Cli
એક સમયે બૉલીવુડ પર રાજ કરનાર મીથુન ચક્રવર્તી ને આખરે બૉલીવુડ તરફથી એવું શું દુઃખ પડ્યું કે તેઓ રડી પડ્યા...

એક સમયે બૉલીવુડ પર રાજ કરનાર મીથુન ચક્રવર્તી ને આખરે બૉલીવુડ તરફથી એવું શું દુઃખ પડ્યું કે તેઓ રડી પડ્યા…

Bollywood/Entertainment Breaking

90 ના દશકના સુપર સ્ટાર અભિનેતા મિથુન ચક્રવર્તી પહેલીવાર બોલીવુડ પર ગંભીર આરોપો લગાડીને ધ્રુસકે ધ્રુસકે રડ્યા હતા મિથુન ચક્રવર્તીનું કેવી રીતે બોલીવુડ માં શોષણ કરવામાં આવ્યું તે જણાવતા જણાવતા મિથુન રડી પડ્યા હતા બોલીવુડ પર હંમેશા પડદો રાખવાનો ફિલ્મ મેકરો એ પ્રયત્ન કર્યો છે જો એ વચ્ચે કોઈ નાના.

અભિનેતાઓ કાંઈ કહી દે તો તેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર કરવામાં આવે છે પરંતુ જો કોઈ મોટા અભિનેતા બોલીવુડ વિરુદ્ધમાં બોલવા લાગે છે ત્યારે વિશ્વાસ થઈ જાય છે કે બોલીવુડ કેટલા દુષ્ટ લોકોથી ભરેલું છે મિથુન ચક્રવર્તીએ પહેલીવાર બોલીવુડની પોલ ખોલીને મૂકી દીધી છે મિથુન ચક્રવતીએ જણાવ્યું હતું કે તેમના શ્યામ હોવાથી તેમને ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો.

તેમનું અપમાન પણ ઘણીવાર કરવામાં આવતું હતું સારેગામા પા લીટલ શો માં પહોંચેલા મિથુને જણાવ્યું કે હું નથી ઇચ્છતો કે જે પરિસ્થિતિમાંથી હું નીકળ્યો છું તે પરિસ્થિતિ બીજા કોઈના જીવનમાં પણ આવે દરેક વ્યક્તિ નો સંઘર્ષ હોય છે તે મુશ્કેલ પરિસ્થિતિ સામે લડે છે પરંતુ મારી ત્વચાના રંગ ના કારણે ઘણીવાર લોકો ટીકા કરતા હતા.

માત્ર મારો શ્યામ રંગ હોવાના કારણે વર્ષો સુધી મારું અપમાન કરવામાં આવ્યો મેં એ દિવસો પણ જોયા છે જ્યારે હું ભૂખ્યો ખાલી પેટ સૂતો હતો એ દિવસો પણ મેં વિતાવ્યો છે જ્યારે હું વિચારતો હતો કે સાંજે હું શું ખાઈશ મેં રસ્તા પર સૂઈને મારી જિંદગી વિતાવી હતી મિથુન ચક્રવર્તીઓ જણાવ્યું હતું કે હું ઇચ્છું છું કે મારા પર કોઈ બાયોપીક ના બને.

કારણ કે હું જે દર્દમાંથી નીકળ્યો છું એ લોકો જોઈ નહીં શકે અને મારી સ્ટોરી થી કોઈનો આત્મવિશ્વાસ નહીં વધે તે માનસિક રીતે તૂટી જશે હું લોકોને તેમના સપનાઓ પુરા કરતા રોકવા નથી માગતો ઇન્ડસ્ટ્રીમાં પોતાના સાબિત કરવા માટે ઘણી લડાઈ લડી છે હું આજે લોકપ્રિય એટલે નથી કે મેં ઘણી હિટ ફિલ્મો આપી છે પરંતુ મેં મારા સંઘર્ષમય જીવન સાથે ઘણા દર્દ આ દિલમાં દફન કરેલા છે.

આ જગજાહેર છે કે મિથુન ચક્રવર્તી ને પહેલી ફિલ્મ મૃગા માટે નેશનલ એવોર્ડ મળેલો હતો પણ એમની પાસે એક સમય જમવાના પૈસા પણ નહોતા તેમને અનેક સંઘર્ષ થકી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં ખૂબ મોટું નામ પ્રાપ્ત કર્યું આ વાત કરતા દરમિયાન મિથુન ચક્રવતી ની આંખોમાં આંસુ આવી ગયા હતા તેઓ રડી પડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *