કહેવાય છે ને કે સફળતા ઉંમરની મહોતાજ નથી હોતી. તમારામાં જો આવડત છે તો તમે નાની ઉંમરમાં પણ ખૂબ જ ઊંચી સફળતા મેળવી શકો છો અને તે જ આવડતના સહારે પૈસા પણ કમાઈ શકો છો. દુનિયામાં ઘણા એવા લોકો છે જેમને ગરીબ પરિવારમાંથી હોવા છતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એટલી નામના મેળવી કે આજે પણ તેમની જગ્યા કોઈ લઈ શક્યું નથી.
બોલીવુડના આવા જ એક કલાકાર છે જુનિયર મહેમુદ. હાલમાં જ કેન્સરની બીમારીથી જુનિયર મહેમુદનું નિધન થયું છે ત્યારે દરેક લોકો તેમની અલગ અલગ ફિલ્મો અંગે વાત કરતા જોવા મળી રહ્યા છે.
તેમને કરિયરની શરૂઆત કેવી રીતે કરી ? તેમને કેટલી ફિલ્મોમાં કામ કર્યું તે અંગે વાત કરતા જોવા મળી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે તેમને કેટલી સંપતિ કમાવી છે? કહેવાય છે ને કે લોકોને હમેશા વ્યક્તિની સફળતા જ નજરમાં આવતી હોય છે એ સફળતા પાછળનો સંઘર્ષ તો ભાગ્યે જ કોઈ જોઈ શકતું હોય છે જુનિયર મહેમુદ ના કિસ્સામાં પણ આવું જ કઈ છે. દરેક લોકો જાણે છે કે તેઓ મોંઘા કલાકાર હતા પરંતુ તેમની શરૂઆત કેવી રીતે થઈ તે અંગે ભાગ્યે જ કોઈ વાત કરતું હોય છે.
જુનિયર મહેમુદ મધ્યમ પરિવારમાંથી હતા. તેમના ભાઈ ફોટોગ્રાફર હતા. કહેવાય છે કે તેમના ભાઈ ફિલ્મની વાતો કરતા તે સાંભળીને જ જુનિયર મહેમુદ ને ફિલ્મમાં રસ જાગ્યો હતો. વાત કરીએ અભિનેતાના પહેલા પેમેન્ટ અંગે તો જાણકારી અનુસાર તેમને પહેલા અભિનય માટે માત્ર ૫ રૂપિયા જ આપવામાં આવ્યા હતા.જો કે આ પહેલા અભિનય બાદ પોતની કોમેડી દ્વારા જુનિયર મહેમુદ એટલા લોકપ્રિય બન્યા કે તેમને તે સમયે એક દિવસના ૩૦૦૦ રૂપિયા લેવાની શરૂઆત કરી હતી. કહેવાય છે કે તે સમયે તેમના પિતાનું પગાર માત્ર ૩૮૦ રૂપિયા હતો.
એટલું જ નહિ જાણકારી અનુસાર જુનિયર મહેમુદ પાસે તે સમયની સૌથી મોંઘી કાર હતી.તેઓ અંબાલા કાર લઈને સેટ પર આવતા હતા. વાત કરીએ તેમની ફિલ્મો અંગે તો તેમને રાજેશ ખન્ના સાથે સૌથી વધુ કામ કર્યું હતું . જુનિયર મહેમુદે પોતાના ફિલ્મી કરિયર દરમિયાન ૨૫૬ જેટલી ફિલ્મોમાં કામ કર્યું હતું. જેમાં કટી પતંગ, હાથી મેરે સાથી ફિલ્મનો સમાવેશ થાય છે.