાક્રુજ જોવા મળશે તેઓ પાકિસ્તાન આર્મી ઓફિસર તરીકે સામે આવશે આ ફિલ્મ માં.

ફિલ્મ મેકર અનિલ શર્મા ભારત પાકિસ્તાન ના 1975 ના યુદ્વ ને ફરી યાદ કરાવવા માગે છે શકિના ના પાત્રમાં અમિષા પટેલ તો તારા સિંહ ના પાત્રમાં સની દેઓલ જોવા મળશે આ ફિલ્મ મા ફિલ્મ મેકર અનિલ શર્મા નો દિકરો ઉત્કર્ષ શર્મા સની દેઓલ ના દિકરા જીતે ની ભુમીકા ભજવશે જે આ ફિલ્મમા અહમ પાત્ર રહેશે તારા સિંહ ફરી.

પાકિસ્તાન માં પોતાના દિકરા જીતે માટે ગદર મચાવતા જોવા મળશે પાકિસ્તાન સાથે તેઓ એકલા હાથે ફરી બાથ ભીડી પાકિસ્તાન ને ધુળ ચટાડી જીતે ને પાછો લાવશે આ ફિલ્મ ની કહાની ફરી દેશભક્તિ પર આધારિત છે દેશભક્તિ ના પાવન પર્વે રીલીઝ થવા જઈ રહેલી આ ફિલ્મ ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *