Cli
એક સમયે ગુજરાતી ફિલ્મોની ટોપ એક્ટર સ્નેહલતા અત્યારે ક્યાં છે અને શું કરે છે, જાણો એમના જીવન સંઘર્ષ ની કહાની...

એક સમયે ગુજરાતી ફિલ્મોની ટોપ એક્ટર સ્નેહલતા અત્યારે ક્યાં છે અને શું કરે છે, જાણો એમના જીવન સંઘર્ષ ની કહાની…

Life Style

સવાયા ગુજરાતીની ઓળખ ધરાવનાર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ખૂબ જ જૂની અને લોકપ્રિય અભિનેત્રી સ્નેહલતા નો જન્મ મુંબઈના મરાઠી પરિવારમાં થયો હતો સ્નેહલતા ના પિતા મરાઠી રંગ ભૂમિના એક ઉમદા કલાકાર હતા અને તેમને તેમની દીકરી સ્નેહલતાને અભિનય ક્ષેત્રમા જવાની પ્રેરણા આપી હતી સ્નેહલતા નાનપણથી.

ખૂબ જ દેખાડી હતી તેનો ગોળ ચહેરો અને અણીયારી આંખો તેમની સુંદરતા માં વધારો કરતી હતી સ્નેહલતા એ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત મરાઠી ફિલ્મમાં થી કરી હતી ઘણી બધી હિન્દી ફિલ્મોમાં પણ તેમને નાનો મોટો રોલ કર્યો હતો સાલ 1970 માં આવેલી ફિલ્મ જોગી સાલ 1972 માં બેઈમાન 1975 માં અર્ચના અને નાટક જેવી.

ફિલ્મોમાં તેને દમદાર અભિનય કર્યો ત્યાર બાદ તેઓ ગુજરાત આવ્યા 70 દશકામાં તેમને ઉપેન્દ્ર ત્રિવેદી સાથે ગુજરાતી ફિલ્મ કેરિયર ની શરુઆત કરી અને તેમની આ જોડી દર્શકોએ ખૂબ જ પસંદ કરી ત્યારબાદ તેમને ઘણી બધી ફિલ્મો માં ઉપેન્દ્ર ત્રિવેદી સાથે અભિનય કર્યો સ્નેહલતા ને ગુજરાતી દર્શકો ખૂબ જ પસંદ કરવા લાગ્યા.

તેમને ફિલ્મ રાનવઘણ રાજા ભરથરી હરિશ્ચંદ્ર તારામતી શેતલના કાંઠે વીર માંગડાવાળો હલામણ જેઠવો હોથલ પદમણી ધરતીના અમી ભાદર તારા વહેતા પાણી પાતલડી પરમાર જેવી ઘણી બધી ફિલ્મો માં અભિનય કરીને ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી ત્યારબાદ 80ના દસકામાં ગુજરાતી સુપરસ્ટાર અભિનેતા.

નરેશ કનોડીયા સાથે તેમની જોડી જોવા મળી દર 10 ફિલ્મોમાં જોવા મળતી નરેશ કનોડીયા સાથે તેમની જોડી સુપરહિટ સાબિત થવા લાગી જે ફિલ્મોમાં મેરુ માલણ હિરણને કાંઠે પારસ પદમણી ઢોલામારુ મોતી વેરાણા ચોકમાં મારે ટોડલે બેઠો મોર ઢોલી ઝુમણ મોરલી જેવી અનેક ફિલ્મો માં.

દમદાર અભિનય થકી ગુજરાતી દર્શકોના દિલ જીતી લિધા તેમને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી ફિલ્મો આપે હાલ તેવો છેલ્લા 25 વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી દૂર છે તેઓ કોઇ પણ શો કે ટીવી સીરીયલ કે ફિલ્મો માં જોવા મળતા નથી તેઓ મુંબઈ સ્થિત પેડલર રોડ પર પોતાના નિવાસ્થાન પર શાંતિમય જીવન વ્યતીત કરે છે.

અને પોતાના પરિવારને પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર રાખે છે તેઓ ગુજરાતમાં ખૂબ ઓછા આવે છે સાલ 2013માં સુરતમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતા નું ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી સન્માન કરવામાં આવ્યું હતું તે દરમિયાન તેઓ ગુજરાતમાં જોવા મળ્યા હતા હાલ તેઓ શાંતિમય સુખી જીવન વ્યથિત કરે છે અને તેઓ મુંબઈમાં જ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *