Cli
શોર્ટકટ માં પૈસા કમાવવા જતા ભારે પડ્યું, એક ગુજરાતી ચા વાળા એ પકડી પાડ્યો...

શોર્ટકટ માં પૈસા કમાવવા જતા ભારે પડ્યું, એક ગુજરાતી ચા વાળા એ પકડી પાડ્યો…

Breaking

સુરત શહેરમાં રૂપિયા કમાવવાની લાલચમાં એક યુવાન નકલી ક્રાઈમ બ્રાન્ચ નો ઓફિસર બનીને ફરતો હતો અને રોફ દેખાડી લોકો પાસેથી રૂપિયા પડાવતો હતો જે અસલી પોલીસના હાથે ચડ્યો છે સમગ્ર ઘટના અનુસાર મહોમ્મદ ઈલ્યાસ બાગી નામનો શખ્સ નકલી ક્રાઈમ બ્રાન્ચનો કોન્સ્ટેબલ બની.

બાઇકમાં ડંડો લગાવી પોલીસ જેવા કપડા ખાખી પેન્ટ અને નાના વાળ કપાવી ને છેલ્લા ઘણા સમય થી વિસ્તારમાં પૈસા પડાવવાનું કામ કરતો હતો સુરત પોલીસ ને આ મામલે બાતમી મળતાં પેટ્રોલિંગ દરમિયાન તેને પકડ્યો હતો મહોમ્મદ સચીન હોજીવાલા ની ચા ની દુકાને ગયો અને તેને પોલીસ.

વિભાગ દ્વારા તેને જાનુ કેબિન આપવામાં આવશે એવું જણાવીને તેની પાસે 3500 રુપિયાની માગણી કરી જે દરમિયાન સચિને અસલી પોલીસને બાતમી આપતા ઘટના સ્થળે અસલી પોલીસના જવાનો પહોંચી ગયા હતા અને મહોમ્મદ પાસે આઈડી કાર્ડ માગંતા મહોમ્મદે આઈડી કાર્ડ બનાવવા આપ્યું છે એમ જણાવ્યું પોલીસે પોતાના અંદાજ માં.

કડક પૂછપરછ કરતા તેને ગુનો કબુલ કર્યો પોલીસે તેની ધડપકડ કરીને તેની પાસેથી 86590 રોકડા અને એક બાઈક અને મોબાઈલ મળીને 1.23 લાખની મત્તા કબજે કરી તેની પુછપરછ હાથ ધરી છે મોહમ્મદ ઈલ્યાસે કેટલા લોકો પાસેથી રુપિયા પડાવ્યા છે એ માહીતી પોલીસ તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *