મિત્રો ગુજરાતમાં લાંબા સમયથી HRK HELP નામની એક હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ ચાલે છે જેઓ ઘણા સમયથી એવા લોકોની મદદે આવે છે જેમનું આ દુનિયામાં કોઈ નથી એમને જીવવાનો કોઈ રસ્તો નથી મળતો એમને સાચી દિશા બશા બતાવે છે અને તમામ મદદ કરે છે એવામાં આ ટીમને એવા એક વ્યકિ મળી ગયા.
જેઓ લાંબા સમયથી ખેતરમા ઝાડવા નીચે જ રહેતા હતા હકીકતમાં આ દાદા બીલીમોરા ગામથી માનસિક હાલતના કારણે ભાગીને તિખલી અને નવસારી બાજુ આવેલું કુકેરી ગામમાં આવી ગયા હતા અહીં તેઓ છેલ્લા 8 મહિનાથી ઝાડવા નીચે સુઈ રહેતા ત્યાં ગામના કેટલાક મિત્રો એમને જમવાનું આપતા તે મિત્રો HRK HELP નો સંપર્ક કરે છે.
HRK HELP માંથી પંકજ સુતરીયા અને એમની ટિમ દાદાને મળવા આવે છે ત્યારે દાદા દોડવા લાગે છે આખરે દાદાને પકડીને સમજાવીને એમની જોડે વાતો છે દાદાનું નામ રમેશભાઈ ગાંધી છે તેઓ મૂળ બીલીમોરાના રહેવાશી ગણાવે છે એમને પંકજભાઈની ટિમ સમજાવીને નવરાવે છે વધી ગયે વાળ દાઢી કપાવે છે.
અને રાનકોવા પોલિસ સ્ટેશનમાં તમામ કાગળીય કાર્યવાહી કરીને રમેશભાઈને સુરત દાદાને લઈને જાય છે રમેશભાઈને એક નવી જિંદગી જીવવાની રાહ આપે છે સાથે પંકજ સુતરીયા તિખલી ગામના એ મિત્રોનો આભાર માને છે જેઓ દાદાને સાચવી રહ્યા હતા મિત્રો HRK HELP ટીમનો કામ પસંદ આવ્યું હોય તો પોસ્ટને શેર કરવા વિનંતી.